SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] શ્રી ગૌતમસ્વામીનો વિલાપ (સાખી) શ્રી વીર વચન મનમાં લહ્યું, શ્રી ગૌતમ ગણધાર; જિનપ્રભુ ઉર ઉપરે, વળી વિચરે નોધાર. પ્રતિબોધી ત્યાં વિપ્રને, રહ્યા શ્રી ગૌતમ રાત; તે ટાણે ગગને થયો, કોલાહલ બળવાન. આભલીએ સહુ સામટા, દેવ વદે ગીર્વાણ; શ્રવણ-પટે વચનો પડ્યાં, શ્રી વીર ગયા નિર્વાણ, હૃદય પડ્યો તવ ધ્રાસકો, કળણે અંગ-ઉપાંગ પૃથ્વી પર પટકાઈ પડ્યા, શુદ્ધ ગઈ નિજ સાંગ. વીર ! વી૨ ! કહી વલવલે, ગોયમ ગુરુ ગુણવંત; કોને પૂછીશ પ્રશ્ન હું, ભંતે કહી ભગવંત ! વચનોત્તર શ્રુત આપશે, કોણ કહી ગુણવંત ? મુજને હા, પ્રભુ ! શું કીધું ? ઇશિવભુ ભગવંત ! શુભ અવસર મુજથી ગયો, દૂર દૂર વધુ વામ; શ્રુત ઉપયોય નવ દીધો, પ્રભુ ગયા નિજ ધામ. (ઓધવજી, સંદેશો કહેજો શ્યામને – એ રાગ.) ટળવળતો મુજને મૂકી જગ-ખાડીએ, જિનશાસનના નાયક વી૨ ભગવાન જો; વેલડીએ ખીલેલી વેલ વછોડીને, [ મહામણિ ચિંતામણિ ધર્મ-ધ્વજાને સોંપી કોને હાથ જો...ટળવળતો ૧.. ૩. ૪. ૫. ૬. ૭. આપ ગયા ઓચિંતા શિવપુર ધામ જો...ટળવળતો હસતાં મુખ કરમાયાં ભરત ભવી તણાં, શિર મૂકી સહુ હાથ રૂવે ચોધાર જો; દુઃખના દહાડા આવ્યા, સુખ સરકી ગયું, સુખદાયક વિણ વણસ્યાં રસનાં વહેણ જો...ટળવળતો કોયલડી ટહુકો વીસરીને વલવલે, મોર બપૈયે છોડ્યાં મધુરાં ગાન જો; નદીઓ નદનાં નીર થંભ્યાં, તરુવર ખર્યાં, વાયુ વાતો બંધ પણ થયો સ્થિર જો...ટળવળતો૦ વાદળ કાળાં ઊલટ્યાં હિન્દને આંગણે, ઘુવડ હિંસક-ધર્મી કરશે કેર જો. જિન-ઝંડો ઝળકાવી આપ ખસી ગયા, ૮. ૯. ૧૦. ૧૧.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy