SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] વીરનિર્વાણ પછી આઠ વર્ષે ગૌતમસ્વામી મોક્ષે ગયા. વીરનિર્વાણ પછી વીસ વર્ષે સુધર્માસ્વામી મોક્ષે ગયા. O વીરનિર્વાણ પછી ચોસઠ વર્ષે જંબુસ્વામી મોક્ષે ગયા. 2 લબ્ધિ એટલે શક્તિ એ શક્તિ આત્માના સહયોગથી ઉત્તમ ચારિત્ર અને તપ ગુણોના પ્રગટીકરણ દ્વારા અશુભ કર્મોને છેદી શુભકર્મો ઉદિત થાય ત્યારે શક્તિ સહજ વિકાસ પામી આત્મામાં પ્રાપ્ત થાય છે. આવી શક્તિઓ અદ્ભુત, ચમત્કારિક હોય છે. આવી શક્તિઓ અનંત હોય છે. એટલે જ ગણધર ગૌતમસ્વામીજીને ‘અનંતલબ્ધિનિધાન' તરીકે ઓળખીએ છીએ. આ શક્તિને લબ્ધિ અને ઋદ્ધિ બે શબ્દોથી ઓળખાવે છે. શ્વેતાંબરોમાં ‘લબ્ધિ' શબ્દ પ્રચલિત છે. દિગંબરો ઋદ્ધિ' શબ્દ વાપરે છે. શબ્દોમાં થોડી અભિન્નતા છે. આ શક્તિનું પ્રગટીકરણ કરવા તૈજસ તત્ત્વનો પ્રભાવ છે. આ તૈજસ નામનું સૂક્ષ્મ શરીરનો પ્રભાવ એ લબ્ધિ, ઋદ્ધિ શક્તિ છે. શક્તિ તો અનંત છે; પણ સિદ્ધચક્ર પૂજનમાં ૪૮, ઋષિમંડલ પૂજનમાં બાર અને ભગવતી સૂત્ર' પ્રશ્નવ્યાકરણમાં પન્નાવણાસૂત્રમાં અઠ્ઠાવીસ લબ્ધિપદો સૂચવેલ છે. [ મહામણિ ચિંતામણિ આ લબ્ધિઓ ઘણી શક્તિશાળી છે. એ લબ્ધિપદોના જાપ, પૂજન વ્યાપકપણે થાય છે. આચાર્ય ભગવંતો પણ મુદ્રાઓ દ્વારા એના જાપ કરે છે. દરેક લબ્ધિશક્તિ માનવજાતની જુદી જુદી અનેક તકલીફો, કષ્ટો, દુઃખો દૂર કરવામાં, ઉન્નતિ, કીર્તિ, કાર્યસિદ્ધિ, ધર્મપ્રભાવનાની શક્તિ વગેરેમાં સફળ કામ આપનારી છે. વલય ત્રીજું અઠ્ઠાવીસ લબ્ધિપદ પૂજન १. ॐ ह्रीँ अर्हं आमोसहिपत्ताणं झैँ झैँ स्वाहा । (શરીરના સ્પર્શમાત્રથી રોગ મટી જાય એવી લબ્ધિ) २. ॐ ह्रीँ अर्हं विप्पोसहिपत्ताणं झीँ झीँ स्वाहा । (મલ-મૂત્ર સર્વ ઔષધરૂપ બની સર્વ રોગ મટાડે એવી લબ્ધિ) ३. ॐ ह्रीँ अर्हं खेलोसहिपत्ताणं झीँ झीँ स्वाहा । (શ્લેષ્મ થકી સર્વ રોગ મટી જાય એવી લબ્ધિ) ४. ॐ ह्रीँ अर्हं जल्लोसहिपत्ताणं झीँ झीँ स्वाहा । (શરીરના મેલથી સર્વ રોગ મટી જાય એવી લબ્ધિ)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy