SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૬૯ લપેટાઈ જવાનું છે. વધુમાં લખે છે કે દુઃખમાં કદી ડગી ન જશો. મહાપુરુષોએ અનેક દુઃખો હસતા મુખે સ્વીકારીને ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાનને પામ્યા છે. જીવતરનો સાચો આનંદ એ અંદરથી માણવાની ચીજ છે. ગૌતમસ્વામીનું જીવન આપણને આ સંબંધે ઘણું ઘણું કહી જાય છે. લબ્લિનિધાન પાસે આપણી મંગલ પ્રાર્થના છે કે આપણી ગુણસમૃદ્ધિમાં હરહંમેશ વૃદ્ધિ થતી રહે, આપણું ચિત્ત નિર્ભયતાનો આનંદ અનુભવી શકે, આપણું હૃદય અખેદના ઉલ્લાસ અનુભવે, આપણા અંતઃકરણમાં એકત્વનો ઉત્સવ ઊજવાતો રહે, જીવમૈત્રીનો રાસ નિરંતર રમાતો રહે અને વીતરાગ પરમાત્માની કૃપાવર્ષા અને ભગવતીમાતા પદ્માવતીજીના આશીર્વાદ સતત મળતા રહે તેવી મંગલ કામના છે. પ્રેરણા-સહયોગનાં અનેક ઝરણાં અને આભારદર્શન લબ્લિનિધાન ગુરુ ગૌતમસ્વામીના ગ્રંથ-પ્રકાશનમાં શાસનસમ્રાટ પૂ. આ. મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિ-ઉદયસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ આ. દેવ શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરિજી મહારાજશ્રીના પણ અમને આશીર્વાદ સાંપડ્યા. એવા જ વાત્સલ્ય પ્રેમભાવ પ. પૂ. આ. શ્રી દેવસૂરિજી મ. સા. તથા પ. પૂ. આ. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજશ્રીએ બતાવેલ છે. તેમની અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે પણ આ ગ્રંથ માટે તેમણે સતત કાળજી લીધી છે. શ્રી ગૌતમસ્વામીજીના ૨૫૦૦ વર્ષના ઉપલક્ષ્યમાં ૨પમી નિર્વાણ શતાબ્દી નિમિત્તે પ. પૂ. આ. શ્રી | માનતુંગસૂરિજી મ. સા., પૂ. આ. શ્રી ઇન્દ્રસેનસૂરિજી મ. સા., પૂ. મુનિપ્રવર શ્રી લલિતસેનવિજયજી | મહારાજશ્રી, ૫. સા. શ્રી ઉદયયશાશ્રીજી મ., પૂ. સા. શ્રી ચામ્રજ્ઞાશ્રીજી મ., પૂ. સા. શ્રી ચંદ્રલેખાશ્રીજી મ. તથા શ્રી મોહનસૂરિ સમુદાયના પ્રભાવક સાધ્વીરત્ના પૂ. સા. શ્રી પ્રિયંવદાશ્રીજી મ. સા. અને તેમનાં શિષ્યા પૂ. સા. શ્રી પદ્મયશાશ્રીજી મહારાજ આદિનો સારો સહયોગ મળેલ છે. ઘણા સમયથી અમરેલીમાં સ્થિરવાસ રહેલા પૂ. સા.શ્રી પદ્મયશાશ્રીજી મહારાજના દરેક પત્રોએ આ ગ્રંથના સંપાદકને ફુર્તિદાયક પ્રેરણા મળતી રહી છે. ઉપરાંત માર્ગદર્શન સાથે સહયોગરૂપ યોગદાન અનેક પૂજ્ય શ્રમણભગવંતો અને મહાનુભાવો દ્વારા પણ પ્રાપ્ત થયું છે. સંદર્ભસાહિત્યની આ પ્રકાશન-પ્રવૃત્તિમાં આત્મીયભાવે સહસંપાદક જેવી પ્રશસ્ય સેવા આપનાર ભાવનગરના જ “જૈન પત્ર'ના પૂર્વે તંત્રી તથા જૈનધર્મના પ્રાચીન અવચીન ઇતિહાસના અને વર્તમાન વિવિધ માહિતીના જાણકાર ભાઈશ્રી વિનોદરાય ગુલાબચંદ શેઠના સ્નેહ-લાગણી ભલાય તેમ નથી. તેમની અને કવિધ જવાબદારીઓમાંથી સમય-શક્તિનો ભોગ આપી આ સંપાદન કાર્યમાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. તેમના આ પ્રદાન માટે અને જે રીતે તેઓ અમને ઉપયોગી બન્યા છે તેથી જિનશાસન પરત્વેના તેમના ભક્તિભાવની તથા અમારા પ્રત્યેના આત્મીયભાવની પ્રતીતિ થયા વગર રહેતી નથી. સર્વગ્રાહ્ય બની શકે તે રીતે આ ગ્રંથની સમગ્ર મૅટરને યથાયોગ્ય રીતે રજૂ કરવામાં તેમનાં ઉપયોગી સૂચનોથી આ પ્રકાશન સમૃદ્ધ અને વૈ ધ્યસભર બનવા પામ્યું છે. ફોટોગ્રાફી કલેક્શનમાં પાલીતાણાના ચંદ્રકાંતભાઈ તેમ જ અમદાવાદના સ્નેહલભાઈનો સહયોગ પણ નોંધપાત્ર છે. હૈયાના કોઈ અદમ્ય ભાવોલ્લાસ સાથે છેક શરૂથી આ ગ્રંથયોજનામાં રસ લેનાર પૂ. મુનિશ્રી હર્ષસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી હર્ષશીલવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy