SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ ખંડ પરિછેદ પહેલો –વિજયી રાજા વીરવિકમ ગાદીપતી છે. કાળના વહેણમાં મૂકાયેલી સંવત્સર દીપિકા વીરવિકમનું હજીય સ્મરણ કરાવે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી શરૂ થયેલ સંવત, શરદઋતુમાં વિકસતા, શિશિરમાં કરમાતા કમળ પુષ્પ જેમ દેખા દે, અદૃષ્ય થાય તેમ ઈતિહાસમાં દેખાય છે. દ્વિતીય પરિચ્છેદ-સમ્રાટ પ્રિયદશિને ઘણું દેશ જીતી લઈને ત્યાં પિતાની સત્તા પ્રસારી હતી. ભૂતકાળની ગૂફા ઉજાળનાર દીપક જેવા ઘણય સંવતે એક સંવતમાં ભળી જઈ તિ પ્રગટાવી જાય છે અને પ્રજા તેને સમાને છે. નવમ ખંડ પ્રથમ પરિછેદ –પરદેશમાં રહેતી ડુંગરાળ પ્રજા અને હિંદમાં વસતી શાંતિ પ્રિય પ્રજા, બંને વચ્ચે ચાલુ વિખવાદ થયા જ કરતો હતો. તેઓ સ્વભાવે તેમજ ખાસી યતે દરેક બાબતે જુદા જ હતા. દ્વિતીય પરિચ્છેદ–રાજા કનિષ્ક પોતાના રાજ્યને ઠેઠ હિમાલયની ઉત્તર સુધી લઈ જાય છે. ચીનાઓની તલવાર તેને અસર નથી કરી શકતી. છેવટે વિજયી થયા છતાંએ તે કઈ અજાણ્યા સિનિકના હાથે મૃત્યુ પામે છે અને તે પણ પોતાની રાજધાનીથી દૂર. તૃતીય પરિચ્છેદ –ચષ્ઠણ અવંતિ જીતી લે છે ને રાજાનું બિરૂદ ધારણ કરે છે. મૂળ તેને મુલક તે મધ્ય એશિયાના ડુંગરે હતા જેની બંને બાજુએ સુસંસ્કૃત ફળદ્રુપ મુલક હતા. દશમ ખેડ પ્રથમ પરિચ્છેદ –વાંસના વનના છેદનથી છેદિ શબ્દ ચેદિમાં રૂપાંતર પામ્યું હોય એમ કહેવાય છે. રાજા કરકંડુ ભાગ્યના બળે રાજ્ય પામે છે, હાથણી જ તેના ભાગ્યને અંજલિ આપે છે. જૈનધર્મ પ્રજામાં પ્રચાર પામતે જાય છે. દ્વિતીય પરિછેદ –મગધપતિ નંદરાજાએ રાજા ખારવેલના વંશજેને પ્રિય એવી જન મૂતિનું હરણ કરેલું તેને પ્રયત્ન કરીને છેવટે મેળવે છે ને પિતે કૃતકૃત્ય થાય છે. તૃતીય પરિચ્છેદ–રાજા ખારવેલે કૃષ્ણ નદીની પાર આવેલ સાતકરણી રાજાને હરા ને પીછે પકડયો. દુષ્કાળથી પીડાતી પ્રજાને બચાવવા નંદ રાજાએ બંધાવેલ ગંગાની નહેરનો વિકાસ કરીને રાજા ખારવેલે ઠેઠ પોતાની રાજધાની સૂધી લાવી દીધી છે,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy