SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ મહામણિ ચિંતામણિ આ પછી તુરત શ્રી મહાવીર ભગવાને ધ્રુમપત્રનો પાઠ કહી, તેના સાર રૂપ પ્રમાદ ન કરવા'નો શ્રી ગૌતમને સંબોધી, સર્વ મુમુક્ષુઓને ધર્મબોધ આપ્યો. કેવળજ્ઞાનની પ્રાપ્તિ : ૪૫૬ ] બેતાલીસમા ચોમાસાને ત્રણેક માસ પૂર્ણ થવા આવ્યા. સર્વજ્ઞતાથી પોતાનો નિર્વાણસમય સમીપવર્તી જાણી, શ્રી મહાવીર ભગવાન વિચારવા લાગ્યા : ગૌતમને મારા ઉપર અત્યંત અનુરાગ છે. આથી મારાથી દૂર જશે તો જ તેને કેવળજ્ઞાન થશે. આમ વિચાર કરી, જ્ઞાનથી જોઈ, ગૌતમસ્વામીને નજીકના ગામમાં દેવશર્મા નામક બ્રાહ્મણને પ્રતિબોધ ક૨વા જવાની આજ્ઞા કરી. સર્વજ્ઞ ભગવાનનો કેવો અનન્ય ઉપકાર ! સાડા બોંતેર વર્ષ, એક પક્ષ અને બે દિવસની વયે, શ્રી મહાવીર ભગવાન નિર્વાણપદને પામ્યા, શાશ્વત મોક્ષપદને પ્રાપ્ત થયા. દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પ્રાપ્ત કરાવી પાછા ફરતાં, રસ્તામાં શ્રી ગૌતમસ્વામીએ ચરમ તીર્થંકર ભગવાનના નિર્વાણપ્રાપ્તિના સમાચાર જાણ્યા. ‘નિર્વાણ’ શબ્દના શ્રવણથી શ્રી ગૌતમસ્વામીને અપૂર્વ દુઃખ થયું, વેદના થઈ ! તત્ક્ષણે તેઓ જાણે કે નિષ્કંપિત બની ગયા! અત્યંત-અત્યંત વિક્ષુબ્ધ હૃદયે, અતિ-અતિ બુલંદ કંઠે, જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા રહી મહાવીર,' મહાવીર' એમ નામજાપ કરવા લાગ્યા. તેમ બોલતાં-બોલતાં તેમનું ગળું, જીભ સુકાવા લાગ્યાં. આથી છેલ્લે માત્ર મહાવીરને સ્થાને ‘વીર’ ને વીર'ને સ્થાને આમાત્ર વી,' ‘વી' જ ઉચ્ચારી શક્યા! ‘વી' અક્ષર ઉપર સ્થિર થઈ વીતરાગ માર્ગ ઉપરની તેમની અદ્ભુત વિચારસરણી પ્રગટવા લાગી! પ્રભુ તો વીતરાગી છે, મને એમને માટે રાગ, અનુરાગ શા માટે?! હું મોહમાં પડ્યો હતો ! હું કોણ છું ? મારું કોણ છે ? કોણ કોનું છે? આત્મા સ્વયં વિશુદ્ધ રૂપે જ છે! એમ અતિશય વિશુદ્ધ ભાવે આત્મસ્વરૂપની ગહનતમ વિચારશ્રેણીએ ઊિિતઊર્ધ્વ આરોહણ કરતાં-કરતાં ક્ષાયિક સમ્યગ્ દૃષ્ટિવાળા શ્રી ગૌતમસ્વામી આસો વદ અમાવાસ્યાની પાછલી રાતે ધ્યાનાન્તરીય સમયે લોકાલોકપ્રકાશક એવું પરમ, પરિપૂર્ણ, સંપૂર્ણ કેવળજ્ઞાન પામ્યા ! ત્યાર પછી બાર વર્ષ સુધી પૃથ્વી ઉપર ધર્મવિચરણ કરીને, અનેક ભવ્ય આત્માઓને પ્રતિબોધ આપી, એક માસના ઉપવાસ કરી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, અક્ષય અવ્યાબાધ આનંદધામને શાશ્વત પ્રાપ્ત થયા; બાણું વર્ષની વયે મોક્ષે સિધાવ્યા. સાધના સાર્થક થઈ ! આ નિર્વાણસાધનાના નિરંતર ક્રમમાં તેમની નમ્રતા, સરળતા, જ્ઞાનવર્ધક તત્ત્વજિજ્ઞાસા, તપશ્ચર્યા, શાસન પ્રતિ અદ્વિતીય શ્રદ્ધા, ગુરુભક્તિ, ગુરુ એ જ પરમેશ્વર; એવો અખંડ આત્મભાવ, શિષ્યના પણ શિષ્ય થઈ ક્ષમાપના કરવાની નિર્દભ વૃત્તિ, ચિંતનની ગહનતા, નિરંતર જ્ઞાનગમનતા, સર્વાર્પણતા—આ બધા જ ગુણવિશેષોથી અને શ્રી મહાવીર ભગવાનની પરમ કૃપાથી શ્રી ગૌતમસ્વામી પણ કેવળજ્ઞાન પામી સર્વોચ્ચ, પરમ પદને પ્રાપ્ત થયા છે. આશ્ચર્ય તો એ છે કે, પોતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તે પહેલાં, પોતાને પ્રતાપે, નિમિત્તે શ્રી ગૌતમસ્વામી અસંખ્ય દિવ્ય આત્માઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવા મહદ્ભાગી બને છે! આમ સર્વત્ર નિર્મળ હૃદયના, આખાયે શાસનને બાર વર્ષ સુધી અખંડ ધારાએ પ્રકાશનારા અને અંતે પરમપદ પ્રાપ્ત કરનાર ગૌતમસ્વામી સાક્ષાત્ મોક્ષપદના દાતા છે, તેમાં સંશય શો?! આથી લખીએ છીએ :
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy