SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૭૩ શ્રાવસ્તી નગરીમાં ગોચરી અર્થે નીકળેલા પિંગલક નામના ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય યોગાનુયોગ સ્કંદક પરિવ્રાજકના આશ્રમમાં પહોંચી જાય છે. અને ત્યાં બેઠેલા સ્કંદક પરિવ્રાજકની આગળ પાંચ પ્રશ્નો રજૂ કરે છે : “લોક, જીવ, મોક્ષ, અને સિદ્ધના જીવો શાશ્વત છે કે અશાશ્વત છે ? કયા મરણથી મરતો જીવ વૃદ્ધિ પામે છે કે હાનિ પામે છે ?” પિંગલક મુનિના એ પાંચ અશ્રુતપૂર્વ પ્રશ્નો સાંભળી પરિવ્રાજક સ્કંદક એકદમ ઊંડા વિચારમાં ઊતરી ગયા ને ઘણી મથામણ પછી પણ એમને એના ઉત્તરો ન મળ્યા ત્યારે તેઓ વિચારી રહ્યા કે, આ ઉત્તરો મેળવવા મારે હવે શું કરવું? ત્યાં જ લોકોના મુખેથી ભગવાન મહાવી૨ કૃતંગલા નગરીમાં પધાયિના સમાચાર એમના કાને પડ્યા ને તરત જ એમણે ભગવાન પાસે જઇ એના ઉત્તરો મેળવવાનો નિર્ણય કર્યો ને એ જ વખતે પોતાની સઘળી સામગ્રી લઇ ભગવાનના સમવસરણ તરફ આવવા લાગ્યા. સ્કંદક પરિવ્રાજક રાજમાર્ગે થઇને સમવસરણ તરફ આવી રહ્યા હતા ત્યારે જ ભગવાને ગૌતમ મહારાજને કહ્યું કે, ગૌતમ ! આજે તું તારા પૂર્વ સંગતિક-પરિચિતને જોઇશ. ગૌતમસ્વામી : પ્રભો ! કોણ ? અને ક્યારે ? ભગવાન મહાવી૨ : ગૌતમ! સ્કંદક પરિવ્રાજકને હમણાં જ જોઇશ. આપણા પિંગલક મુનિએ પૂછેલા પાંચ પ્રશ્નો એમને ન સમજાતાં જિજ્ઞાસાથી તેઓ પૂછવા આવી રહ્યા છે. ગૌતમસ્વામી : ભગવાન ! તેઓ આપના વચનથી બોધ પામી, અગારનો ત્યાગ કરી અનગારિતા—સાધુતાનો સ્વીકાર કરશે ? ભગવાન મહાવીર ઃ હા ગૌતમ ! તે બોધ પામી સાધુતાનો તો સ્વીકાર કરશે જ. પણ એથીય આગળ તપ-સંયમ વડે આત્માને ભાવિત કરતાં પરમ વિશુદ્ધ પરિણામથી કર્મ ખપાવી સિદ્ધબુદ્ધ-યુક્ત થઇને પરિનિવૃત્ત થશે. એ સાંભળી રાજી રાજી થઇ ગયેલા ગૌતમ મહારાજ તરત જ સ્કંદક પરિવ્રાજકને આવકારવા દોડી જાય છે ને નજરે પડતાં જ “સાયં હંયા | મુસાયં સંયા અગુરાયં કુંવા।'' એવાં સ્વાગતવચનો બોલી સ્કંદક પરિવ્રાજકને સ્નેહ અને સદ્ભાવની સરવાણીથી એવા તો ભીંજવી દીધા કે એમને ભગવાન પાસે આવવાનું એકદમ સરળ થઇ ગયું. તેઓ ત્યાં આવ્યા કે તરત ભગવાને આત્મીય ભાવે એમના પાંચે પ્રશ્નોના સચોટ ઉત્તરો આપ્યા. તે સાંભળી પ્રતિબોધ પામેલા તેઓ ભગવાનના શિષ્ય થયા. અનેક પ્રકારનાં ઉત્કૃષ્ટ તપો તથા ગુણરત્ન સંવત્સર નામનું મહાન તપ પણ તેમણે કર્યું તથા તપ-સંયમ વડે આત્માને ભાવિત કરતાં તેઓ સકલ કર્મનો ક્ષય કરી પરમ પદના ભાગી બન્યા. આ રીતે શ્રી સ્કંદક પરિવ્રાજક સાથેની પોતાની પાંચ ભવની પ્રીતનો ગૌતમ મહારાજે આદર્શ ગણાય તેવો જવાબ આપ્યો. અનુપમ નમ્રતા ગ્રામાનુગ્રામ વિહાર કરતાં શ્રી કેશીકુમાર શ્રમણ તથા શ્રી ગૌતમ મહારાજ-બંને શ્રાવસ્તી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy