SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ] શ્રી ગૌતમસ્વામીનો છંદ (કર્તા : શ્રી નેમિસૂરિશિષ્ય શ્રી પદ્મસૂરિજી મહારાજ) (રાગ : માત પૃથ્વીસુત પ્રાતઃ ઊઠી નમો...) [ મહામણિ ચિંતામણિ .પૂજ્ય પૂજ્ય ગુરુ ગોયમા પ્રબલ પુણ્યોદયે, આજ પ્રભાતમાં મેં નિહાલ્યા; વરસિયા મોતીના મેહ કંચનતણા, સૂર ઊગ્યો હૃદયકમલ વિકસ્યા...પૂજ્ય તેહ ગૌતમ તણા જનક વસુભૂતિ, વલી જનની પૃથ્વી પ્રવર ગુણધરા એ; ગોત્ર ગૌતમ બલે ખ્યાતિ ગૌતમ લહ્યા, ઇન્દ્રભૂતિ મૂલ નામે નમીએ... ઇન્દ્ર સુર માનવા નિત સ્તવે જેમને, ત્રિપદીને પામી ગુરુ વીર વચને; મુહૂર્તમાં જે રચે પ્રથમ પૂર્વે, પછી દ્વાદશાંગી નમો તે ગુરુને...પૂજ્ય૦ નાથ વી૨ પ્રણીત મંત્ર જેને, મહાનંદ સુખ કાજે થયો સૂર રાયા; તેહને ધ્યાવતા સ્વપરતારક થતા, તેહ ગુરુ પુણ્યથી આજ ધ્યાયા...પૂજ્ય નામ જેનું લિયે સકલ ગુણી, મુનિજનો ગોચરી ભ્રમણકાલે ઉમંગે; પોરસી પભણતા શયનકાલે, મુનિ શ્રાવકો આદિમાં ભણત રંગે...પૂજ્ય૦ જેહ અષ્ટાપદે આપ લબ્ધિબલે, જાય તે નિશ્ચયે સિદ્ધ હોંશે; એહ 'પ્રભુ વીરના વચનને સુર કને, ઇન્દ્રભૂતિ સુણે મન ઉલ્લાસે...પૂજ્ય૦ જાય નિજ શક્તિથી સર્વ પ્રભુ મંદતા, વજ્રસ્વામીતણા જીવ અમરને; દેશના દેઈ પ્રતિબોધીને ઉતરતા, પંદરસો ભવિજન તાપસોને...પૂજ્ય૦ દેઈ દીક્ષા અક્ષીણ લબ્ધિથી પારણું ક્ષીરનું જે કરાવી ગુણી એ; કેવલાંબર તણી દક્ષિણા આપતા તેહ ગુરુ ઇન્દ્રભૂતિ નમીએ...પૂજ્ય૦ વીર પ્રભુ સિદ્ધ થયા તે પછી હિર સુરો યુગપ્રધાનપણું જેનું વિચારી, ઉત્સવે વી૨ના પટ્ટધર થાપતા દીપતા બીજતિ તેજધારી...પૂજ્ય૦ નામ ગૌતમતણું બીજ ત્રૈલોક્યનું, ધ્યાન પરમેષ્ઠી જિનરાજનું એ; નિત્ય પ્રભાતમાં બોલતાં ભક્તનાં, વાંછિતો જરૂર ફલતાં નમો એ...પૂજ્ય૦ લબ્ધિનિધિ અમૃત અંગુષ્ઠમાં જસ વહે, તેહ ગૌતમગુરુ સ્તવન કરતાં; નેમિસૂરિ ગુરુતણા પદ્મસૂરિ પ્રતિદિને, ગુરુ ગુણાનંદ સુખશાંતિ ભજતા...પૂ *** ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦, ૧૧.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy