SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ] [ મહામણિ ચિંતામણિ જરા થંભીને તેમણે પોતાના શિષ્યવૃંદ તરફ નજર કરી લીધી. હાથ ઊંચા કરીને સૌ શિષ્યોએ અનુમોદનાનો ભાવ વ્યક્ત કર્યો. ઇન્દ્રભૂતિએ પ્રભુ મહાવીરને ગદ્ગદ કંઠે અને આતુર નયને વિનંતી કરી, “પ્રભો ! હવે હું આપના ધર્મમાર્ગમાં જોડાવાનો સંકલ્પ કરું છું. આપ મને પ્રવ્રજ્યાનો આદેશ આપો. હું જીવનભર આપનું શરણ અંગીકાર કરું છું.' પ્રભુ મહાવીરની અનુમતિ મળતાં, ઇન્દ્રભૂતિએ પોતાનો સર્વ પરિગ્રહ, માનસિક અને કાયિક–સર્વ દૂર કર્યો. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા, બ્રાહ્મણત્વના પ્રતીક રૂપ શિખાનો કેશગુચ્છ પણ દૂર કર્યો ! મહાવીરસ્વામીએ ઇન્દ્રભૂતિ ગૌતમને દીક્ષિત કર્યા. પોતાના પ્રથમ શિષ્ય તરીકે જાહેર કર્યા. કહો કે, “પોતાના' જ કર્યા. ઇન્દ્રભૂતિના પાંચસો શિષ્યો ભગવાનના ધર્મસંઘમાં જોડાયા. એ પાંચસો મુનિઓના ગણના અધિનાયક તરીકે પ્રભુએ ગૌતમને સ્થાપ્યા. આમ, ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર કહેવાયા. x x x કહેવાય છે, પંચ સમવાયનો સમન્વય કાર્યને સિદ્ધિ અપાવે છે ! | .. આત્માનો ચેતના-લક્ષણ જ્ઞાનગુણ-“સ્વભાવ ઇન્દ્રભૂતિને જન્મથી જ હતો. ઉત્તમોત્તમ પુણ્યકર્મોથી ઉપાર્જિત ગણધર નામકર્મનો ઉદય’ તેમને પ્રભુ વરના પ્રીતિપાત્ર શિષ્યપદે સ્થાપી શક્યું હતું. પચાસ વર્ષના ગૃહસ્થ ઇન્દ્રભૂતિ માટે અપાપાપુરીમાં જ ‘કાળનો પરિપાક’ પૂર્ણ થતો હતો. પ્રભુ મહાવીરના પાંચ પાંચ ભવના સ્નેહ-અનુબંધની પૂર્ણાહુતિ રૂપ “ભવિતવ્યતા’ તેમને એ વૈશાખ માસની સુદ અગિયારસે અપાપાપુરીના મહસેન ઉદ્યાનમાં પ્રભુ સન્મુખ લઈ આવી હતી. અને..સત્ય ધર્મમાર્ગનો પ્રકાશ સાંપડતાં સર્વ માન-કષાયોને દૂર ફેંકી ધર્મમાર્ગમાં જોડાવાનો ‘પૂર્ણ પુરુષાર્થ તેમને ગૌતમસ્વામી રૂપે મહાપ્રસ્થાનના પગથિયે લઈ આવ્યો હતો! આમ, ગોબ્બર ગામના વસુભૂતિ અને પૃથ્વીદેવીના સુપુત્ર, અધ્યયન-વ્યવસાયી, પચાસ વર્ષીય ઇન્દ્રભૂતિ ગૌતમે મગધદેશની અપાપાપુરી નગરીના મહસેન ઉદ્યાનના ધર્મમંડપમાં, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરના પ્રથમ અનુયાયી અને પ્રથમ ગણધર તરીકે મોક્ષનગરીના પંથે મહાપ્રસ્થાનનો આરંભ કર્યો !!! (સંદર્ભ : . અરવિજયજીનું “ગણધરવાદ” અને ગોપાળદાસ પટેલનું શ્રી મહાવીર કથા” પુસ્તક) * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy