SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ [ પ્રાચીન પરિશિષ્ટ ચેદિવંશના જીવન મરણ સાથે સંબંધ ધરાવતા અથવા કહે કે તેના નામ માત્રને દુનિયાની જાણુમાં લાવનાર હાથીગુફાના લેખનું અને રાજા ખારવેલનું વૃત્તાંત આ ખંડમાં આપવામાં આવ્યું છે. અત્યાર સુધી તો તે બન્નેને જે હકીકત સીધી રીતે ઐતિહાસિક દૃષ્ટિએ સ્પર્શતી હતી તેમનું જ વર્ણન ઉપરના પરિચ્છેદમાં કરાયું છે; પરંતુ કેટલીક હકીકત એવી પણ છે કે જે ચેદિવંશને કે હાથીગુફાના લેખને સીધી રીતે સ્પર્શતી નથી, છતાં તેના વર્ણન ઉપર આડકતરી રીતે અસર કરે તેવી દેખાય છે અથવા તો તે લેખની હકીકતની સાથે કંઈક રીતે ગુંથાયલી માલૂમ પડી છે, એટલે તેને પણ, જ્યારે આ પરિચછેદે તે લેખનો પ્રસંગે ઉપસ્થિત થયો છે ત્યારે, સાથે સાથે જણાવી દેવાય તો વાસ્તવિક ગણાશે; તે ગણત્રીએ તેવી અલગ પડી જતી વિગતોને આ સ્વતંત્ર પરિશિષ્ટમાં ઉતારવી યોગ્ય ધારી છે. રાજા ખારવેલ જેનધર્મનુયાયી છે તેમજ હાથીગુફાના લેખમાં દર્શાવાયેલી અનેક હકીકતે પણ તેના ધર્મની સાથેજ સંકલિત થયેલી છે એટલું હવે નક્કી થયું છે. વળી તે સર્વ બીના લેખના આધારે જણાયેલ હોવાથી તેને અફર અને અટળ જ માનવી રહે છે. આટલી વાત ખીલે બંધાયાથી ભારતીય ઈતિહાસમાં આવતી તથા નજરે પડતી અનેક બાબતોમાં ખરું શું છે તે તપાસી જોવાને, કસવાને અને તે ઉપરથી અંતિમ નિર્ણય ઉપર આવવાને, આપણને એક માપ–ચાવી-કાટલું હાથ આવી ગયું છે એમ જરૂર કહી શકાશે જ. ધર્મ એ એવી વસ્તુ છે કે દુન્યવી જડ પદાર્થો કરતાં, આત્માના ચિંતન્યમય અને તેજપૂંજ સરીખા પદાથે સાથે તે વિશેષતઃ જકડાયેલી રહેલી છે; એટલે જ તેની અગત્યતા. જયાં જડ વસ્તુને પ્રાધાન્ય મનાતું હોય, ત્યાં જેટલી સ્વીકારવામાં આવતી હોય, તેના કરતાં જ્યાં ચેતનવંતા આત્માના ગૌરવની પીછાન કરવામાં આવતી હોય, ત્યાં અનેકાંશે વિશેષતઃ સ્વીકારાય છે. આ કારણથી દુનિયાના I કરતાં, ભારત દેશમાં ધર્મની બાબત ઉપર વિશેષ જોર-શોર દેવાય છે. આ એક સ્થિતિ થઈ. બીજી સ્થિતિ એ છે કે, જ્યાં સુધી આત્મગુણને તેની સ્થિતિમાં રહેવા દેવામાં આવે અને જડતાને પણું તેની સ્વીકૃત અધિકાર જેટલું જ મહત્ત્વ આપવામાં આવે, ત્યાંસુધી તે વિશ્વભરમાં બધું નૈસર્ગિક રીતે જ ચાલ્યા કરે છે તેવું દેખાય. પરંતુ જેવું જડ કે ચૈતન્યમય વસ્તુના અધિકાર ઉપર આક્રમણ થવા માંડયું કે ખળભળાટ થવાને, થવાનો ને થવાને જ; જેટલું આક્રમણનું પ્રમાણ વધારે, તેટલે ખળભળાટ-ક્રાંતિ વધારે. એટલે સામાજીક કાર્યો કે જેમાં ચેતનવંતા ધર્મને, જડ ગણાતી રૂઢીઓ અને વ્યવહારો સાથે કામ લેવાનું હોય છે, ત્યાં નાનાં પ્રમાણમાં આક્રમણને અવકાશ રહેતા હોવાથી નાના પ્રકારના ખળભળાટ થતા દેખાય છે. જ્યારે રાજક્રાંતિઓમાં અથવા તે રાજકીય ક્ષેત્રોમાં, રાજસત્તાના જોરે (૧) ધર્મ શબ્દમાં જ્યાં પૂર્વ સમયે ચેતન ભરેલું હતું ત્યાં અત્યારે જડતાની ભાવના ઘર કરતી જાય છે. એટલે હદયના ભાવ સાથે જે ધર્મને અસલમાં સંબંધ હતાં તે હવે નષ્ટ થઈ ગયો છે અને કેવળ બાહ્ય જે અંગે હતાં તેને જ ધર્મના નામથી સંબોધાવા મંડાયું છે. તેથી વર્તમાનકાળે વૈદિકધમી હોય તેણે શિવમંદિરે જવું, અર્થે ચડાવવું, નાવું દેવું, ગાયત્રીના બે પાઠ મેઢેથી બેલી જવા એટલે પતી ગયું; જૈનધર્મીએ નવકાર ગણવા, મંદિરે જવું, ચાંદલો કરો, બહુ ત્યારે નાહીને પૂજા કરવી એટલે પત્યું. આ પ્રમાણે બાહ્યના વિધિવિધાનને જ-જડ પદાર્થને જધર્મ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આટલે દરજે આત્મા અને જડ વસ્તુઓના અધિકાર ક્ષેત્રે આક્રમણ થયાનું ગણવું પડશે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy