SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] [ મહામણિ ચિંતામણિ વાર?! આવા લેખન-પઠન-પાઠનનો આ સિવાય અન્ય ઉપલક્ષ્ય શો સંભવે?! પ્રસ્તુત લેખ વાંચતાં-વાંચતાં, ભગવાન મહાવીર અને ગણધર ગૌતમસ્વામીના આત્મપાવન ધર્મ વિહારનું પદે-પદે ભવ્ય દર્શન કરતાં-કરતાં, કોઈ દિવ્યાત્માની દષ્ટિ સંસારની અસારતાથી ઉજૂલિત થઈ નિવણસન્મુખ થાય, એ જ લક્ષ્ય, એ જ આત્મપ્રાર્થના! સંસારી છીએ, સંસારમાં છીએ, આપણામાં પણ સંસાર અક્ષયભાવે, અનંતભાવે, ભરપૂરભાવે ભર્યો પડ્યો છે, તેને વિષમ સમયે, વિષમય સમયે, દુષમકાળે શ્રી ગૌતમસ્વામીની પળેપળની નિવર્ણિસાધના આત્મભાવે વિલોકીએ તો અપૂર્વ કલ્યાણનો અનન્ય હેતુ થાય! સર્વ ભાવોને, સર્વ માહિતીઓને, સર્વ રાગને આ લેખપઠનાવધિ પૂરતાં ઉતારી દઈ, કેવળ આત્મભાવથી, નિર્મળ ભાવથી, એકમાત્ર શ્રી વીતરાગમાર્ગ_સમર્પણભાવથી, લેખના અક્ષરે અક્ષરનું આત્મપઠન કરશો, તો અવશ્યમેવ આત્મલાભ-લબ્ધિ થશે, એમ અમારું અંતઃકરણ અનંતધારાથી પ્રવહે છે ! વિષમકાળનાય | "કાળ' રૂપ આ વીતરાગમાર્ગને લેશ પણ ઓછો પ્રભાવક, અલ્પ પણ મોક્ષદાયક માનવા આપણાથી ન થાય એ જ એકમાત્ર નિરંતરની અભ્યર્થના! કેમ કે કાળ ગમે તેવો વિકરાળ ભલે રહ્યો, આપણામાં તેનો પ્રવેશ ન થાય, તો આપણે નિવણના મહાપથ ઉપર જ ગતિશીલ છીએ, એમ અચૂક સમજવું! આવી નિવણસાધનાના અખંડ સાધકનો ખંડપરિચય એ આ લેખનો લક્ષ્ય છે, અને તે માટે અલ્પમતિનો આ અભ્યાતિઅલા પુરુષાર્થ-યત્ન માત્ર છે ! પંડિતવર્યનો પારિવારિક પરિચય - મગધ દેશના ગોબર જનપદના નિવાસી, ગૌતમ ગોત્રજ, શ્રેષ્ઠ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમનો જન્મ. પિતાશ્રીનું નામ વસુભૂતિ અને માતુશ્રીનું નામ પૃથ્વી. માતા-પિતાએ પુત્રરત્નના સવાંગીણ પ્રભાવશાળી વ્યક્તિત્વને લક્ષગત કરીને નામકરણવિધિવેળા નામ રાખ્યું ઈન્દ્રતુલ્ય ઇન્દ્રભૂતિ'. આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વેનો ભવ્ય કાળ! દૈવી આત્માઓનું ભૂમિ ઉપર જાણે સાક્ષાત વિચરણ ! વેદ, વેદાંત, વેદોક્ત ધર્મની બોલબાલાનો યુગ ! વિદ્યાપ્રાપ્તિનો મહિમાકાળ! ઇન્દ્રભૂતિએ અલ્પ કાળમાં વિવિધ વિદ્યાઓ સંપ્રાપ્ત કરી લીધી. યજ્ઞવિદ્યા, વેદવિદ્યા, ન્યાયવિદ્યા, તર્કવિદ્યામાં તેમણે ભારતખ્યાત પ્રાવીણ્ય પ્રાપ્ત કરી લીધું. જેવા ઇન્દ્રભૂતિ તેવા જ તેમના અનુજ બંધુ અગ્નિભૂતિ ! જ્ઞાનનો સાક્ષાત્ અગ્નિ-પ્રકાશ! જેવા અગ્નિભૂતિ તેવા જ અનુજ બંધુ વાયુભૂતિ ! જ્ઞાનનો સાક્ષાત્ સર્વવ્યાપ્ત વાયુમંડલ સમાન વાયુભૂતિ! એક જ પરિવારમાં પૂર્વજન્મોના યોગસાધનાના અસાધારણ સાધનાબળથી આ ત્રિપુત્રરત્નનો આવિર્ભાવ થયો! તે વેળા ભારતવર્ષમાં પંડિતોનો વસંતકાળ ચાલતો હતો ! વસંત ઋતુ ઋતુરાજ કહેવાય છે, પરંતુ તેનો આયુષ્ય અવધિ માત્ર દ્વિમાસિક જ હોય છે! આ પંડિતઋતુનો, પંડિતયુગનો, વિદ્યાયુગનો કાલાવધિ તો અલ્પકાલીન નહોતો ! આથી ધનકુબેર જેવા ધનાઢ્ય બ્રાહ્મણ ગૃહસ્થ શ્રી સોમિલ ભૂદેવને ત્યાં અપૂર્વ યજ્ઞવિધિ હતો ત્યારે, એક નહીં, બે નહીં, પણ અગિયાર-અગિયાર વેદાંતાચાર્યો, પંડિતો (ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તિ, સુધમાં, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય. પ્રભાસ)ને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યાં હતાં. એ સૌમાં અગ્રગણ્ય હત પંડિતવર ઇન્દ્રભૂતિ! અગિયાર પંડિતોના એ ગણના પોતે ગણાધીશ હતા! યજ્ઞના મુખ્ય વિદ્વાન ! યજ્ઞવિધિ યથાકાળે સંપન્ન થયો.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy