SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૨૫ તર્કસંગ્રહ, ન્યાય મીમાંસા અને ૪૫ આગમનો અભ્યાસ તેમ જ જૈનધર્મના રહસ્યોમાં ઓતપ્રોત બનવા લાગ્યા ને ગુરુ પ્રેરણાના બળે સાહિત્ય સર્જનમાં પણ ખૂબ આગળ વધ્યાં. “સુતેજ” તખલ્લુસ-ઉપનામે જૈનશાસનને આધ્યાત્મિક લેખો, વાર્તાઓ, દુહાઓ, સ્તવનો, ગહુલીઓ અને રાસો સાહિત્યનું વિપુલ સર્જન થયું. જેને કારણે સુનંદા સુતેજ પુષ્પમાળાના ખીલતા પુષ્પોરૂપ ચૌદ જેટલા સુંદર પ્રકાશનો થયાં, દીક્ષા જીવનના ૨૫મા વર્ષે સાહિત્યરત્નાની પદવીથી વિભૂષિત કર્યા. સમયનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો. ૪૫ વર્ષનું સંયમજીવન સતત ગુરુ સાનિધ્યમાં રહ્યાં. અંતિમ ચાતુર્માસ જોધપુરમાં. પૂજ્યશ્રીના ગુરુમૈયા આ દુનિયામાંથી વિદાય થયાં, ત્યારથી સતતપણે આત્મજાગૃતિમાં રહ્યાં. ચાતુમસ પૂર્ણ થતાં જેસલમેર આદિ પંચતીર્થની યાત્રાએ પધાર્યા, યાત્રા ખૂબ જ ઉલ્લાસ ઉમંગથી કરી, જેસલમેરથી બાડમેર વિહાર કરતાં વચ્ચે અકસ્માત નડતા જૈનશાસનની એક હોનહાર સાધ્વીને ક્રુર કાળરાજાએ છીનવી લીધાં. વિ. સં. ૨૦૫૦ માગશર વદ-૩ના દિવસે એક સાહિત્યનો દીવડો બુઝાઈ ગયો. એમનું માર્ગદર્શન અમને ખૂબજ ઉપયોગી બની રહેતું એમના દિવ્ય જીવનને સાચી શ્રદ્ધાંજલી. ત્યારે જ ગણાશે એમના સાહિત્ય વારસાને જીવંત રાખી આગે કદમ ઉઠાવશું. આ પ્રકાશન જોવાની પૂજ્યશ્રીની ઘણી જિજ્ઞાસા હતી. આ ગ્રંથનું પ્રકાશન થાય તે પહેલાં જ પૂજ્યશ્રી સ્વર્ગવાસી બન્યાં. તેમની શ્રદ્ધાંજલીપૂર્વક નોંધ લઈએ છીએ. -સંપાદક) (આર્યા છંદ) સિરિ વસુભૂઈ પુત્તો, માયા પુહવીય કુચ્છિસંભૂઓ, ગણધાર ઇન્દ્રભૂઈ, ગોયમ ગુત્તો સુહં દિસઉ. (ચોપાઈ) રયણ વિહાણે થયો પ્રભાત, ગૌતમ સમરું જગવિખ્યાત; ઋદ્ધિ સિદ્ધિ જસુ મહિમા `ઘણી, પય સેવે ધરણીના ધણી. ગૌતમસ્વામી લબ્ધિનિધાન, ગૌતમસ્વામી નવે નિધાન; સુર-ગો-તરુ-મણિ ગૌતમ નામ, જેવો નામ તેવો પરિણામ. ગુબ્બર ગામ જન્મનો ઠામ, ગૌતમ તણા કરે ગુણગ્રામ; સહુય લોય બાલાપણ લગે, ભટ્ટચટ્ટ બહુલા ઓગલે. ગૌતમ ગિરૂઓ ગુણભંડાર, કલા બહોંતેર પામ્યો પાર; ચઉદહ વિદ્યા જેણે અભ્યસી, જાગત જ્યોતિ જિસ મનસવી. વીર જિણ ચઉદહ સહસ શિષ્ય, તેહ માંહી પહિલો સુજગીસ; તસુ પય વંદું નામું શિશ, આશા ફલે મનની નિશદેિશ. ગીતારથ પદવીના ધણી, સૂરીશ્વર જસુ મહિમા ઘણી; ગૌતમ મંત્ર સદા સમદંત, તત્તખિણ વિદ્યા સહુ સ્ફુરત. તન પ્રણમું વચને સંસ્થવું, એકચિત્ત ચિત્તે ચિંતવું; શ્રી ગૌતમ ગણધરનો નામ, મહિમા મોટો ગુણમણિ ધામ. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy