SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] પરમ પ્રેમમય વીર પ્રભુજી, પ્રેમ ન આંજો સચો હુઓ; કાં તાં આંજો પ્રેમ ક્યો, કાં સેવક આંજો ક્યો હુઓ. * હે મહાન અહિંસક વીર પ્રભુ ! તમારી અહિંસા ક્યાં ગઈ? તમારી અહિંસા આજે તો મને કતલ કરીને ચાલી ગઈ છે. અને પરમ પ્રેમમય વીરપ્રભુ ! આપનો પ્રેમ સાચો ન હતો. કાં તો તમારો પ્રેમ કાચો હતો, કાં તો તમારો સેવક કાચો હતો. આઈ તા હુઆ પ્રભજી, આંજી ત્રેવડમેં તૈયાર મેં; આંજે ચરણે જે સેવક કે, કીં રખેઆં અંધારે મેં? કોમલ થઈને કઠોર થીણું, ગુણિયલ આંકે ઘટે ન તો; મુંજે મન તેં કારો ડુંગર, કડડ્યો હાલેં હટે ન તો. * તમે તો પ્રભુજી, તમારી ત્રેવડમાં અને તૈયારીમાં હતા. તો પછી તમારા આ સેવકને અંધારામાં કેમ રાખ્યો ? કોમળ થઈને કઠોર થવું એ તમારા જેવા ગુણિયલને ઘટતું નથી. મારા મન પર તો જાણે કાળો ડુંગર ત્રાટકી પડ્યો છે. એ કેમે કરતાં મન પરથી હટતો નથી. નાડી જે ધબકારે મેં પણ, ગુંજે પ્રભુજી આંજો ગીત; મેં જે સાંસ-ઉસાંમેં મેં પણ, અચે વિએ આંજો સંગીત. નિંઢે વડેજગ જે જીવે કે, આંજો નાં તાં તારે તો; પ્રભજી આંજો વડી વિછોડો, મૂકે તાં અજ મારે તો. [ ૨૯૧ મારી નાડીના ધબકારામાં પણ પ્રભુજી ! તમારું ગીત ગુંજે છે. મારા શ્વાસ-ઉચ્છ્વાસમાં પણ તમારું જ સંગીત આવજા કરે છે. નાનામોટા જગતના જીવોને તમારું નામ તારે છે. પણ પ્રભુજી ! તમારો લાંબો વિયોગ મને તો મારી નાખે છે. કિડાં વેઆ વનરાજ વીર, વંન જા જ વિલાસી કિડાં વેઆ? કિડાં વેઆ વગડે જા વસંધલ, વન જા વાંસી કિડાં વેઆ? કૉ જાણાં અજ પ્રેમ પંથ જા, વીર પ્રવાસી કિડાં વેઆ? અગમ ભોમ જા આપ નિવાસી, નિત ઉપકારી કિડાં વેઆ? ઓ વનરાજ જેવા મહાવી૨! વનના વિલાસી! તમે ક્યાં ગયા? વગડાના વસનારા ઓ વનવાસી ! તમે ક્યાં ચાલ્યા ગયા ? પ્રેમપંથના વીર પ્રવાસી ! આજે કોણ જાણે ક્યાં ગયા ! અગમ ભૂમિના નિવાસી અને નિત નિતના ઉપવાસી, તમે ક્યાં ગયા ? વિરલ વિભૂતિ અમર મૂરતી, વીર અમીર ફકીર વેઆ, આતમ બર સેં, જનમ જનમ જ, જોરીંથલ જંજીર વેઆ. હીર–ચીર હવા જા જેં જા, ધરમ ધુરંધર ધીર વે, તપસી ત્યાગી ને વેરાગી, પેગમ્બર ને પીર વેઆ. વિરલ વિભૂતિ અને અમર મૂર્તિ એવા વીર, અમીર અને ફકીર ચાલ્યા ગયા. આત્મબળથી જનમ જનમની જંજીરને તોડી નાખનાર વિદાય થઈ ગયા. જેના અંગ પ૨ હીર-ચીર,
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy