SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ [[૫] દાક્તરી જ્ઞાન મેળવી પુરાણ વસ્તુશાસ્ત્રને અભ્યાસ કરી જનતા સમક્ષ પ્રાચીન ભારતવર્ષ વિષેનું પોતાનું મંતવ્ય આટલા શ્રમપૂર્વક ધરવા માટે ડે. ત્રિભુવનદાસને અભિનંદન ઘટે. આ વિષય એટલે ગહન છે અને સતત થતી નવીન શોધને લીધે આપણા આર્યાવર્તના પ્રાચીન ઇતિહાસ સંબંધી જ્ઞાનમાં એવા ફેરફાર થયા કરે છે, કે એ બાબતમાં કઈ પણ મત પૂરે હોઈ શકે જ નહિ, “મુંકે, મુંડે મૂતિ ભિન્ના, એ સૂત્રાનુસાર દરેકને દૃષ્ટિકોણ જુદો હોય અને દરેકનું વલણ તેમજ ઉદેશ પણ ભિન્ન હોય, એટલે આવા વિષયમાં મતભેદ તે થવાના જ, પરંતુ એમ થતાં જ આખરે સત્ય વસ્તુ તરી આવે છે. લોકો એટલી ઝીણવટથી આવાં પુસ્તક વાંચતા થાય એજ આ પ્રયત્નની સફળતા માટે બસ છે. પ્રસ્તુત પુસ્તકમાં ચોથા ખંડના બે પરીચ્છેદ તથા પાંચમાના ચાર અને છઠ્ઠાના અગીયાર મળી કુલ ૧૭ પરિચ્છેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ચાર ભાગમાં આખો વિષય સંકેલી લેવાને ઈરાદે હતું અને તેથી દરેક પુસ્તકમાં પૂરેપૂરા બે ખેડે આપવાનો વિચાર હતો પરંતુ ગ્રંથની વિપુલતા જણાતાં એક સરખા પાનાંના પાંચ ભાગમાં આ ગ્રંથ સંપૂર્ણ કરી લેવાનું ઉચિત ધાર્યું છે. મૂલ્યમાં તે પ્રમાણે વધારો જુજ પણ રહેશે જ. ચોથા ખંડના બે પરિચ્છેદમાં મોર્યવંશની પડતીનાં કારણે તથા જુદા જુદા સમ્રાટોના સમયમાં મૌર્ય રાષ્ટ્ર વિસ્તાર બતાવવામાં આવ્યું છે. પાંચમા ખંડમાં શુંગવંશ સમયે ભારતની સ્થિતિ તથા છઠ્ઠા ખંડમાં પરદેશી હુમલાઓથી માંડી શાહીવંશની સમાપ્તિ સુધી તેમજ ઓશવાળ, શ્રીમાળ, પિરવાડ, તથા ગુર્જરની ઉત્પત્તિ 'પણ છેવટના પરિચ્છેદમાં આપી છે. દરેક સમયનાં વર્ણનનાં સમર્થક સાધન જેવાં કે સિક્કા, નકશા વિ. સમજુતી સાથે આપેલાં છે. કર્તાએ ખૂબ અભ્યાસપુર્વક આ ગ્રંથ તૈયાર કરેલ હેવાથી અભ્યાસકેને જાણવાનું વિશેષ મળશે અને જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી જુદી જુદી બાબત પર પ્રકાશ પડી શકશે. આવા અભ્યાસ પૂર્ણ પુસ્તક માટે જેમનાથી બની શકે તેટલી મદદ આપી ઉત્તેજન આપવું જોઈએ. ગુજરાતી ભાષાના એતિહાસિક શોધખોળ વિભાગમાં આ પુસ્તકથી ઘણો સારો ઉમેરો થાય છે. અને તે સાથે ભાષાનું સાહિત્ય ગૌરવ પણ વધે છે. વડોદરા રાજ્યના કચ્છ પુસ્તકાલયે પુસ્તકના બધા ભાગ ખરીદે અને એ દ્વારા રાજ્યની શિક્ષિત પ્રજાને પ્રાચીન ભારતનું જ્ઞાન પૂરૂં .. પાડવામાં યથાશક્તિ મદદ કરે એ ઈચ્છવા યંગ્ય છે. ' શબ્દકોષ, સમયવારી, તથા વિસ્તૃત અનુક્રમણીકા દ્વારા તથા ચિત્રો, લેખે, નકશા, સિક્કા, વગેરેની સમજુતીથી પુસ્તકની યોગ્યતા તેમજ તેનું રહસ્ય સમજવામાં ઘણી સહાય મળે છે. આશા છે કે ગુજરાતી સાહિત્યના રસિયાઓ ઉત્તેજન આપશે જ. તા ૧૮-૬-૩૮ પુસ્તકાલય
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy