SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૧૫ (દુહો) નજીક સમય પ્રતિબોધનો, ઇન્દ્રભૂતિનો આવે; અવળાં પાસાં ધન્યને, સવળાં પુણ્ય થાવે. ૨૭. ઇન્દ્રભૂતિને પ્રતિબોધ પામવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ધન્ય મનુષ્યના નાંખેલા અવળા પાસા પણ પુણ્યબળે આ રીતે સવળા થઈ જતા હોય છે. (૧). (ઢાળ ત્રીજી) (રાગ – જિન રાજા તાજા મલ્લિ વિરાજે ભોયણી ગામમેં) નમું ભાવ જિનેશ્વર સમવસરણમાં પ્રભુ મહાવીરને, ઇન્દ્રભૂતિ ઊભા ચૂંઝાયે, સમવસરણની પાસે, હું ક્યાં આવ્યો જીતવા વીરને, અપજશ બહુ મુજ થાશે રે. ૧. ૨૮. સમવસરણમાં સાક્ષાત્ બિરાજેલા ભાવ જિનેશ્વર શ્રી વીરને હું વંદું છું. સમવસરણના પગથિયે ઊભેલા ઇન્દ્રભૂતિ હવે, ભગવાનને જોયા પછી, મનમાં મૂંઝાય છે કે હું આ વીર ભગવાનને જીતવા માટે ક્યાં આવ્યો ? ન આવ્યો હોત તો ઠીક થાત. આ તો હવે નહિ જીતું તો મારો અપયશ આખી દુનિયામાં બહુ થશે. (૧). ચાલે નહિ હિંમત વદવાને, વિજય મળે જો ભાગ્યે; તો જગમાં જશ પુષ્કળ પામું, શું કરું ઈમ અકળાયે રે. ૨૯. આમની સામે બોલવાની મારી હિંમત કેમ વધશે? આમ ઇન્દ્રભૂતિ મૂંઝાય તો છે, પણ વળી મનમાં થાય છે કે જો કદાચ મારાં ભાગ્ય સવળાં હોય અને આમની ઉપર મને વિજય મળી જાય તો તો જગતમાં મને જબરો જશ મળે ! આમ, તેઓ શું કરું?” એવી દ્વિધામાં અટવાયા છે. (૨). શાંતિ ભરેલા મિષ્ટ વચનથી, ઈન્દ્રભૂતિ મૂલ નામે; પ્રભુ બોલાવે સ્વાગત પૂછે, મનમાં અચંબો પામે રે. ૩. ૩૦. તે વખતે ભગવાને સ્વયં શાંત અને મધુર વાણીથી તેમનું નામ લઈને હે ઇન્દ્રભૂતિ ! તમે સુખે આવ્યા! ભલે આવ્યા!' એમ તેમણે બોલાવ્યા અને સ્વાગત પણ કર્યું. આથી તેમના મનમાં ઘણો અચંબો થયો કે આ તો મારું નામ પણ જાણે છે ! મને ઓળખે છે ! (૩). પ્રસિદ્ધ હું છું સર્વ જગતમાં, કોણ મને ના જાણે; મુજ મન સંશય જો બોલે તો, સર્વજ્ઞ જાણે આને રે. ૩૧. પણ, બીજી જ ક્ષણે તેમને થયું કે હું તો આખા વિશ્વમાં વિખ્યાત છું. મને કોણ નથી ઓળખતું કે આ ન ઓળખે? હા, મારા મનમાં રમતા સંશયને પ્રગટ કરે તો આમને સાચા માનું. (૪). પ્રભુજી જણાવે તમને સંશય જીવનો છે એ જાણી; આશ્ચર્ય સાથે પ્રભુને માને, સર્વજ્ઞ સદ્ગણ ખાણી રે. ૩૨. એ આમ વિચારે છે ત્યાં તો પ્રભુજીએ કહ્યું કે “ભાઈ ! તમને જીવનો (જીવ છે કે નહિ એવો) સંદેહ છે ને ?' આ સાંભળીને તેમણે આશ્ચર્ય તો અનુભવ્યું. પણ સાથે તે જ પળે ભગવાનને સદ્ગણોની ખાણ એવા સર્વજ્ઞ તરીકે સ્વીકારી પણ લીધા. (૫). -- - - --- -- -- ---- - - ---- -- -- --- - ------ -----
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy