SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] હું વી૨ ! વીર ! કહું, વીર ન બોલાવે, સ્વારથિયો સંસાર નિષ્ઠુર હૈડા, નેહ ન કીજે, નેહથી ભવ-જંજાળ રે...વી૨૦ ૩૨ ૯. કોણ ? વીર કોણ ? નહીં કોઈ કોઈનું, રાગે ભવ-દુઃખ ખાણ રે, ‘સહજ-કલાનિધિ’ ગૌતમને તવ, પ્રગટ્યું કેવળનાણ રે...વી૨૦ ૧૦. કારતક-માસ અમાસની રાતે, ભાવ-દીપક થયો અસ્ત રે, દ્રવ્ય-દિવાળી દેવે કીધી, પ્રગટી લોક સમસ્ત રે...વી૨૦ *** શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય રચયિતા : વાચક શ્રીકરણ સમવસરણ સિંહાસને જી, વીરજી કરે રે વખાણ; દસમા ઉત્તરાધ્યનમેં જી, દીયે ઉપદેશ સુજાણ; ૧૧. સમયમેં રે ગોયમ મ કર પ્રમાદ. જિમ તરુ પંડુર પાંદડું જી, પડતાં જી લાગે ન વા; તિમ એ ચંચળ જીવડો જી, સ્થિર ન રહે સંસાર...સમય૦ ડાભ-અણી જળ `ઓસનું જી, ક્ષણ એક રહે જળબિંદુ, તિમ એ નર તિરિ જીવડો જી, ન રહે ઇન્દ્ર નરેન્દ્ર...સમય૦ સૂક્ષ્મ નિગોદ ભમી કરી જી, રાશિ ચઢ્યો વ્યવહાર; લાખચોરાશી જીવયોનિમેં જી, લાધ્યો નરભવસાર...સમય૦ શરીર જરાએ જયું જી, શિર પ૨ પળિયાજી કેશ; ઇન્દ્રિયબળ હીણાં થયાં જી, પગ પગ પેખે ક્લેશ...સમય૦ ડંકા વાગે મોતના જી, શિર પર સાતે પ્રકાર; જીવને ઉપક્રમ લાગતા જી, ન જુએ વાર કુવાર...સમય૦ દશ દૃષ્ટાંતે દોહીલો જી, ન૨ભવ મળિયો છે હાથ; શિવપુર દ્વા૨ને ખોલવાજી, ચાવી છે સંગાથ...સમય૦ ભવસાયર તરવા ભણીજી, ચારિત્ર પ્રવહણ પૂર; તપ જપ સંયમ `આદરો જી, મોક્ષ નગર છે દૂર...સમય૦ ઇમ નિસુણી પ્રભુ દેશના જી, ઇન્દ્રભૂતિ થયા સાવધાન; પાપ પડળ પાછાં પડ્યાં જી, પામ્યા કેવળજ્ઞાન...સમય૦ ૨. ૩. ૪. ૫. ૬. ૭. 6. ૯. ૧. [ ૨૪૯ * [સહજ-કલાનિધિ = (૧) કુદરતી=જન્મથી જ કળાના ભંડાર. (૨) ભાઈ-ચન્દ્ર ભાતૃચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ = આ સજ્ઝાયના રચયિતા.] ૧. ઝાકળનું જી ર. આકરા જી.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy