SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ] [ મહામણિ ચિંતામણિ જીવનનું નામસ્મરણ જીવનમાં સર્વ રીતે સૌભાગ્ય બક્ષે છે. કવિએ પ્રભાતી રાગમાં આ રચના કરી છે. નરસિંહનાં પ્રભાતિયાં કહેવાય છે તેની સાથે આ છંદરચના સામ્ય ધરાવે છે. વર્તમાનમાં પણ પર્વના દિવસે, નૂતન વર્ષ અને મહિનાના પ્રારંભે તેમ જ મંગલમય દિવસે ગૌતમસ્વામીના છંદનું લોકો ગુરુમુખેથી શ્રવણ કરે છે. વિશેષણયુક્ત શૈલીમાં ગૌતમસ્વામીનો પરિચય કરાવતાં કવિ આ જ છંદમાં નીચે મુજબ જણાવે છે : “સુરમણિ જેહ ચિંતામણિ સુરત, કામિત પૂરણ કામધેનું.” ગૌતમસ્વામી સુરમણિ, ચિંતામણિ અને કલ્પવૃક્ષ સમાન છે. આવા ગૌતમસ્વામીનું ધ્યાન | ધરવાથી આત્માનો ઉદય થાય છે. “ઉદય જસ નામથી અધિક લીલા લહે, સુજસ સૌભાગ્ય દોલત સવાઈ.” ગૌતમસ્વામીના પ્લાનથી વિબવિનાશ, મનોકામના પૂર્ણ, દુશ્મન દૂર ભાગે, સ્વજનો સાથે | સુમેળ રહે વગેરે સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. ગૌતમસ્વામીનો પ્રભાવ માત્ર મનુષ્યલોકમાં જ નથી, સ્વર્ગના દેવો પણ ભક્તિભાવથી મસ્તક નમાવીને પ્રણામ કરે છે. “અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનિમાં, સુરનર જેહને શિશ નામે.” [૨] કવિ લાવણ્યસમયની ૯ ગાથાના ગૌતમસ્વામીના છંદની રચનામાં એમનો મહિમા ગાવામાં આવ્યો છે. ગૌતમસ્વામીના ધ્યાન અને સ્મરણથી શું પ્રાપ્તિ થાય છે તેની માહિતી દર્શાવી. છે. આ છંદમાં ગૌતમસ્વામીના જીવન વિષયક સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને એમનો મહિમા ગાવામાં આવ્યો છે. છંદનો આરંભ નીચેની પંક્તિથી થાય છે : “વીર જિસેસર કેરો શિષ્ય ગૌતમ નામ જપો નિશદિશ.” ગૌતમસ્વામીના પ્રભાવનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે : “ગૌતમ નામે ગયવર ચઢે, મનવાંછિત હેલા સંપજે, ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. | ૨ | જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે નાવે ઢંકડા; ભૂત પ્રેત નવિ ખંડે પ્રાણ, તે ગૌતમ નામ કરું વખાણ. | ૩ | ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમનામે વાધે આય; ગૌતમ જિન શાસન શણગાર, ગૌતમ નામે જયજયકાર. | ૪ || શાળ દાળ સુરહા વૃત ગોળ, મનવાંછિત કાપડ તંબોળ; ધરે સુધરણી નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. Tી પI ઘર મયગલ ઘોડાની જોડ, વારું પહોંચે વાંછિત કોડ, મહિયલ માને મોટા રાય, જો તૂઠે ગૌતમના પાય. || ૭ | ઉપરોક્ત કાવ્યપંક્તિઓ ગૌતમસ્વામીના નામસ્મરણનો અપૂર્વ મહિમા પ્રગટ કરે છે. કવિનો ૧. પ્રાચીન છંદ સંગ્રહ સંપા. મુનિ વિદ્યાવિજયજી, પ૮૬.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy