SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ] [ મહામણિ ચિંતામણિ બુધ હેમચંદ્ર સહાયથી અષ્ટકતણો અનુવાદ આ, ગણિ દાનવિજયે સ્વપકારણ કર્યો દેજો સંપદા. ૧૦. * * * શ્રી ગૌતમસ્વામીનું સ્તવન - જે છે (ક્ત . આ. શ્રી સૂર્યોદયરૂરીશ્વરજી મહારાજના શિષ્ય ૫. . શ્રી ભદ્રસેનવિજયજી ગણિ) (રાગ : અંતરજામી સુણી) ગૌતમસ્વામી અંતરજામી, આતમરામી પામી રે, હું થાઉં તુમ પથ અનુગામી, શિવરામી વિસરામી; ગુરુપદ જપીએ રે, ભવોભવ સંચિત પાપ દૂરે ખપીએ રે. માત પૃથ્વીના કુંવર સુંદર, વાણી અમીય સમાણી રે, વસુભૂતિનંદન ગૌતમ સમરું, ચાર અનુયોગ સુખાણી..ગુરુપદ) શીલ-સરળતા-સમતા-ક્ષમતા, વિનય આદિ ગુણધામી રે, જ્ઞાની-ધ્યાન-તપસ-સૌભાગી, પૂજો શિવગતિ કામી....ગુરુપદo ગૌતમસ્વામી ગુરુ ગુણપતિ, નૌતમગતિ જગમાં રે, તુમ ભગતિથી સુમતિ રતિ હોજો રે શિવ પલકમાં..ગુરુપદ) અનંતલબ્ધિ તણા નિધાન, ગૌતમ ગુણી મુનિરાયા રે, નમતાં-જપતાં-ધ્યાન કરતાં, ભજતાં પાપ ગમાયા. ગુરુપદ) મુજને વહાલી ગૌતમ-સેવા, ગજને મન જિમ રેવા રે, ગુરુસેવાથી મુગતિ-મેવા, આપો આપની સેવા...ગુરુપદo આંખડી આજે હરખે સ્વામિ, તુમ દરિશનસે મારી રે, દેજો મુજને શીતળ છાયા, ગોયમ નિત્ય સવારી....ગુરુપદ0 મૂરતિ તારી રૂ૫ મનોહારી, મોહનગારી પ્યારી રે, ભવદુઃખ વારી શિવ સુખકારી, આતમને ગુણકારી..ગુરુપદ) ઓ હ્રીં નમો ગોયમસ્ત, મંત્ર જપો દિલ ભાવે રે, ગુરુ ગોયમનું સમરણ કરતાં, આતમરિદ્ધિને પાવે..ગુરુપદ) શાસનસમ્રાટ નેમિસૂરિ ગુરુ ગોયમપદ આરાધે રે, સૂર્યોદયે ગોયમપદ નમતાં, ભદ્ર આતમ કાજ સાધે..ગુરુપદ0 $ $ $ ? * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy