SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ] [ મહામણિ ચિંતામણિ - - - - - - - - - - - જાણે એ સાથથી ચૂકે, મુજ બાંભણ બુઝણ મૂકે; આપે જઈ મુક્તિમાં ઢંકે, વીર! વીર! કરતાં ગળું દુઃખે..હો વીર.... ભગવંતે પોતાનું આયુષ્ય થોડું છે એમ જ્ઞાનથી જાણ્યું ત્યારે છેલ્લે એકધારી સોળ પહોર-(બે રાતદિવસ) સુધી દેશના આપી અને અનેક ભવ્યજનોને આ અસાર સંસારથી તારીને મોક્ષે મોકલી દીધા. જ્યારે હે પ્રભુ! ફક્ત એક મને જ આપે યાદ ન કર્યો. મારી વખતે આપે કોશીશ કેમ કરી? હા..હા..જાણ્યું...જાણ્યું. મારો સાથ કરવો આપને ગમતો ન હતો. એથી તો મને દેવશમને પ્રતિબોધ કરવા મોકલી દીધો. અને પાછળથી આપ એકલા છેક મુક્તિનગરમાં પહોંચી ગયા ! હે વીર...હે વીર.હવે મારું કોણ? આપને પોકારી પોકારીને તો મારું ગળું દુખવા આવ્યું. હે વીર ! તમે મને પ્રાણથી પણ વધારે વહાલા છો. સજ્જનની કરણી એહ, આપણું કરી થાપે જેહ, તેહથી અધિકો બાંધે નેહ, પછી જાણીને દીધો છેહ હો વીર.... ગોયમો ગોયમો કહી બોલાવ્યો, ઊંચી પદવીએ ચઢાવ્યો; લઈ કેવળ કહી સમજાવ્યો, દા” દીધો જબ છળ આવ્યો. હો વીર.... સજ્જનનું કર્તવ્ય એવું હોય કે જેને તે પોતાનું ગણી સ્થાપે છે, તેની સાથે ગાઢ રીતે વધારે પ્રેમ બાંધે છે. આપે એ પ્રમાણે મને પણ પોતાનો ગણી ઊંચી, પ્રથમ ગણધરની પદવી સુધી ચઢાવી દીધો અને વધુ ને વધુ સ્નેહ બાંધતા ગયા. પણ પછી જ્યારે સમય આવ્યો ત્યારે મને દગો દઈને આપ એકલા ચાલ્યા ગયા. આપ જાણતા હતા છતાં મને આવો દગો કરવાનું કારણ શું? મારામાં શી ઊણપ જણાઈ? હે વીર ! વીર ! મને આવો દગો કરવાનું કારણ શું? હે વીર ! મને આપ મારા પ્રાણથી પણ વધુ પ્યારા છો. ગોયમો. ગોયમો...જેવા પ્રેમભર્યા શબ્દોથી આપ નિત્ય બોલાવતા હતા. હવે મને ગોયમો કયાં સાંભળવા મળશે? આપે એકલા કેવળજ્ઞાન મેળવી લીધું અને મને સમજાવી દીધો. આમ મને શા માટે છેતરી ગયા, પ્રભુ? પ્રભુ હમ તુમ ઘણા ભવ નેહ, જેમ પત્થર ઉપર રહ; ભગવતી અંગે શાખ છે એહ, તો ધબકે શું દાખ્યો છે. હો વીર. ગાંગીઓને શિવરાજે, તે તો પામ્યા શિવપુરી રાજે; ઘણા તાપસોનાં સાથ કાજે, મુજને મુક્તિ ન આપી પ્રભુ લાજે...હો વીર. હે પ્રભુ! મારે આપની સાથે આ ભવનો જ સંબંધ નથી, પણ ઘણા ભવોનો છે. આપ ત્રિપઇ વાસુદેવ હતા, ત્યારે આપનો રથ હાંકનાર સારથિ હું હતો. એ સ્નેહ તરત તૂટી જાય એવો નથી. એ તો પથ્થર પર ટાંકણા વડે ખોદેલી રેખા જેવો છે. તે એકદમ નાશ પામી શકે નહિ. ભગવતીસૂત્રમાં આની સાક્ષી છે. છતાં આપે એક જ ધડાકે એ સ્નેહની સાંકળને કેમ તોડી નાખી? ને મને છેતરીને એકલા કેમ ચાલ્યા ગયા? ગાંગીઓને અને શિવરાજ જેવા ઘણા તાપસોને આપે મુક્તિપુરીમાં પહેલેથી મોકલી દીધા. | તેમનાં કાર્ય સુધારી દીધાં. જ્યારે એક મને જ મુક્તિ ન આપી! ખરેખર, પ્રભુ! એ આપને માટે
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy