SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] तेजोराशिरुदात्तविंशतिभुजो यक्षाधिपः श्री सुरा धीशाः शासनदेवताश्च ददतु श्रेयांसि भूयांसि नः ||१२|| સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનના અધિષ્ઠાતાઓ શ્રી સરસ્વતીદેવી, શ્રી ત્રિભુવનસ્વામિની દેવી, શ્રી યક્ષરાજ ગણિપિટક, શ્રી શ્રીદેવી અને ચોસઠ ઇન્દ્રો તથા ચોવીસ શાસનદેવો વગેરે દેવતાઓ વડે જેમની પાદસેવા કરાઈ રહી છે તે શ્રી ગૌતમસ્વામી મહારાજ અને આ સર્વ દેવો અમને સૌ જીવોને પરમ શ્રેય આપનારા હો. પ્રેષક : પૂ. મુનિરાજશ્રી જિનસેનવિજયજી મહારાજ [જિનસંદેશના તા. ૧૫/૧૧/૭૭ના ગૌતમસ્વામી વિશેષાંકમાંથી સાભાર.] *** गौतम मातृका आदिपणव समरू सुविचार बीजी माया त्रिभुवनि सार । श्रीमंतमणी जपु निसिदीस अरिहंत पयनितु नामु सीस ॥१॥ [ ૧૯૩ ૐકારને એકાગ્રતાથી સ્મરું છું. તે પછી બીજા હી કારને કે જે ત્રણે ભુવનમાં સારભૂત છે, તેને સ્મરું છું. શ્રી બીજથી સહિત (શ્રી) એવા અરિહંત ભગવાનને નિશદિન જપું છું અને તેમનાં ચરણકમલમાં હંમેશાં મસ્તકને નમાવું છું. गणहर गरुओ गोयमसामि अखयनिहि हुई तेह नई नामि । नवनिधान तेहं चउदियरयण जे नितु समरई गौतम वय धण ॥२॥ મોટા ગણધર જે ગૌતમસ્વામી કે જેમના નામથી અક્ષયનિધાન પ્રાપ્ત થાય છે. જે હંમેશાં ગૌતમનાં વચનને સ્મરે છે તેને નવે નિધાન અને ચૌદે રત્ન પ્રાપ્ત થાય છે. गौतम वचन अछइ जगि सार, माई बावन तणु विचार । चउदपूरवि अंगि बावन जाणि आगमि वेदि स्मृति पुराण ||३|| ગૌતમવચન જગતમાં સાર છે; કારણ કે તે બાવન માતૃકાનો વિચાર છે. બાર અંગો, ચૌદ પૂર્વે, આગમો, વેદો, સ્મૃતિઓ અને પુરાણોમાં એ બાવન અક્ષરો જ છે. अक्षर अक्षरि आप विचार पदपिंडरूपि अछइ अपार । अक्षर पामई मुक्ति संयोग अक्षरि मनकामित छइ भोग ||४|| અક્ષરમાં અક્ષર આત્માનો વિચાર છે. તેનો વિચાર પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ વગેરે અપાર ભેદોથી થાય છે. અક્ષરથી જીવ મુક્તિનો સંયોગ પ્રાપ્ત કરે છે; અને અક્ષરથી જ મનકામિત ભોગોને પ્રાપ્ત કરે છે. भलै भणिजै सुखमनशक्ति इड पिंगल त्रिजी तेह विगति । कामह विषह निरंजनशक्ति संयोगिइं अकल अजेओ ॥५॥ તેમાં પ્રથમ સુષુમ્ના શક્તિ ભલી છે. ઇંડા, પિંગલા અને ત્રીજી સુષુમ્ના વ્યક્ત છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy