SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૯૫ અહમ્ એ અવ્યક્ત છે, અકલ છે, એનો પાર ન પામી શકાય તેવા છે. હરિહર અને બ્રહ્માના | જ્ઞાનનો વિચાર કરતા તે સર્વે શક્તિના સંયોગવાળા અને નિરંતર વિષયભોગમાં લીન રહેનારા છે. आसणि आदि शक्ति अवधारि सासती छइ ब्रह्मदुवारि । अधभीडी उरथी जागवइ विसया सुख ते मुनि भोगवइ ॥१४॥ આસનથી બ્રહ્મદ્વારમાં રહેલી આદિશક્તિનું અવધારણ કરી જે મુક્તિ નીચેથી ભીડીને રહેલી તેને ઉપરથી જગાડે છે તે મનિ/સાધક વિષયોના સુખ જેવા આનંદને મેળવે છે. इड पिंगल सवि साधक कहइ सुखमन त्रीजी विरला लहइ । एकवीस ग्रंथीभेद जो जाण निश्चल रवि ससि ध्रुव अहिनाण ॥१५॥ સઘળાય સાધકો ઇડા અને પિંગલા તો કહે છે, પણ ત્રીજી જે સુષુમ્ના છે તેને તો વિરલા | જ મેળવે છે. એકવીસ ગ્રંથિને જે ભેદી જાણે છે તે નિશ્ચલ આત્મા રવિ, શશિ અને ધ્રુવના સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ईणि परे जोउ हंस विचारु हंस प्रवेसि तस निरगमि वार । एकवीस सहस छसई निसिदीस अजपा जपई ति मुनि योगीश ।।१६।। * આ પ્રમાણે પવનનો વિચાર કરી જુઓ. હમણાં હંસનો વિચાર કરીએ. હંસ (આત્મા) શ્વાસ દ્વારા અંદરમાં પ્રવેશ કરે છે અને બહાર નિકળે છે એવું આખા દિવસ-રાતનાં સોડહંનો આ પ્રમાણે ૨૧૬૦૦ વાર જાપ થાય છે. યોગીઓના ઈશ એવા મુનિ એટલા જ અજપા (ૐકારને) જપે છે. उदरि अंगि सवि व्याधि विनाश क्षयकुष्ठादिक श्वासनइकास । सहउं कहइ ते लोक प्रचार हंस जपइ तेउ जोग विचारु ॥१७॥ સોડહંના જાપથી પેટમાં, શરીરના અવયવોમાં રહેલા ક્ષય, કુષ્ઠ આદિ બધા રોગોનો નાશ થાય છે. શ્વાસ, કાસ (કફ) વગેરે થતા નથી. એવું બધા લોકો કહે છે તે લોકમાં પ્રસિદ્ધ છે. હમણાં હંસના જપનો યોગ્ય વિચાર જોઈએ. ऊरध अधह विगति तउं जाणि पूरि प्राणि भीडउ उडीयाणि । आकोंचनि उरथी लिओ पवनु इणपरि साधक गगनिइं गमउ ॥१८॥ તે નીચેથી ઉપર વ્યક્ત થઈ છે. એમ જાણીને પ્રાણવાયુને પૂરીને પ્રાણાયામ કરીને) | ઉડિયાણ બંધમાં તેને લગાડે છે. પછી આકુંચિત થયેલા (વાયુથી પૂરેલા) ઉરથી (હૃદયથી) પવનને | લઈને સાધક ગગનમાં (બ્રહ્મતારમાં) જાય છે. ऋषि जिण सासणि साधई योग संजमि सतरि भेदि उपयोग । नियमासनुं करइं प्राणायाम ध्यान धारणा धउलयशमठामु ॥१६॥ જિનેશ્વર ભગવાનના શાસનમાં સત્તર પ્રકારના સંયમનો ઉપયોગ કરીને ઋષિ મુનિ) યોગને સાધે છે. નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા કરીને જેતધ્યાનમાં સ્થિત થાય છે. ऋझइ योगी जीतइ सासि मन मृगले पदि पाडर पासि । प्राणायाम प्रसिद्धउं करमु मन मरिवा धुरि एहुं जु मरमुं ॥२०॥
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy