SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૨૭ (૪) શ્રી ગૌતમસ્વામીનું જન્મસ્થાન “ગુવર' નામનું ગામ છે અને ત્યાંનાં બધાં લોકો, આબાલવૃદ્ધ સર્વ મનુષ્યો તેમના ગુણના વખાણ કરે છે. ભટ્ટ-ચટ્ટ એટલે અનેક ભાટ-ચારણો તેમની ‘ઓગલે’ એટલે સેવા કરે છે. (૫) ગૌતમ મોટા ગુણના ભંડાર, ૭૨ કળાના પારગામી તથા ૧૪ વિદ્યાઓના અભ્યાસી છે. તે ચૌદે વિદ્યાઓ જાગતી જ્યોતિની જેમ તેમના મનમાં વસેલી છે. [પુરુષોની ૭ર કળાઓ તથા સ્ત્રીઓની ૬૪ કળાઓ–જિજ્ઞાસુએ કલ્પસૂત્રમાં જોવી. ૧૪ વિદ્યાઓ : ૪ વેદ (૧) વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ (૩) અથર્વવેદ. તથા ૬ વેદાંગ (૫) શિક્ષા, (૬) કલ્પ, (૭) વ્યાકરણ, (૮) નિરુક્ત, (૯) જ્યોતિષ, (૧૦) છંદ, (૧૧) મીમાંસા, (૧૨) ન્યાય, (૧૩) પુરાણ અને (૧૪) ધર્મશાસ્ત્ર. આ ઉપરાંત ૪ ઉપવેદ : (૧) આયુર્વેદ, (૨) ધનુર્વેદ (૩) ગાંધર્વવેદ તથા (૪) અર્થશાસ્ત્ર એમ ગણતાં “અષ્ટાદશ” ૧૮ વિદ્યાઓ પણ ગણાય છે. અથવા ૧૪ વિદ્યા ઃ (૧) નભો-ગામિની, (૨) પરકાય-પ્રવેશિની, (૩) રૂપ-પરાવર્તિની, (૪) અંભિની, (૫) મોહિની, (૬) સુવર્ણસિદ્ધિ, (૭) રજત-સિદ્ધિ, (૮) બંધથોભિની, (૯) શક-પરાજયની, (૧૦) ! રસ-સિદ્ધિ, (૧૧) વશીકરણી, (૧૨) ભૂતાદિ-દમની, (૧૩) સર્વ-સંપત-કરી તથા (૧૪) શિવપદ-પ્રાપિણી.] (૬) શ્રી મહાવીર પ્રભુના ૧૪ હજાર શિષ્યો હતા. તે સર્વમાં પ્રથમ અગ્રેસર, સુજગીશ એટલે જગત્ પૂજ્ય અથવા મનોવાંછિતપૂરક, એવા શ્રી ગૌતમસ્વામીનાં ચરણોમાં હું મસ્તક નમાવીને વંદન કરું છું. જેથી મારા મનની સર્વ આશાઓ કાયમ ફળીભૂત થાય. (૭) “ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થના જાણકાર, સૂરીશ્વર (સૂરિ+ઈશ્વર) એટલે શ્રેષ્ઠ આચાર્યની પદવી ધરાવનાર. જેમનો જગતમાં ઘણો મહિમા છે એવા આચાર્યોને પણ શ્રી ગૌતમસ્વામીનો મંત્ર સ્મરણ કરતાં, તત્કાળ, સર્વ વિદ્યાઓ ફુરાયમાન થઈ, પ્રાપ્ત થાય છે. (૮) આવા ગૌતમસ્વામીને તનુ એટલે કાયાથી પ્રણામ કરું છું, વચનથી તેમની સ્તુતિ કરું છું, તથા એકાગ્ર મનથી તેમનું ધ્યાન ધરું છું. કારણ કે તેમના નામસ્મરણનો મહિમા મોટો છે અને તે નામ ગુણ રૂપી મણિઓનો ભંડાર છે. ' (૯) આ ચમત્કારી નામને ઊઠતાં, બેસતાં તેમ જ રસ્તે ચાલતાં, હૃદયમાં ધારણ કરતાં, “ગૌતમ’ ‘ગૌતમ' એ પ્રમાણે નામ મુખેથી બોલતાં, તેમના સેવકનાં બધાં કાર્યો સહેલાઈથી સિદ્ધ થાય છે. (સરખાવો ઃ સમરો મંત્ર ભલો નવકાર...) (૧૦) ગૌતમસ્વામીના નામે (૧) સર્વ પ્રકારની પીડા ટળે છે; (૨) સર્વ પ્રકારનાં મનોવાંછિત ફળે છે; (૩) કોઈ પણ રોગ આવતો નથી, તથા (૪) સ્મરણ કરનાર જીવ સર્વ પ્રકારના ભોગવિલાસ પામે છે. (૧૧) (૫) સર્વ પ્રકારની વ્યાધિઓ નાશ પામે છે, (૬) જીવ પરમ સમાધિ-શાંતિ પામે છે, (૭) દુર્જન દૂર ભાગી જાય છે, (૮) જીવ ભરપૂર હર્ષ–સંપૂર્ણ આનંદ પામે છે. (૧૨) (૯) હય એટલે ઘોડાના તથા ગજ એટલે હાથીના (વાર) સૈન્ય, સમૂહ મળે છે, (૧૦) સારા લક્ષણવાળી પત્ની મળે છે, (૧૧) સારા ગુણવાળા શ્રેષ્ઠ પુત્ર મળે છે તથા
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy