SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] [ મહામણિ ચિંતામણિ કરવામાં મદદ કરવા મકાન ના વીમા કકક કકકમ અમનન નનનનન નનનન નનનનન નનનન નનનન , મકવાના વાર ન લાગ્યા ના કાકા બાપાના જવાબ આપવામાં 'વિવિધ માધ્યમો દ્વારા ભક્તિવંદના : પ્રભુ જિનેશ્વર ભગવંતોની પૂજા-ભક્તિ-ઉપાસના અનેકવિધ પ્રકારે કરવામાં આવે છે. જૈનધર્મમાં પૂજાના મુખ્ય બે પ્રકાર જણાવવામાં આવ્યા છે. (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા. દ્રવ્યપૂજા એ એક જાતની બાહ્ય પૂજા છે, જ્યારે ભાવપૂજા અંતરંગ પૂજા છે. દેવપૂજામાં વિવિધ વસ્તુઓ-સાધનોનો ઉપયોગ થાય છે જ્યારે ભાવપૂજામાં માત્ર અંતરનો જન્મનના ચિંતવનનો, હૈયાના ભાવનો જ ઉપયોગ થાય છે. આ ભાવપૂજા ધ્યાન, જપ અને કીર્તન-સ્તુતિ, સ્તોત્ર-સ્તવન, ચૈત્યવંદન આદિ અનેક પ્રકારે થાય છે. આ ભાવપૂજાની અભિવ્યક્તિમાં જિન-મંદિરે નિત્ય પ્રભુ સન્મુખ સ્તુતિ, સ્તોત્ર, સ્તવન, ચૈત્યવંદન કરવામાં આવે છે. તેમ અવસર-અવસરે પૂજા-પૂજનો, રાત્રિ ભાવનાઓ (રાત્રિજગો), રાસાઓનું વાંચન-શ્રવણ આદિ પણ કરવામાં આવે છે. આ રાસાઓમાં જેમ જિનેશ્વર ભગવંતોનું જીવનકવન જોવા મળે છે તેમ જૈન ધર્મના પરમ ઉપકારી ગુરુ ભગવંતોનાં જીવનકવન અને પરમ જિનોપાસક શ્રાવકો (રાજાદિ)નાં જીવનકવનોને પણ આ રાસ-રાસાઓના માધ્યમે વણી લેવામાં આવ્યાં છે. ઘર અને ગામ, સંઘ અને ઉપાશ્રયોમાં ગૂંજતો અને ગાજતો શ્રી ગૌતમસ્વામી મહારાજાનો રાસ આબાલવૃદ્ધો આજે પણ દતચિત્તે શ્રવણ કરે છે એ રાસનો ગુર્જરાનુવાદ આ ગ્રંથમાં સુંદર રીતે સંકલિત કરેલ છે. પંદરમી સદીમાં ખંભાત બંદરે ચાતુમાં રહેલા પૂ. શ્રી ઉદયવંત મુનિશ્રીએ રચેલ ગૌતમસ્વામીનો મોટો રાસ તેના અર્થ સાથે આ ગ્રંથમાં પ્રસ્તુત છે. આજે પણ સકલ સંઘોમાં માંગલિક રૂપે આ જ રાસ ભાવથી ગવાય છે. ઢાળો પણ ખૂબ જ મનનીય અને મનોહર જણાય છે. આ રાસો-સાહિત્ય અત્યારે જે ઉપલબ્ધ છે–જોવા મળે છે તે વિશેષ કરીને વિક્રમની ૧૩મી સદીથી ૧૭મી સદીનું છે. આ રાસોનું વાંચન વ્યાખ્યાનમાં કે વ્યાખ્યાનના એક પ્રકાર રૂપે કરવામાં આવતું હોય છે. વર્તમાનમાં જે રાસોનું વાચન થાય છે તેમાં ‘શ્રીપાળ રાજાનો રાસ’ વિશેષ જોવા મળે છે. શ્રીપાળ રાજાના રાસની રચના ઉપા) શ્રી વિનયવિજયજી તથા ઉપા) શ્રી યશોવિજયજીએ કરી છે. તેની કથા રાજા શ્રેણિક સમક્ષ રજૂ કરનાર શ્રી ગૌતમસ્વામી છે. આ રાસા-સાહિત્યમાં “ગૌતમસ્વામીના રાસ'નો પણ કંઈક એવો જ મહિમા જોવા મળે છે. “શ્રી ગૌતમસ્વામીના રાસ'ની રચના એક નહીં, અનેક જોવા મળે છે. પૂજ્ય ગુરુ ભગવંતો તેમ જ શ્રાવક કવિઓ (કવિ શ્રી ઋષભદાસ આદિ) દ્વારા સમયે સમયે શ્રી ગૌતમસ્વામીના રાસની રચનાઓ થતી રહી છે. આ રચનાઓમાં વિ. સં. ૧૪૧૨માં ખંભાતમાં રચેલી પૂજ્ય શ્રી ઉદયવંત (ઉપાધ્યાય વિનયપ્રભ) મહારાજની રચના લોક-પ્રસિદ્ધ પ્રિય અને અલૌકિક છે. વિવિધ રાસો-રાગોનું સંયોજન-અભિવ્યક્તિ એટલે જ રાસ. તેમાં પણ પ્રસ્તુત રાસમાં થયેલી અભિવ્યક્તિ અવર્ણનીય અનેક અર્થ-સંદર્ભોને અભિવ્યક્ત કરતી હોઈ વર્ણનીય છતાં અવર્ણનીય છે. આ રાસો સાહિત્યની કેટલીક સામગ્રીનું આ ગ્રંથમાં સંકલન ૨જૂ કરનાર અમદાવાદના જાણીતા પ્રાધ્યાપક અને જૈનધર્મપ્રેમી શ્રી કમુદચંદ્ર જી, શાહે જૈન સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે તેમની ઉત્તરાર્ધ અવસ્થામાં ઘણી મોટી સેવા આપી છે. ગૌતમ માલુકા વગેરે પ્રેસ મૅટર શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ મુંબઈથી પ્રાપ્ત થઈ છે જે માટે તેમનો આભાર માનીએ છીએ. 'ગણધર શ્રી ગૌતમસ્વામી અત્ર ...તત્ર...સર્વત્ર... નિર્મળ નિઃસ્વાર્થ જીવનસાધના અને પરગજુ પ્રકૃતિને લઈને શ્રી ગૌતમસ્વામીના નામનો
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy