SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ ] [ મહામણિ ચિંતામણિ પોતે નાના ભાઈઓ પર અનુગ્રહ કર્યો છે તેવા ભાવ સાથે ઇન્દ્રભૂતિએ કહ્યું, “મારાથી નાનો અગ્નિભૂતિ અને સૌથી નાનો વાયુભૂતિ. ગામના પૂર્વ છેડે તેમના આશ્રમો છે.' વાહ! આ તો સોનામાં સુગંધનું મિશ્રણ !” સોમિલે ઉત્સાહથી કહ્યું, ‘તેઓ અમારા પુરોહિત મંડળમાં હશે જ. આજે જ તેમને નોતરતો જઈશ.” અને હળવી વાતો નીકળી જ છે તો પેલું પૂછી જ લઉં, એમ વિચારી સોમિલ બ્રાહ્મણે કહ્યું, ‘પણ પંડિતજી, મારે બીજું પણ કંઈક પૂછવું હતું! | ‘હા, જરૂર પૂછો.’ કહીને ઇન્દ્રભૂતિ વિચારમાં ઊતરી ગયા. નક્કી આ યજમાન દક્ષિણા સંબંધી પૂછવા માગે છે. અને સારી દક્ષિણા આપવા શક્તિમાન હશે ત્યારે તો આ ગૌતમના ઘર સુધી પહોંચ્યા હશે ! દક્ષિણા કોને પ્રિય નથી? તે સમયે અને આજે પણ દક્ષિણા તો ઉત્સાહથી અપાય છે અને લેવાય છે !! ઇન્દ્રભૂતિ પંડિતે યજમાને કેડે વીંટેલા કટિવસ્ત્ર તરફ એક લાલચુ નજર કરી લીધી. તે સમયે પ્રવાસીઓ ચામડાની, કમરે વીંટી લેવાય એવી, પોકળ પટ્ટીઓમાં સોનામહોરો રાખીને તેના પર કટિવસ્ત્ર બાંધતા અને પછી જ પ્રવાસે નીકળતા !! - ઇન્દ્રભૂતિની દષ્ટિ અને મનોસૂષ્ટિ પણ ચતુર સોમિલ પારખી ગયા. સાથળના પડખામાં રહેલો કટિવસ્ત્રનો છેડો તેમણે હાથમાં લીધો અને ચોટી ચતુર ઇન્દ્રભૂતિએ પણ સંકેતથી જ તેમને છેડાની ગાંઠ ખોલતા રોક્યા ! પલકવારમાં થયેલી આ નયનગોષ્ઠીને દૂર હડસેલતાં ઇન્દ્રભૂતિએ સોમિલને સસ્મિત કહ્યું, હા, તો તમે શું પૂછવા માગતા હતા ?' ઉત્તર આપતાં પહેલાં સોમિલજીએ આસપાસ શંકિત નજર નાખી. એક-બે વિદ્યાર્થીઓ હજી ત્યાં બેઠા હતા. દેખીતું હતું કે સોમિલજી તેમની હાજરીમાં વાત કરવા માગતા ન હતા. અણસારો સમજી ગયેલા ઇન્દ્રભૂતિએ ફરી આજ્ઞા કરી, “શુભાંગ ! અમારો અંતરકલ ખોલીને સાફ કરાવો. વાતાયન પણ ઉઘાડજો. અમે ત્યાં બેસીશું.' થોડીવારે શુભાંગ બહાર આવ્યો. બેઉ મહાનુભાવો અંતરકક્ષમાં પ્રવેશ્યા. સોમિલે દરવાજાનાં કમાડ પાછલા પગે અડકાવ્યાં. આસન પર બેસતાં જ સોમિલે કટિવસ્ત્ર છોડી નાખ્યું. ભીતરથી ચામડાનો પહોળો પટ્ટો છૂટો કરીને સોનામહોરો બહાર કાઢી અને સાથે આણેલી વસૃપોટલીમાં ભરી દીધી. દોરી ખેંચીને પોટલીનું મોટું પણ બંધ કર્યું અને માનસહ એ મૃદુ મહોરપોટલી પંડિતજી સામે ધરી. બધી ક્રિયા ધ્યાનથી જોઈ રહેલા ઇન્દ્રભૂતિ પંડિતે હળવા વિવેકથી કહ્યું, “અરે ! એની અત્યારે શું આવશ્યકતા હતી? દક્ષિણા તો પૂર્ણાહુતિ પછી પણ લઈ શકાત.” વિવેકની વાત ઝટ વાળી લેતા હોય તેમ ગૌતમ પંડિતે ધીરેથી એ સુવર્ણપોટલી પોતાના પડખામાં ફેરવી દીધી ! હવે સોમિલજી નજીક આવ્યા. પંડિતજીએ કાન સરવા કર્યા. સોમિલે કહ્યું, 'એમ પૂછતો હતો કે આ યજ્ઞ મને સ્વર્ગ તો અપાવશે ને? મને તો હવે સ્વર્ગની જ કામના છે. બીજી કોઈ કામના બાકી નથી રહી. કૃપા કરી આ દિશામાં મને આશ્વસ્ત કરો, જેથી હું શેષ જીવન શાંતિથી ગાળી શકું !!' જોડાયેલા હાથે વાત કરતા સોમિલજીએ એક આંગળી સોનામહોરની થેલી તરફ પણ ચીંધી બતાવી.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy