SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] [ મહામણિ ચિંતામણિ પર ત્રિભુવનના સ્વામી વિરાજમાન થયા. તે જ ક્ષણે મોહ આદિ અંતરંગ શત્રુ દશે દિશાઓમાં પલાયન થઈ ગયા, ભાગી ગયા. (૯). જેમ દિવસે ચોર નાસી જાય તેમ, ક્રોધ, માન, માયા (ને લોભ–જે ચારે કષાય) અને મદ પણ પરિવાર સહિત (જાતિમદ, કુળમદ, બળદ, ઋદ્ધિમદ, તપમદ, વિદ્યામદ, રૂપમદ ને લાભમદ–જે આઠે મદ તે) નાસી ગયા. આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગ્યાં અને “ધર્મના મહારાજા આવી પહોંચ્યા છે તેવા ધ્વનિથી નભોમંડળ ગાજી ઊઠ્યું. (૧૦). ત્યાં સમવસરણમાં દેવોએ સુગંધિત ફૂલોની વર્ષા કરી. ચોસઠ ઇન્દ્રો પ્રભુ પાસે સેવાની યાચના કરવા લાગ્યા. પ્રભુની બંને બાજુ દેવગણ ચામર ઢાળવા લાગ્યા. મસ્તક પર છત્ર શોભી રહ્યાં. પ્રભુના સ્વરૂપ અતિશયથી સમગ્ર વિશ્વ મોહિત થઈ રહ્યું હતું. (૧૧) તે સમયે સમવસરણ વચ્ચે સિંહાસન પર વિરાજમાન પ્રભુ વર્ધમાનસ્વામી યોજન પર્યંત પ્રસૃત થવાની વાણીથી ઉપશમરસથી સરાબોર અમૃતમયી મધુર દેશના દેવા લાગ્યા. જ્યારે લોકોએ એ પણ જાણ્યું કે જિનેશ્વર વર્ધમાનસ્વામી પધાર્યા છે અને દેશના દઈ રહ્યા છે ત્યારે દેવવૃન્દ, મનુષ્યવૃન્દ, કિન્નરગણ અને ભૂપતિગણ પ્રભુનાં દર્શન કરવા અને દેશના સાંભળવા માટે આવવા લાગ્યા, ઊમટી પડ્યા. (૧૨) પ્રકાશ-પંજથી દેદીપ્યમાન તેમ જ રણરણાક અવાજથી ગુંજતાં આકાશમાર્ગેથી આવી રહેલાં વિમાનોને જોઈને ઇન્દ્રભૂતિ મનમાં વિચાર કરવા લાગ્યા કે અમારા આ ચાલી રહેલા યજ્ઞથી પ્રભાવિત થઈને દેવગણ અહીં આવતા જણાય છે ! (૧૩) પરંતુ, ધનુષ્યમાંથી છૂટેલાં તીરની જેમ વેગથી વહેતાં આ દેવવિમાનો સહ દેવગણ યજ્ઞશાળાને ઓળંગીને ગદ્ગદ ભાવોથી ભક્તિ/ઉલ્લાસ પૂર્વક શ્રી વીર પ્રભુના સમવસરણમાં પહોંચી ગયા ! આ દશ્યને જોઈને અધિક ક્રોધને કારણે ઇન્દ્રભૂતિનું શરીર કંપવા લાગ્યું અને અભિમાનના આવેગમાં આવીને તે આ પ્રમાણે બોલવા લાગ્યા. (૧૪). | વિવેકહીન લોકો તો અજ્ઞાનવશ ગમે તેમ બોલી જાય; પરંતુ દેવગણ તો જ્ઞાની–સુજ્ઞ | કહેવાય છે, છતાં તેઓ કેમ ચલિત/ભ્રમિત થઈ ગયા? શું આ વિશ્વમાં મારાથી વિશેષ કોઈ વિજ્ઞ મનીષી છે? મેરુ સિવાય મને કોઈ બીજી ઉપમા હોઈ શકે ? (૧૫). બીજી ઢાળનો સાર) કેવળજ્ઞાન પામીને સંસારના લોકોને તારવા માટે, દેવોથી પૂજાતા પરવરેલા શ્રી વીર જિનેશ્વર પાવાપુરી પધાર્યા. ત્યાં દેવોએ પરમ સુખ પ્રાપ્ત થાય તેવું સમવસરણ રચ્યું. જે પ્રકારે સૂર્ય પોતાનાં તેજસ્વી કિરણો વડે જગતને ઉજ્વલિત કરે છે તેવી રીતે વિશ્વને ઉદ્યોતિત કરવાવાળા જિનેશ્વર મહાવીરસ્વામી આ સમવસરણમાં મો દ્વારા નિર્મિત સિંહાસન પર વિરાજમાન થયા તે સમયે દેવોએ જયજયકાર કર્યો. (૧૬). વિપ્ર ઇન્દ્રભૂતિ ત્યારે અત્યંત અભિમાન રૂપી હાથી પર ચઢીને ગરજતા : “મારા જેવો જિનેશ્વર દેવ (જ્ઞાની) જગતમાં કોણ છે?” એવા ગર્વભેર, જ્યાં મહાવીર પ્રભુ છે ત્યાં જવા ઊપડ્યા. (૧૭).
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy