SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ ભારતવર્ષ ] "" ત્યાં શાહીનું એક ટપકું કરવું ” અને ખીજે દિવસે એવા શેરા સાથે કે “જેને જે ભાગ સારામાં સારા લાગે ત્યાં શાહીનું ટપકું કરવું ” અને બન્ને દિવસના શેરા, એકબીજાથી તદ્દન ઉલટી દિશાના સૂચિત હૈ।વા છતાં, બન્ને દિવસનું પરિણામ તા એક ધારૂં જ નીવડ્યું હતું; કે આખીએ છબી કાળી શાહીના એક ચિત્રપટ જેવી બની ગઇ હતી. તેમ મારા પુસ્તકને નિહાળતાં પણ્ સંભવિત છે કે, કદાચ એ જ પ્રકારનું પરિણામ આવે. કેમકે, જ્યાં વિષય જ એવા લેવાયલ છે અને, આખાયે પુસ્તકમાં અત્યાર સુધી ચાલી આવતી માન્યતાઓને કાંતા તદ્દન ઉથલાવી નાંખવામાં આવી છે અથવા તેા વધતા ઓછા અંશે નવીન સ્વરૂપ જ અપાયલું છે, ત્યાં વાચકાએ પાતાનાં પૂર્વબદ્ધ મંતવ્યેાને આધારે મારાં વિધાને કસી ન જોતાં, જેમ કાર્ટમાં ન્યાયાધિશો પોતે, ગમે તેટલું અને ગમે તેવું, વૃત્તપત્રોમાં વાંચ્યું હાય કે પેાતાના મિત્રમંડળમાંથી સાંભળ્યું હાય છતાં તે સર્વે ભૂલી જ−with `a clear state of mind-પેાતાની સમક્ષ જે જુબાની પડે છે તથા ચર્ચાઓ અને દલીલા કરાય છે તે ઉપર જ કેવળ વિચાર કરીને આખા મુકદમા સારાસાર તારવી કાઢે છે, તેમ વાચકગણને મારે વિનય અને વિનયભાવે એટલી જ પ્રાર્થના કરવાની કે તેમણે પણ્, આગલું પાછલું સર્વ ભૂલી જઈ, . જે વિચારે અને દલીલા મેં રજી કયા હાય, તે ઉપરથી જ પેાતાના નિર્ણયા ખાંધરશે. કહેવત છે કે, લાડુમાં કેટલા લાટ, ઘી કે ગાળ નાંખ્યા, કે કેમ તૈયાર કરવામાં આવ્યેા તેની કડાકુટમાં ન ઉતરતાં લાડુ ખાવાની સાથે જ આપણે કામ રાખીએ છીએ અને તે ખરાખર ગન્યા થયેા છે યા નહિ તે ઉપરથી તેના તાલ કાઢીએ છીએ, તેમ સિદ્ધાંતા રજી કરવાની મારી પતિ, ચર્ચા કરવાની રીત કે દલીલે। તાળી જવાની શૈલી તરફ ધ્યાન ન આપતાં, પરિણામ વ્યાજબી છે કે નહીં; એટલે કે, જે સિદ્ધાંત (theory) મેં પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો છે તે ખરાખર છે કે નહીં, તે જ તેમણે તપાસવું રહે છે. અને મને હિંમત છે તેમજ મારા મનદેવતા સાક્ષી પૂરે છે કે, જ્યારે સમયની ગણત્રીએ જ મુખ્ય ભાગે મ કામ લીધું છે તથા જેમ ગણિતના એક દાખલે પૂર્ણ થયા ખાદ, તેના તાળા મેળવતાં જો બધું યથા [ ૩૫૫ "" સ્થિત દેખાય છે તે તેના પરિણામ વિશે સેાએ સા ટકા તે ખરે। હાવાની જ ખાત્રી રહે છે, તેમ મેં પણ મારા સિદ્ધાંતા મેળવી જોયેલ હાવાથી તે ખરા હેાવાના મને સંતાપ અનુભવાય છે. છતાં આ વિભાગે આદિમાં ટાંકેલી ઉકિત પ્રમાણે “ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે અને તેથી જ કાઇપણ મનુષ્ય પેાતાના દ્મસ્થ જ્ઞાનને અંગે પરિપૂર્ણ હાવાના દાવા કરી શકતા નથી. તેટલા માટે, તેમજ આ ગ્રંથલેખનના મૂળ આશય મારા અભ્યાસવૃત્તિને જ હાતે, ભલે પૂ. આ. મ. શ્રી ઈન્દ્રવિજયસૂરિજીને તથા તેમના સહાયક શ્રીયુત કૃતેચંદને મારા મંતવ્યેા જૈન સંપ્રદાયની કેટલીક ચાલુ માન્યતાથી વિપરિતપણે લાગવાથી, જૈનેાની આગેવાન ગણાતી સંસ્થા નામે છે. મૂ. કાન્ફરન્સ એપીસનું આ ખાબત તેમણે ધ્યાન દોર્યું છે, તેમ હું પણ સામેા ચાલી આવીને, તે સંસ્થાને તેમજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને વિનંતિ કરૂં છું કે, તે કાઇ વ્યક્તિ અથવા સમિતિ નીમીતે, મારાં પુસ્તકાની સમીક્ષા કરાવે તથા મને રૂબરૂમાં ખેલાવી મારા વિચારા અને દલીલો સાંભળવાની જોગવાઇ ઉતરાવે. તે જ પ્રમાણે અન્ય વિદ્વાનવર્ગ તથા ગુજરાત વર્નાકયુલર સેાસાટી, ગુજરાતી સાહિત્ય સભા, કારબસ સભા, ગુજરાત રીચર્સ ઇન્સ્ટીટયુટ અને ધી મેએ યુનીવર્સીટી, જેવી આ વિષયમાં રસ લઇ રહેલી સંસ્થાઓને પણ સવિનયં વિનંતિ છે કે, જ્યારે હું તેમનામાંના જ એક ક્ષુલ્લક અને બાળઅભ્યાસી છું ત્યારે તે પણ, મને તેમજ મારાં પુસ્તકાને, તપાસે અને જ્યાં જ્યાં ખામી, ત્રૂટિ કે અપૂર્ણતા માલૂમ પડે ત્યાં ત્યાં તે સુધરાવે; અને ભારતવર્ષના ઇતિહાસને જે અન્યાય અત્યાર સુધી થઈ રહ્યો છે. તેને નિર્મૂળ પ્રકાશિત થયા આંદ, એક વર્ષ સુધીમાં એટલે કે કરવામાં પેાતાના હિસ્સા પૂરાવે. આ મારી વિનંતિ ૧૯૪૧ના ડીસેંમ્બરની ૩૧ સુધીમાં જો તે ઝીલવામાં નહીં આવે, તે મે’ પ્રતિપાદિત કરેલ સિદ્ધાંતા વ્યાજખી છે એમ માની લઈ, દુનિયાને જાહેર કરતા રહું તે તેને બાળચેષ્ટા કે ધૃષ્ણા નહી લેખવામાં આવે એવી ઉમેદ ધરાવું છું. પરમાત્મા મને સહાય કરે તે ઇચ્છા સાથે વિરમું છું. લિ. વિદ્યોપાસક ત્રિભુવનદાસ લ. શાહુ
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy