SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] [ મહામણિ ચિંતામણિ (કારણ કે મને પૂરેપૂરી ખાતરી છે કે આપના ચરણકમળની સેવા કરી છે એટલે મારો નિસ્તાર થવાનો જ છે.) (૪) तव पदयुगे श्रेयोभूते सदा मम जायतां, नतिरविरतं पुण्यैर्लभ्ये सुलब्धिनिधानके । निखिलभुवने तद्विस्यात्किं नयत्तव नामतो, भवति सकलं कार्यं नृणां हृदा परिचिन्तितम् ||५|| પુણ્યથી પ્રાપ્ત મંગલકારી અને અનન્તલબ્ધિનિધાનભૂત એવા આપના ચરણયુગમાં મારી સદાય નિરન્તર વંદના હો. જગતમાં મનુષ્યોએ પોતાના મનમાં ચિન્તવેલું એવું કયું કાર્ય છે કે જે આપના નમસ્કારથી સફળ ન થાય ? અર્થાત્ સર્વે કાર્યો આપના નમસ્કારથી સફલ થાય જ છે. (૫) सुकृतविटपी मेऽद्य स्वामिन्! प्रभूतफलोऽभवत् } दुरिततयो दूरं दूरं ममाद्य पलायिताः । हृदि निरवधि हर्षाम्भोधिः समुच्छलितोऽद्य मे, विमलविमलं यत्तेजातं मुखाम्बुजदर्शनम् ॥६॥ હે સ્વામિન્! આજે અતિશય નિર્મળ આપના મુખકમળનું મને દર્શન થયું તેથી પૂર્વજન્મમાં કરેલા સુકૃતરૂપી વૃક્ષ આજે ખરેખર ઘણાં જ ફળ આપનારું બન્યું. આજે મારાં પાપોની પરંપરા દૂર દૂર ભાગી ગઈ, અને આજે મારા હૈયામાં હર્ષનો અપાર સાગર ઊછળવા માંડ્યો. (૬) तव निरुपमं रूपं दृष्ट्वाऽक्षिणी मम नृत्यत - स्तव सुचरितं श्रावं श्रावं मनो मम हृष्यति । तव गुणगणं गायं गायं मुदं रसनैति मे, तव सुवचनं पायं पायं कृतार्थमभूज्जनुः ||७|| હે પૂજ્યતમ દેવ! તમારાં અનુપમ રૂપ જોઈ જોઈને મારી બે આંખો આજે નાચે છે, તમારું સુંદર ચરિત્ર સાંભળી સાંભળીને મારું મન રાજી રાજી થઈ જાય છે. તમારા ગુણગણને ગાઈ ગાઈને મારી આ જીભ ખુશ ખુશ થઈ ગઈ છે અને તમારાં સુંદર વચનોનું પાન કરી કરીને મારો આ જન્મ સફલ થઈ ગયો. (૭) गणधरमणे ! त्वत्पादाब्जे विनम्य निवेदये, नहि नहि कदाप्यस्मत्स्वान्तात् क्षणं वियुतो भव । वितरति मतिं त्वत्सान्निध्यं व्यपोहति दुर्मति, जनयति मनः सर्वाभीष्टं तनोति निरीहताम् ||८|| હે ગણધરોમાં મણિ સમાન પ્રભુ ! તમારા ચરણકમલમાં નમસ્કાર કરીને હું આપને એટલું જ વીનવું છું કે—આપ એક ક્ષણ પણ મારા મનથી અળગા ન થતા, ન થતા. આપનું સાંન્નિધ્ય મને બુદ્ધિ આપે છે, દુર્મતિ દૂર કરે છે; મનનાં સર્વે વાંછિતોને પૂર્ણ કરે છે અને છેલ્લે મનને ઇચ્છા વગરનું બનાવે છે. (૮) م
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy