SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [૪૭ ગૌતમના વ્યક્તિત્વના મહાન રૂપને પ્રકટ કરતો એક પ્રસંગ “ઉવાસગદશા”માં આપેલો છે. વાણિજ્યગ્રામથી ભિક્ષા ગ્રહણ કરી ગૌતમ “દૂઈપલાસય ચૈત્ય પ્રતિ પાછા ફરી રહ્યા હતા ત્યારે એમણે આનંદ શ્રાવકે અનશન ગ્રહણ કર્યાની વાત સાંભળી. ગૌતમના મનમાં વિચાર આવ્યો કે આનંદ શ્રમણોપાસક ભગવાનનો પરમ ઉપાસક છે. એણે અનશન વ્રત ગ્રહણ કર્યું છે તો મારે જઈને એની ખબર લેવી જોઈએ. તેઓ આનંદની પૌષધશાળામાં પહોંચ્યા. ગૌતમને ભાવપૂર્વક વંદન કરી આનંદે પૂછ્યું : “ભગવન્! ઘરમાં રહીને ધર્મનું પાલન કરતા શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે ખરું?” ગૌતમે હા પાડી તેથી આનંદે કહ્યું : “ભગવન્! મને પણ અવધિજ્ઞાન થયું છે.” પછી પોતાને દેખાતાં વિશાળ દશ્યોનું વર્ણન આનંદે કર્યું. આ સાંભળીને ગૌતમને આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા, “આનંદ! શ્રમણોપાસકને અવધિજ્ઞાન તો થાય છે, પણ આટલી વિસ્તૃત સીમાવાળું અવધિજ્ઞાન થઈ શકતું નથી. તારું કથન ભ્રાન્તિયુક્ત છે. તારી ભૂલ માટે તારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.” આનંદ વિનયપૂર્વક કહ્યું, “જિનશાસનમાં એવું વિધાન છે કે સત્ય તથ્ય તથા અદ્ભુત કથન માટે પણ પ્રાયશ્ચિત્ત કરવું પડે ?” ગૌતમે નકારમાં જવાબ આપ્યો ત્યારે આનંદે કહ્યું, “તો પછી આપ મને સત્યકથન માટે પ્રાયશ્ચિત્ત કરવાનું કેમ કહી રહ્યા છો ?” આનંદની વાત સાંભળી ગૌતમ મૂંઝવણમાં પડ્યા. તેમણે ભગવાન પાસે આ બાબતનો ખુલાસો માગ્યો. ભગવાન મહાવીરે કહ્યું કે “આનંદે જે કહ્યું તે સાચું છે. તારે પોતાની વાતનો આગ્રહ ન રાખવો જોઈએ. પ્રાયશ્ચિત્ત તારે કરવું પડશે. તે સત્યવક્તા આનંદની અવહેલના કરી છે. એટલે તું પાછો તેને ઘેર જા અને તારી ભૂલ માટે ક્ષમા માગ.” - ગૌતમને પોતાની ભૂલનું ભાન થતાં જ તે સમયે આનંદ પાસે ગયા અને પોતાના કથન પર પ્રાયશ્ચિત્ત કરી ક્ષમા માગી. તથાગત બુદ્ધે પણ એક વાર કહ્યું હતું કે નિર્ગથ એ છે કે જેના મનમાં ગાંઠ હોતી નથી. જેનામાં અહંકાર ક્ષીણ થઈ ગયો હોય તેનામાં ગાંઠ ન હોય. પોતાના બે દિવસના ઉપવાસના પારણાની પરવા કર્યા વિના આનંદની પાસે ગૌતમ ક્ષમા માગવા માટે ગયા એ તેમની મહાનતા બતાવે છે. ‘ત્રિષષ્ટિમાં કહેવાયું છે કે ભગવાન મહાવીરે પરિનિવણના પૂર્વે જ પોતાના પ્રિય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધ આપવા માટે બીજા સ્થાને મોકલી આપ્યા હતા. પોતાના પ્રધાન અંતેવાસી શિષ્યને દૂર મોકલવાનું કારણ એ હતું કે નિવણ સમયે તે અધિક સ્નેહાકુલ ન થઈ જાય. તે ભગવાનના આદેશાનુસાર દેવશમનેિ પ્રતિબોધ આપી ગૌતમ તરત પાછા ફરવા ઇચ્છતા હતા, પણ રાત્રિ થવાથી નીકળી ન શક્યા. ભગવાનના પરિનિવણિના સમાચાર જ્યારે તેમને સાંપડ્યા ત્યારે તેમને વજૂઘાત જેવી અસર થઈ. એમની હૃદયતંત્રીના સુકુમાર તાર ઝણઝણી ઊઠ્યા. પરંતુ થોડી પળોમાં તેમણે મોહને ક્ષીણ કર્યો. કેવલજ્ઞાનના દિવ્ય આલોકથી એમનું અન્તલક આભાસિત થઈ ગયું. * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy