SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] [ મહામણિ ચિંતામણિ શ્રી કેશીકુમાર મુનિ -જ્યોતિર્વિદ ૫. આચાર્ય વિજયલબ્ધિસૂરિ મહારાજ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં જ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના એક મેધાવી સંઘસ્થવિર થઈ ગયા. મુનિપ્રવર કેશીકુમાર એમનું નામ. આ સંઘસ્થવિર કેશીકુમાર મુનિ અને ગૌતમસ્વામીજીનો વિદ્વત્તાપૂર્ણ વાર્તાલાપ ઉતરાધ્યયનમાં સૂત્રબદ્ધ છે. અત્રે પણ પૂજ્ય આચાર્યશ્રીના આ લેખમાં આર્ય કેશીકમારના જીવનચરિત્ર સાથે વાર્તાલાપનો ગુર્જરનુવાદ પ્રસ્તુત છે. “વિદ્વત્તા સાથે નમ્રતા, ભિન્ન પરંપરા છતાં આત્મીયતા” આપણને આ બંને ગુરુદેવોમાં જોવા મળે છે. – સંપાદક S ભગવાન મહાવીરસ્વામીના સમયમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં એક એવા મેધાવી આચાર્ય થઈ ગયા કે જેમનો પરિચય આત્માને નિઃશંક પાવન કરનારો છે. આ પૂજ્ય આચાર્યશ્રી હતા શ્રમણ કેશીકુમાર. ભગવાન શ્રી મહાવીરસ્વામીના પહેલાં જ કેશીકુમારે દીક્ષા લીધી હતી, તેમના પિતાનું નામ જયસેન અને માતાનું નામ અનંગસુંદરી હતું. પિતા જયસેન ઉજજૈની નગરીના રાજા હતા. તેઓ શ્રી પાર્શ્વનાથ ભગવંતની પરંપરાના–શાસનના અનુયાયી હતા. એક દિવસ કેશીકમાર વ્યાખ્યાન સાંભળી રહ્યા હતા. વ્યાખ્યાતા હતા પ્રભાવશાળી આચાર્ય વિદેશી. વ્યાખ્યાન સાંભળીને તેમ જ આચાર્યશ્રી પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળીને તેમને જાતિસ્મરણજ્ઞાન થયું. સંસારની અસારતાનો બોધ થતાં તેમણે માતા-પિતા અને બીજા ૫૦૦ મુમુક્ષુઓ સાથે દીક્ષા લીધી. તેઓશ્રી પોતાની પ્રખર પ્રજ્ઞાથી શ્વેતાંબિકાના ઘોર નાસ્તિક રાજા પ્રદેશીને નિઃશંક કરીને જૈન ધર્મનો રાગી ને અનુયાયી બનાવ્યો હતો. શ્રી કેશીકુમાર માટે “ઉત્તરાધ્યયનસૂત્રમાં આ શબ્દોમાં ઓળખ આપી છે : '....મહાયશસ્વી અને જ્ઞાન તેમ જ ચારિત્રના પારગામી એવા કેશીકુમાર નામના શ્રમણ તે સમયે વિદ્યમાન હતા. તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી ભરપૂર હતા....' શ્રમણ કેશીકુમાર પોતાના બહોળા શિષ્ય પરિવાર સાથે રામાનુગ્રામ વિહાર કરતા-કરતા એક દિવસ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને નગરની બહાર આવેલા તિન્દુક વનમાં વિશુદ્ધ ભૂમિમાં તે સૌએ વાસ કર્યો. આ સમયે સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભના પ્રથમ શિષ્ય શ્રી ગં પ્રભુ પણ તેમના વિશાળ શિષ્ય-સમુદાય સાથે આ જ નગરીમાં પધાર્યા. તેઓ સૌએ કોષ્ટક નામના ઉદ્યાનની વિશુદ્ધ ભૂમિમાં વાસ કર્યો. ભગવાન શ્રી પાર્શ્વનાથ અને ભગવાન શ્રી મહાવીરસ્વામીનો નિગ્રંથ માર્ગ એક જ હતો, પરંતુ બંનેના આચાર-વિચાર અને ક્રિયાકલાપ વચ્ચે થોડુંક અંતર હતું. વેષ અને બાહ્ય
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy