SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] વીરપ્રભુના શિષ્ય પ્રથમ જે સકલ લબ્ધિ તણા ભંડાર વસુભૂતિ દ્વિજ નંદન નવલા પૃથ્વીમાત હૃદયના હાર જગમાં નહિ કોઈ એહવું કારજ જે તસ નામે ના સિદ્ધ થાય એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદપંકજ નમું નમું શિશ નમાય. વીર વદનથી વેદવચનના અર્થ યથાર્થ સુણી તત્કાલ, બોધ લહી પણસય સહ છાત્રે, સ્વીકાર્યું સંયમ અસરાલ, ત્રિપદી પામી અન્તર્મુહૂર્તે દ્વાદશ અંગ રચ્યા ક્ષણમાંય એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદપંકજ નમું શિશ નમાય. પંદરસો તાપસ પ્રતિબોધી પળમાં કેવળનાણી કર્યા નિજ લબ્બે અષ્ટાપદ ચડીને ચઉ વિશ જિનપર પયપ્રણમ્યા જીવનભર પ્રભુ વીર ચરણની જેણે ભક્તિ કરી સુખદાય એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદપંકજ નમું શિશ નમાય. માન થયું જસબોધ નિમિત્તક ને ગુરુભક્ત નિમિત્તક રાગ થયો વિષાદ ખરેખર જેનો, કેવલવ૨ દાયક મહા ભાગ નીરખી જસ અદ્ભુત આ જીવન કોને મન નિવ અચરજ થાય એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદપંકજ નમું શિશ નમાય. *** ।। શ્રી ગૌતમસ્વામીજીની ગુણસ્તુતિ ।। (બન્ને જીવન હૈ સંગ્રામએ રાગ) ગૌતમ ગુરુનું નામ સમરતાં હોવે મંગલમાળ ભવિયાં હોવે, વિઘ્નો દૂર પલાય ભવિયાં હોવે. શ્રી વસુભૂતિ દ્વિજ કુલદીવો, માત પૃથ્વી કૂખ રત્ન ભવિયાં....માત૦ ઇન્દ્રભૂતિ પ્રભુવચને બૂઝી, પામ્યા સંયમ રત્ન ભવિયાં....પામ્યા૦ વીપ્રભુના શિષ્ય પ્રથમ એ, વિજન તારણહાર ભવિયાં....ભવિજન૦ ગણધરવર કામિત વરદાયક, ગુણગણના આધાર ભવિયાં ગુણ૦ પ્રભુમુખથી ત્રિપદી લહીને, [ મહામણિ ચિંતામણિ ઢાંદશાંગી રચનાર ભવિયાં....દ્વાદ૦ ૨. ૩. ૪. ૫. ૧. ૨.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy