SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૬૫ આગળ પાટ પર પિસ્તાળીસ આગમગ્રંથો ગોઠવી પૂજા કરાવવી અથવા ભગવતીસૂત્ર ગોઠવવું. તેનું પૂજન સોના-ચાંદીથી—રૂપાનાણાથી કરવું. દરેક આગમ ૫૨ વાસક્ષેપ કરવો—ફૂલ ચઢાવવું–રૂપાનાણું મૂકવું. એક એક આગમ પાસે ધૂપ ઉવેખવો. માટીના કોડિયામાં ૪૫ દીવડા અગાઉથી બનાવી એક એક દીપક આગમ સન્મુખ પ્રગટાવી માંડલામાં દીવડા ગોઠવવા. ક્રમાનુસાર દુહો જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર, સો આગમ સુગંતા, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીએ ભવનો પાર. ગુરુ ગૌતમસ્વામીનું અષ્ટક ...(૪) અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર પ્રભુ વચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણીવાર, ચૌદે પૂરવમાં રચે, લોકાલોક વિચાર ભગવતી સૂત્રે કર નિમ, બંભી લિપિ જયકાર, લોક લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર...(૩) વીર પ્રભુ સુખિયા થયા, દિવાળી દિન સાર, અંતરમુહૂર્ત તત્ક્ષણે, સુખિયો સહુ સંસાર કેવળ જ્ઞાન લહે તદા, શ્રી ગૌતમ ગણધાર, સુરનર હર્ષ ધરી પ્રભુ, કર અભિષેક ઉદાર સુરનર પર્ષદા આગળે, ભાખે શ્રી શ્રુતનાણ, નાણથકી જગ જાણીએ, દ્રવ્યાદિક ચૌઠાણ તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ધૂપ મનોહાર, વીર આગમ અવિચલ રહો, વરસ એકવીશ હજાર ...(૭) ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ, ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર, ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર ...(u) ... (5) ...(c) ...(c) મહિમાવાચક શ્રી ગૌતમસ્વામીનો છંદ માત પૃથવી સુત પ્રાત ઉઠી નમો, ગણધર ગૌતમ નામ ગેલે પ્રહ સમે પ્રેમશું જેહ ધ્યાતા સદા, ચઢતી કળા હોય વંશ વેલે વસુભૂતિનંદન વિશ્વજન વંદન, દુરિત નિકંદન નામ જેહનું અભેદ બુદ્ધે કરી વિજન જે ભજે, પૂર્ણ પહોંચે ભાગ્ય તેહનું સુરમણિ જેહ ચિંતામણિ સુરતરુ, કામિત પુરણ કામધેનુ એહ ગૌતમતણું ધ્યાન હૃદયે ધરો, જે થકી અધિક નહિ માહાત્મ્ય કેનું જ્ઞાનબળ તેજ ને સકળ સુખ સંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનીમાં, સુર નર જેહને શિશ નામે પ્રણવ આદે ધરી, માયાબીજે કરી, સ્વસુખે ગૌતમ નામ ધ્યાવે કોડી મનકામના સફળ વેગે ફળે, વિઘ્ન વૈરી વિ દૂર જાયે ...(2) ...(૨) ૧ ૨ ૩ ૪ ૫
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy