SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૧૫૭ પુણ્યવિજયજી મ.નો ગ્રંથભંડાર, વડોદરામાં પ્રાચ્યવિદ્યામંદિર, ગાયકવાડ ઓરીએન્ટલ ગ્રંથમાળા, ખંભાતનો શાંતિનાથજીનો તાડપત્રીય જ્ઞાનભંડાર તથા આચાર્યશ્રી વિજયનેમિસૂરિ ગ્રંથભંડાર, અમદાવાદમાં ડહેલાના ગ્રંથભંડાર, પાલડીમાં જૈન પ્રાચ્યવિદ્યામંદિર વગેરેમાં હસ્તપ્રતોનો વિપુલ ભંડાર પડ્યો છે. કચ્છ-કોટડામાં પણ સંગ્રહ છે. બિકાનેરમાં ન્હારાજીનો સંગ્રહ, ઉદેપુરના ગ્રંથભંડારો, રાજસ્થાનમાં જોધપુરના મહારાજાનો સંગ્રહ, ઉત્તરમાં વારાણસી પાસે સરસ્વતી ભવનમાં, બિહારમાં નાલંદા, દરભંગા, પટણા યુનિવર્સિટી, બંગાળમાં કલકત્તા યુનિવર્સિટી, પંજાબમાં હોશિયારપુરમાં હસ્તપ્રતો વિપુલ પ્રમાણમાં છે. હજુ અદ્યતન પદ્ધતિએ તૈયાર કરવામાં આવતો શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર કોબામાં પણ હસ્તપ્રતોનો વિશાળ સંગ્રહ છે. આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મ. સા. આ કાર્યમાં ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા છે. જૈન શ્રીસંઘો ધારે અથવા અમદાવાદનું શ્રીમતી શારદાબેન ચીમનભાઈ લાલભાઈ શૈક્ષણિક સંશોધન કેન્દ્ર અને તેના નિયામક ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહ જેવા જેનશાસનને સંપૂર્ણ સમર્પિત સાક્ષરો ધારે તો આ બધી હસ્તપ્રતોમાંથી ગૌતમસ્વામી સંબંધે યોગ્ય સંકલન કરાવીને વ્યવસ્થિત રૂપમાં એક આકરગ્રંથ તૈયાર થઇ શકે તેમ છે. ( રૂપ-રંગ—સૌષ્ઠવ અદભુત અને મહાન તપસ્વી : જેમના પાવનકારી નામનો આવો અદ્ભુત મહિમા છે અને વીર ગણધર તપ, ગૌતમ પડઘો તપ, ગૌતમ કમલ તપ, નિવણિ દીપક તપ અને શાશ્વત એવા વીશ સ્થાનક તપમાં પણ ગૌતમપદ એક સ્થાનક રૂપે આરાધાય છે પ. પૂ. આ. શ્રી જયઘોષસૂરિજી મ.સા.નો ગૌતમપદ ઉપરનો મનનીય લેખ ખાસ વાંચવા જેવો છે–આવાં તપો જેમના નામ સાથે સંકળાયેલાં છે અને જે સ્વયં મહાન તપસ્વી હતા છતાં તેઓ દુર્બળ તો ન જ હતા. બીજી ચોવીશીઓમાં કે તીર્થોમાં વીશસ્થાનક તપમાં આ ગૌતમપદ નામનું પદ વૈયાવચ્ચ પદ નામથી આરાધાય – આટલું વાચકોએ જાણવું જરૂરી છે. તપ એટલે ઉપવાસ, આયંબિલ આદિ એ વ્યાખ્યા સાચી હોવાં છતાં પૂરતી નથી. જેના દર્શને આ તપને બાર પ્રકારમાં વર્ણવેલ છે અને વિગતો રસપ્રદ અને પ્રેરક છે. સાધુજીવનમાં એ બારેબાર કે એ બારમાંના કોઈ પણ પ્રકારની બહુલતા જોવા મળતી હોય છે. જૈન શાસનમાં તપ અને તપસ્વીઓની ઉજ્જવળ પરંપરાનો વિશાળ પ્રવાહ અખ્ખલિતપણે વહેતો જ રહ્યો છે. પર્યુષણ જેવાં પવમાં તો આ તપસ્યાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. ભગવતી સૂત્રમાં તેમની દેહસંપદા વર્ણવતાં સાત હાથની લંબાઈવાળા આકાર સમચતુરસ્ત્ર અથતિ બધી રીતે સમને સંઘયણ પરિપૂર્ણ વજૂઋષભનારા અથતિ વજૂ સમાન સુદઢ ને મજબૂત અસ્થિયુક્ત શરીરશોભા હતી. શરીરનો રંગ કસોટીના પથ્થર પર અંકિત સુવણરખા સમાન, કમલકેસર સમાન પદ્મગંધી શરીર હતું. વિશાળ લલાટ અને કમળની પાંખડી જેવા લાલ, ગોળ અને કોમળ નેત્રદ્રય પ્રકાશમાન હતાં. અષ્ટાપદજી તીર્થના આરોહણ સમયે તપોદુર્બળ કૌડિન્ય, દિન્ન અને શવાલ નામના તાપસો આવા હૃષ્ટપુષ્ટવયવાળા ગૌતમ અષ્ટાપદજીની આઠમી મેખલા સુધી આરોહણ કરી શકશે કે કેમ ? તેની શંકા સેવતા હતા પણ ગૌતમસ્વામીને પગથી પગથિયાં ક્યાં ચઢવાનાં હતાં ? હાથ લંબાવ્યો ! ને સૂરજનાં કિરણોએ તેમને અષ્ટાપદના શિખર ઉપર મૂકી દીધા અને તાપસો જોતા જ રહ્યા. આ હતી તેમની શક્તિસંપન્નતા! ગૌતમપ્રભુ ચાલતા ત્યારે ધરતી તેમનાં મંગલમય પગલાંથી રોમાંચ અનુભવતી. આવી અદ્ભુત હતી તેમની પ્રચંડ પ્રતિભા....!
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy