SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] [ મહામણિ ચિંતામણિ લાગ્યા અને પંદરસો કેવલી-કેવલજ્ઞાનીઓને કેવલી પરિષદમાં જતાં જોઈને ગૌતમસ્વામીએ (ઉપાલંભ આપતાં) તે વખતે મહાવીરે કહ્યું કે હે ગૌતમ! કેવળજ્ઞાનીની અશાતના કરો નહીં.” એવા જગદ્ગુરુ શ્રી વીર પ્રભુના વચનને/કથનને જાણી, આજના દીક્ષિત પણ કેવલી બની ગયા અને હું હજુ સુધી કૈવલ્યના લાભથી વંચિત રહ્યો, એવી વ્યથા અનુભવતા ગૌતમસ્વામી આત્મનિંદા કરવા લાગ્યા ત્યારે અંતિમ તીર્થપતિ મહાવીરસ્વામી બોલ્યા, “હે ગૌતમ! ખેદ ન કરો. આપણે એક સમાન સિદ્ધગતિ પામીશું અથવા મુક્તિમાં બંને સમાન થઈશું.’ (૫). ભગવાન મહાવીર કે જેઓ પૂર્ણિમાના ચંદ્ર જેવા પ્રકાશિત છે અને ભરતક્ષેત્રમાં વિચરતાં વિચરતાં જેઓએ ૭૨ વર્ષ પસાર કર્યો છે, જેઓ આંખોને આનંદ આપનારા છે, અને દેવોથી પૂજિત/અર્ચિત છે, તેઓ દેવરચિત સુવર્ણ કમળો પર પોતાનાં ચરણકમલ મૂકતાં મૂકતાં અને ચતુર્વિધ શ્રીસંઘ સાથે વિહાર કરતાં કરતાં પાવાપુરી નગરે પધાર્યા. (૪૬). નિવણરાત્રિના આગલા દિવસે જ પ્રભુએ ગૌતમના રાગબંધવિચ્છેદ કરવાના હેતુથી તેમને પાસેના ગામમાં દેવશમાં નામના બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. આ જ રાત્રિએ ત્રિશલાદેવીના નંદન અને આપણા આરાધ્ય દેવ ભગવાન મહાવીર પરમપદમોક્ષપદ–નિવણિ પામ્યા. દેવશમને પ્રતિબોધી સવારે પાછા વળતાં ગૌતમસ્વામીએ આકાશમાર્ગે આવતા દેવગણને જોઈ અને તેમના શબ્દોચ્ચારથી પ્રભુનું નિવણ જાણી તેઓ દિમૂઢ થઈ ગયા. વિષાદની સહસ્ત્ર ધારાઓથી તેમનાં ગાત્ર કંપિત થઈને શિથિલ થઈ ગયાં. અસહ્ય માર્મિક વ્યથાથી ચિત્ત ઉલિત થઈને સંકલ્પ-વિકલ્પમાં ગોથાં ખાવા લાગ્યું. તે વિલાપ કરતાં, ઉપાલંભ દેતાં, કહેવા લાગ્યા. (૪૭). હે પ્રભુ! આપે કેવો સમય જોઈને મને આપનાથી દૂર મોકલી આપના નિવણ સમયે મને ટાળ્યો? આપ તો ત્રિભુવનનાથ, આપનો નિવણ સમય જાણવા છતાં, તે સમયે આપની પાસે રાખવાને બદલે મને દૂર મોકલી દીધો. અંતિમ સમયે લોકો પોતાના માણસને દૂર હોય તો પાસે બોલાવી લે છે. આ લોકવ્યવહાર પણ આપે ન પાળ્યો ! હે સ્વામી !! તમે તો આ ઠીક કામ કર્યું !!! શું આપે એમ વિચારેલું કે જો ગૌતમ મારી પાસે રહેશે તો મારી પાસે કેવળજ્ઞાન માંગશે? કે પછી એમ વિચારેલું કે, બાળકની પેઠે પાછળ પડશે !!!” (૪૮). | હે મારા વીર જિનેશ્વર! હું તો ભોળો ભક્તિવશ હોવાને લીધે ભોળવાઈ ગયો હતો. અને આપનાં ચરણોની સેવાવશ ભાન ભૂલી ગયો હતો. મારે તો આપના તરફ અવિહડ/અચલ સ્નેહ હતો. શું આપે તેને બનાવટી પ્રેમ માનીને જ મને દૂર મોકલી દીધો હતો ? (ઉપાલંભ દેતાં દેતાં એકાએક તેમની વિચારધારાએ પલટો લીધો. રાગનું સ્થાન વિરાગે લઈ લીધું. અન્તર્મુખી થઈને વિચારવા લાગ્યા અરે ગૌતમ ! તમે જ્ઞાની થઈને પણ બાળકની જેમ શું વિચારવા લાગ્યા ! અરે તમે પ્રભુને જ ઉપાલંભ દેવા લાગ્યા! અરે, શું તમે નથી જાણતા કે-) પ્રભુ મહાવીર તો સાચા વીતરાગી હતા. (જો સર્વશ કોઈના પ્રત્યે સ્નેહ કરે તો તે વીતરાગ કેવી રીતે કહેવરાવી શકે? આ જ કારણ છે કે-) સ્નેહ જેમને લાગ્યો જ ન હતો. રાગને પોતાની પાસે ફરકવા જ દીધો ન હતો. આ રીતે શ્રી ગૌતમસ્વામીએ પોતાનું મન રાગમાંથી વિરાગ તરફ વાળ્યું. (૪૯). - કેવળજ્ઞાન તો ગૌતમસ્વામી પાસે ઊલટભેર આવતું હતું, પરંતુ રાગને લીધે તે જ પળે | દૂર થઈ જતું હતું. હવે તે “રાગ’ દૂર થવાથી, ગૌતમસ્વામીને સહેજમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy