SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકોનું નિવેદન દરેક વખતની પેઠે સવા વર્ષને બદલે આ વખતે અઢી વર્ષે પુસ્તક બહાર પડે છે. તેનું કારણ અમારી આળસ નથી, પરંતુ વચ્ચે ઇંગ્રેજી શ્રેણિના ત્રણ પુસ્તક પ્રકટ કરવાં પડયાં હતાં. ગુજરાતી શ્રેણિનું આ પુસ્તક અણધાર્યું નીવડયું છે. તેથી તે નેંધાયેલા ગ્રાહકોને માત્ર બંધામણ ખર્ચ લઈને ભેટ તરીકે આપ્યું છે. અત્ર ગુજરાતી શ્રેણી સંપૂર્ણ થાય છે. એટલે અગાઉથી થનાર ગ્રાહકને જે સગવડતા અપાતી હતી તે હવે પાછી ખેંચી લેવામાં આવે છે. જેથી પાંચે પુસ્તકની છૂટક કિંમત રૂા. ૩૦) છે તે આખો સેટ ખરીદનારને ૨૦% કમિશનથી એટલે રૂા. ૨૪)માં અપાશે. છતાં કચવાટ ન ઉત્પન્ન થાય માટે આવતા છ માસ સુધી-એટલે તા. ૧-૭-૪૧ સુધીઆખે સટ ખરીદનારને રૂા. ૨૨ામાં આપવાનું ચાલુ રાખીશું. લડાઈને અંગે જેમ અનેક ચીજોના ભાવ વધી ગયા છે તેમ પ્રકાશન અંગે પણ સ્થિતિ થઈ ગઈ છે. અમારે કેટલોક બોજો ઉપાડવો પડવો છે પરંતુ વિદ્યાપ્રચારના મૂળ આશયની સરખામણીમાં તેને અ૯૫ ગણીએ છીએ. પોતાના દેશના ઉદ્ધાર માટે તેને ખરે ઈતિહાસ જાણવાની અતી ઉપયોગિતા તે સર્વ કઈ સ્વીકારે છે જ. પરંતુ મોટે ભાગ એમ માને છે કે, અતિ પ્રાચીન ઈતિહાસના જ્ઞાન કરતાં, તાત્કાળિક પૂર્વના કે બહુ બસો ચાર વર્ષ પૂર્વનાની ખાસ જરૂર ગણાય; એટલા માટે કે બન્ને સમયની તુલના કરી, તેમાંથી અગત્યને સાર તારવી શકાય. જ્યારે શાસ, ભાગ જેમાં અમે પણ સંમત છીએ—એવું માનવું છે કે, નજીકના કરતાં વિશેષ પ્રાચીન સમયને ઈતિહાસ જાણવાથી જ ફાયદો લઈ શકાય; કેમકે જેમ સરખામણીને સમય નજીક, તેમ બન્ને વચ્ચેના મુદ્દાઓ અતિ સૂક્ષમ રહે, એટલે જેમ તારવણી કરવામાં મુશ્કેલી તેમ તેને ઉપાય શોધવામાં પણ કઠિણતા; અને વિશેષ ઉપયોગી તત્વ જે ફળપરિણામ, તેની તે સંભાવના પણ પાછી જ. આ સર્વ વિઘનાં નિવારણ માટે, સરખામણી કરવા ધારેલ બે સમયના ઈતિહાસ માટે વિશેષ અંતર જવું રહે. જેમ અંતર વિશેષ તેમ પરિણામ વધારે ફળદાયી નિવડવા વકી રહે. એટલે જ જે પ્રાચીનતમ સમયને પ્રમાણભૂત ઇતિહાસ મેળવી શકાય તેમ છે તેને અમે પસંદ કર્યો છે. આપણા દેશના ખાસ અભ્યાસીઓ તે, બીજા વિષયના પ્રમાણમાં આમે ઓછા છે જ, તેમાં જે સમય અમે હાથ ધર્યો છે તે માટેના તે ઘણાએ ઓછા જ. આ કારણથી બહારના વિદ્વાનના ચરણે અમારું મંતવ્ય ધરવા, વિશેષ પ્રબળ ઈચ્છા થઈ આવેલી. તે માટે ઉતાવળ કરી અંગ્રેજી શ્રેણિનું કામ હાથ ધર્યું. દેવગે લડાઈ ફાટી નીકળી અને અમારા તે પ્રકારના પ્રચાર કાર્યમાં વિધ્ર ઉભાં થયાં; કેમકે સરકારે પરદેશ જતાં આવતાં સર્વ સાધને ઉપર અંકુશ મૂકી દીધાં છે. એટલે હાલ તે તે કામ ત્યાંથી જ અટકયું છે. પરંતુ હિમત છે કે, તે બાજુને માર્ગ ઉઘાડો થતાં જ, અટકી પડેલું કાર્ય આગળ ધપાવીશું અને પરમાત્માની કૃપા હશે તે મનધાર્યું પરિણામ મેળવીશું. વિશેષ કાંઈ કહેવાપણું રહેતું નથી. જે જે ગ્રંથને, સાધનોને ઈ. ઈ.નો કિંચિત યા મોટા પ્રમાણમાં આ પ્રકાશન પરત્વે ઉપયોગ કરાયો હોય તે સર્વને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. એજ વિનંતિ સેવકે વડોદરા : રાવપુરા શશિકાન્સ એન્ડ કુ. ના, ૧૯: વસંત પંચમી યથાઘટિત
SR No.032487
Book TitlePrachin Bharat Varsh Part 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1941
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy