SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૭૫ વિશેષણોનું અહીં વર્ણન કરવામાં આવે છે. તે કાળ ને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના જ્યેષ્ઠ અન્તવાસી ઇન્દ્રભૂતિ નામના અણગાર ગૌતમ ગોત્રના સ્વામી ભગવાનની બહુ દૂર નહિ તેમ બહુ નજીક પણ નહિ, ઊર્ધ્વજાનું એટલે ઉભડક રહેલા, અધોશિર એટલે નીચે નમેલા મુખવાળા ધ્યાનરૂપી કોષ્ઠમાં પ્રવિણ સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. તો એ ગૌતમ મહારાજ કેવા છે તે ૧૮ વિશેષણો દ્વારા જણાવવામાં આવે છે – 9. સપ્ત દસ્તોછૂઃ– સાત હાથની ઊંચી કાયાવાળા. ૨. સમતુરત્ર સંસ્થાનíસ્થિત – પ્રમાણસર તથા મનોહર અંગ-પ્રત્યંગવાળા, તેમ જ જ્યારે પલાંઠી વાળીને બેઠેલા હોય ત્યારે બંને ઢીંચણનું આંતરું તથા આલન અને કપાળના ઉપરના ભાગનું આંતરું, જમણી બાજુનો ખભો અને ડાબી બાજુના ઢીંચણનું આંતરું તથા ડાબી બાજુનો ખભો અને જમણી બાજુના ઢીંચણનું આંતરું સરખું હોય તેવા. રૂ. પ્રઋષભનાર/વસંદનનઃ– મર્કટબંધથી બંધાયેલાં બે હાડકાંની ઉપર ચર્મમય પાટો અને તેના ઉપર ખીલી મારવામાં આવી હોય તેવા અસ્થિસંચયવાળા. ૪. નyવનિષપર:– કષપટ્ટકમાં કરવામાં આવેલી સુવર્ણની રેખા જેવું કાંતિમાન તથા કમળના કેસર જેવા ગૌર શરીરવાળા. ૬. ૩પ્રતપ:- સામાન્ય માણસો જે તપ કરવાનો વિચાર સુધ્ધાં ન કરી શકે તેવા ઉગ્ર તપને કરનારા. ૬. સીતપ – કર્મના ગહન વનને બાળવામાં સમર્થ જાજ્વલ્યમાન અગ્નિ જેવા ધર્મધ્યાનાદિ તપને કરનારા. ૭. તતતપાઃ– તપના આચરણથી કર્મોને તથા આત્માને તપાવનારા. 5. મહાતપાઃ– આશંસા (તપના ફળની ઇચ્છા) વગેરે તપના દોષોથી રહિત અને એથી પ્રશસ્ત ગણાય તેવા તપને કરનારા. ૬. ભીમ – ઉગ્ર તપ કરવાના કારણે અલ્પ સત્ત્વવાળા પાસત્થા વગેરે શિથિલાચારી સાધુઓને માટે ભયાનક. ૧૦. ધોર:– પરીષહોને સહન કરવામાં તથા ઈન્દ્રિયોને દમવામાં નિર્દય. 99. ધોરાજી:– સામાન્ય મનુષ્યો માટે આચરવા મુશ્કેલ બને તેવા મૂલગુણાદિકને ધારણ કરનારા. ૧૨. ઘોરતપસ્વી- ઘોર તપોને કરનારા. રૂ. ઘોવૃદાવર્યવાહી– અલ્પ સત્ત્વવાળા જીવોથી ન આચરી શકાય તેવા ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય ગુણોમાં વાસ કરનારા. 9૪. ૩૭ઢશરીર – શરીરની સેવા-સુશ્રુષા નહિ કરવાના કારણે જાણે શરીરનો ત્યાગ જ ન કર્યો હોય તેવા જણાતા.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy