SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પષમ પરિચ્છેદ –ાણી પણ ઈતિહાસના અમરપાટ સમા શિલાલેખે કોતરાવે છે. પ્રાચીન ભારતવર્ષ બળ, શીલ, વૈભવને વિદ્યાકળાથી ગુંજતો હતો. સોમ પરિછેદ –રાણી નાગનિકા લગ્નગ્રંથીથી જોડાય છે. રાજકુમાર સગીર ઉંમરને હેવાથી રાણી રાજ્યકારોબાર જાતે સંભાળે છે. પિતાને નહિ, પણ નંદના કુમારને ગાદી મળી તેથી શ્રીમુખ દક્ષિણ તરફ પિતાના બળ સાથે ચાલ્યો જાય છે ને ત્યાં રાજ્યસત્તા સ્થાપે છે. અષ્ટમ પરિછેદ –બિલાડીના મુખ જેવા આકારને આગળ હતા. અકસમાતે પડી જવાથી રાજકુમાર સ્તનપાન કરતાં જ ઘવાય છે ને તેથી તેને કરૂણ અંત આવે છે. આથી નિર્દોષ બિલાડીઓનું આવી બને છે. પરદેશે સાથેના સંબંધે તે ચાલુજ હતા ને કેઈ કાળના પ્રવાસીઓએ ભારતના પ્રાણ અને શક્તિનાં મુક્તકંઠે ગુણગાન કર્યા છે. કુમારી સંઘમિત્રા ધર્મપ્રચારાર્થે વહાણુમાં બેસી પરદેશ ગઈ હતી. નવમ પરિચ્છેદ –રાજા પ્રિયદશિને પિતાનાં સગાંવહાલાં જે સ્થળે મરણ પામેલાં, તે સ્થળનું સ્મરણ રાખવા ત્યાં નાના ખડકલેખે ઉભા કરાવેલા. તિવલકુમાર બદમાશોના કાવત્રાને ભેગ બની માર્યો જાય છે. રાજા શાતકરણિ પતંજલિ મહાશયને માન આપી મિત્ર બનાવી મહદુસ્થાને સ્થાપે છે. - દશમ પરિચ્છેદ –રાજા અગ્નિમિત્ર અને માલવિકાનાં લગ્ન, ઈતિહાસના એક મહત્વના બનાવના સમરણમાં હાઈ ચિરંજીવ છે. નહપાણના જમાઈ રૂષભદત્ત નાશિકનાં તીર્થસ્થાને જીતી લઈ ત્યાં સુધી દેવજ ફરકાવેલો. વિક્રમાદિત્યના પરાક્રમથી યવનસેના હારી ને દેશ તેમના ત્રાસથી મુક્ત બન્યો. એકાદશમ પરિછેદ –-રાજા શાલીવાહન પરાક્રમી હતું, તે પણ તેને સાહિત્ય પ્રેમ એટલેજ તીવ્ર હતું. તે લંકા જીતી લઈને ત્યાંની રાજકુમારી પરણ્યો હતો. શાલીવાહન ધર્મપ્રેમી પણ તેવો જ હતું. તેણે પાલીતાણામાં પુષ્કળ દેવદેવાલયે બંધાવી ધર્મદેવજ પેલે. દ્વાદશમ પરિછેદ ––ઇતિહાસનાં સ્મરણચિન્હ સમી પગલીઓને નવ યુવાન યુવતી અંજલિ અર્પે છે. ને ઉગતા કાળ તરફ ફાળે ભરતો યુવાન ચાલી નીકળે છે. ત્રયોદશમ પરિછેદ --પ્લેચ્છના ત્રાસથી બચાવનાર મહાપુરુષને જન્મ એક વિચક્ષણ બનાવનું કારણ બની જાય છે. ગંગાજળમાં સ્નાન કરતી એક સુંદર બાળા સાથે નાગકુમાર મુગ્ધ બને છે ને કુંવરનો જન્મ થાય છે. તે મહાપુરુષ ધર્મનો તેમજ દેશનો ઉદ્ધાર કરી ઈતિહાસમાં અમર થાય છે. રાજા હાલ, માટીનાં રમકડાંથી સૈન્ય રચના કરતે ને તે રમકડાં જીવતાં સ્વરૂપ ધારણ કરતાં દુશ્મનોનાં કાળ બની જતાં. ચતુર્દશમ પરિછેદ --મહારાજ્યની પડતી વખતે અધેર ભયાનક હોય છે. નાનાં નાનાં રાજ્યો ઉત્પન્ન થાય છે. બળવા થઈ નાનાં રવતંત્ર સંસ્થાનો જામી જાય છે. ને પોતપોતાના નાના નાના કટકાઓમાં સંતેષ લઈને એક બીજા સાથે સમજુતિ રાખી સ્વતંત્ર રાજ્ય વ્યવહાર ચલાવું છે. .
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy