SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ] [ મહામણિ ચિંતામણિ ૬૦. ધન માતા જિણે ઊઅરે ધરિયા, ધન પિતા જિણે કુળે અવતરિયા; ધન સદ્ગુરુ જિણે દીખ્સિયા એ, વિનયવંત વિદ્યાભંડાર; જસુ ગુણ પહવી ન લભ્યે પાર, વડ જિમ શાખા વિસ્તરો એ. (‘જૈનપ્રબોધ'માં આ ાસની જે વધારે ગાથાઓ છપાયેલ છે તે નીચે પ્રમાણે છે.) ગૌતમસ્વામીનો રાસ ભણીજે, ચઉવિહ સંઘ રળિયાત કીજે; સયળ સંઘ આણંદ કરો, કુંકુમ ચંદન છડો દેવરાવો, માણેક મોતીના ચોક પુરાવો, રયણ સિંહાસણ બેસણો એ. તિહાં બેસી ગુરુ દેશના દેશે, ભવિક જીવનાં કારજ સરશે, ઉદયવંત મુનિ એમ ભણે એ; ગૌતમસ્વામી તણો એ રાસ, ભણતાં સુણતાં લીવિલાસ, સાસય સુનિધિ સંપજે એ. એહ રાસ જે ભણે ભણાવે, વ૨ મયગળ લચ્છી ઘર આવે, મનવાંછિત આશા ફળે એ. ૬૧. ૬૨. ૬૩. *** શ્રી ગૌતમસ્વામીના ઉપરોક્ત મોટા રાસનો અર્થ (પહેલી ઢાળમાં ગોતમસ્વામીના માતાપિતા, ગામ-નામ તથા તેમનાં વિવિધ સ્વરૂપોનું વર્ણન છે.) જેમનાં ચરણકમલમાં કમલા/લક્ષ્મીએ નિવાસ કરેલ છે એવા જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરીને, તેમના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ પ્રસિદ્ધ નામ ગૌતમસ્વામીના સારયુક્ત ગુણોની હું રાસના માધ્યમથી સ્તવના કરીશ. હે ભવ્યજનો ! આપ મન, શરીર અને વાણીને એકાગ્ર કરી ધ્યાનપૂર્વક આ રાસ સાંભળો; જેનાથી તમારું શરીર રૂપી ઘર ગુણગણાથી મંડિત/મઘમઘાયમાન થઈ જાય. (૧) જંબુદ્રીપમાં આવેલા ભરતક્ષેત્રમાં પૃથ્વીતલના મંડનભૂત મગધ નામનો દેશ (વર્તમાન સમયમાં બિહાર પ્રાંત) હતો. ત્યાં શત્રુના દળની શક્તિનું દલન કરવાવાળા મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. આ મગધ પ્રદેશમાં ધન-ધાન્યથી સમૃદ્ધ ગુવ્વર નામનું (નાલંદા નજીક) ગામ હતું. આ ગામમાં સકલગુણનિધાન વિપ્ર જાતિના વસુભૂતિ નામના પંડિત રહેતા હતા. તેમની પત્નીનું નામ પૃથ્વી હતું. (૨) તેના પુત્રનું નામ ઇન્દ્રભૂતિ હતું, જે વિશ્વવિખ્યાત હતા, વિવિધ પ્રકારની ચૌદ વિદ્યા રૂપિણી નારીઓના રસલોભી હતા, અર્થાત્ ચતુર્દશ વિદ્યાનિધાન હતા અને વિનય, વિવેક, વિચારશીલતા આદિ શ્રેષ્ઠ ગુણભંડારથી શોભાયમાન હતા. તેમનું શરીર સપ્રમાણ સાત હાથની ઊંચાઈવાળું હતું અને રૂપ-સૌંદર્ય રંભાવર, એટલે કે ઇન્દ્ર સમાન હતું. (૩) જેમની આંખો, મુખ, હાથ અને પગની અરુણિમાથી લજ્જિત થઈને કમળોએ જળમાં નિવાસ કરી લીધો હતો; જેના પ્રભાપૂર્ણ તેજથી ભ્રમિત થઈને તારાગણ, ચંદ્ર અને સૂર્ય આકાશમંડળમાં
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy