________________
૨૪૨ ]
[મહામણિ ચિંતામણિ
શ્રી ગૌતમસ્વામી છંદ (ચોપાઈ) જયો જયો ગૌતમ ગણધાર, હોટી લબ્ધિ તણો ભંડાર સમરે વાંછિત સુખ-દાતાર, જયો જયો ગૌતમ ગણધાર. વીર વજીર વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર; જપતાં નામ હુય જયકાર, જયો જયો ગૌતમ ગણધાર. ગય ગમણી રમણી જગસાર, પુત્ર કલત્ર સજ્જન પરિવાર; આપે કનક કોડી વિસ્તાર, જયો જયો ગૌતમ ગણધાર. ઘેર ઘોડા પાયક નહીં પાર, સુખાસન પાલખી ઉદાર; વૈરી વિકટ થાયે વિસરાત, જયો જયો ગૌતમ ગણધાર. પ્રહ ઊઠી જપીએ ગણધાર, ઋદ્ધિસિદ્ધિ કમલા દાતાર રૂ૫ રેખ મયણ અવતાર, જયો જયો ગૌતમ ગણધાર. કવિ રૂપચંદગણિ કેરો શિષ્ય, ગૌતમ ગુરુ પ્રણમો નિશદિશ; કહે છંદ એ સમતાગાર, જયો જયો ગૌતમ ગણધાર.
જયંકર જીવો ગૌતમ સ્વામી પહેલો ગણધર વીરનો રે, શાસનનો શણગાર; ગૌતમ ગોત્ર તણો ધણી રે, ગુણમણિ રયણ ભંડાર...
જયંકર જીવો ગૌતમ સ્વામ. એ તો નવનિધિ હોય જસ નામ, એ તો પૂરે વાંછિત ઠામ, એ તો ગુણમણિ કેરી ધામ, જયંકર જીવો ગૌતમ સ્વામ. ૧. જેષ્ઠા નક્ષત્રે જનમિયા રે, ગોબર ગામ મોઝાર; વસુભૂતિસૂત પૃથ્વી તણો રે, માનવ મોહન ગાર...જયંકર૦ સમવસરણ ઇન્દ્ર રચ્યું રે, બેઠા શ્રી વર્ધમાન, બેઠી તે બારે પરષદારે, સુણવા શ્રી જિનવાણ...જયંકર વીર કન્ડે સંજમ લહ્યું રે, પંચસયાં પરિવાર, છઠ છઠ તપને પારણે રે, કરતાં ઉગ્ર વિહાર...જયંક૨૦ અષ્ટાપદ લબ્ધિએ ચડ્યા રે, વાંદ્યા જિન ચોવીશ, જગ ચિંતામણિ તિહાં રચી રે, સ્તવિયા શ્રી જગદીશ...જયંકર૦ ૫. પરસે તાપસ પારણે રે, ખીર ખાંડ વૃત ભરપૂર અભિય જાસ અંગૂઠડે રે, ઊગ્યો તે કેવલસૂર..જયંકર૦ ૬.