SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ] ઉપર જે શહેર વસી રહ્યું હતું તે એન્નાતટ નગર કહેવાતું હતું. ( આનું કાંઇક વૃત્તાંત પુ. ૧ પૃ. ૧૫૦ માં ધનકટક શીર્ષક તળે આપ્યું છે. વળી આગળ ઉપર આ પરિચ્છેદમાં મહાવિજયના પારિગ્રાફે આપવાનું તેજુએ) છે. (૬) મુસિક (મૂષિક) નગર સુધી સાતકંશુને હાડી દીધાની હકીકત છે. પ્રથમ તે આ નગરના સ્થાન વિશે એવી કલ્પના અમારી હતી, કે મુસિ નદી ઉપર જે શહેર વસ્યું હાય (સરખાવા ઉપરમાં એન્ના નદી ઉપી એન્નાતટનગર નામની સ્થાપના વિશેની હકીકત,તે મુસિક નગર કહેવાયું હશે, તેમ કૃષ્ણા નદીની એક શાખાનદીનું નામ પણ મુસિ કહેવાય છે એટલે, તેટલે દરજ્જે વાત મળી રહી ગણાય. જેથી તે મુસિ નદી ઉપર ગાલકાંડા નામનું જે શહેર આવેલ છે તેને શ્રીમુખ શાતકરણીના રાજનગર તરીકે માની લીધું. પરંતુ આંધ્ર દેશની રાજધાનીનાં શહેર તરીકે, પૈઠણુ, વરંગુળ, ચાંદા, ચિનુર છે. અનેકનાં નામ વિદ્વાનોએ માન્યાં છે પણ કાઇએ ગાલકાંડાનું નામ જણાવ્યું નથીજ. એટલે તે કલ્પના ત્યજી દેવા પડી. પછી વરંગુળ શહેર ઉપર નજર પડી તો તે ‘મુનિ’થની નામની નદી ઉપર આવેલું જણાયું; જેથી તેનું નામ કદાચ ‘મુનિક' હોય; છતાં લેખના ઉકેલમાં તેને ‘મુષિક’ વંચાઈ ગયું હોય તો તેમ બનવા યાગ્ય છે. એવી કલ્પના થઇ. પરંતુ તેમ કરતાં બીજી મુશ્કેલી ઉભી થઈ, કે જો વરંગુળમાં શ્રીમુખની રાજગાદી ઠરાવાય, તેા પછી પૈઠણમાં કયારે પરિવર્તન થયું ગણાય તેના પત્તો ન લાગ્યા. છેવટ એમ અનુમાન ઉપર જવું પડયું કે ‘નાસિક' અને ‘પૈઠણુ’ પાસે પાસે આવેલ છે એટલે ‘મુષિક’ તે ખદલે ‘ નાસિક ’ નગરજ કહેવાના ખરા, લેખ કાતરાવનારને હાવા જાઇએ. આ ખે કલ્પનામાં નાસિકની કલ્પના બળવત્તર કહેવાય છે; મકે આંધ્ર ભૂપતિઓના એકની રાણી નાગનિકાના તેમજ અન્ય આંધ્રતિમાંના શિલાલેખા નાસિક ગામેથી તથા આસપાસમાંથી જડી આવ્યા છે, તેમ (૪૯) આગળ ઉપર રાજા ખારવેશના રાજવિસ્તાર અનુવાદની સમજૂતી ૨૮૫ તેમના સિક્કાએ પણ્ કૃષ્ણા નદીના મૂળ લેખાતા આ પ્રદેશમાંથી ધણાજ જથ્થામાં મળી આવે છે એટલે તે કલ્પના વિશેષ માનનીય દેખાય છે. છતાં લિપિ વિશારદેા લેખની આ પંક્તિના ઉકેલ કરીને જે વિચાર જણાવે તે ઉપર વધારે આધાર બંધાશે. હાલ તે। આપણે તેને નાસિક નગરજ૪૯ માની લઇશું. (૫) પાંચમી એળના ઉકેલ વિશે કાંઈ કહેવાપણું નથી. (૬) છઠ્ઠી પંક્તિના ઉકેલમાં ઘણાં સૂચના સૂચવવાં પડે તેમ છે. તે આ પ્રમાણે છેઃ— (G) રાષ્ટ્રિક, ભેજક્રાને પોતાના પગ ઉપર નમાન્યા. આમાં રાષ્ટ્રિક કાને કહેવાય અને તે કયા પ્રદેશમાં વસતા હતા તે જણાવીએ. સમ્રાટ પ્રિયદર્શનના ખડક લેખામાં આ શબ્દો આવે છે અને વિદ્વાનાએ તેમનાં સ્થાન તરીકે મધ્ય પ્રાંતવાળા ભાગમાં, તાપી અને નર્મદા નદી વચ્ચેના તથા તેની તટની આસપાસના જે પ્રદેશ આવેલ છે તેને ગણાવ્યા છે. પરંતુ હવે આપણે સમજી ગયા છીએ કે આ નામે તે માત્ર હેદ્દાને લગતાં છે. જેમકે અમુક સંખ્યાને જે ઉપરી તે રથિક અને તેવા ધણા રશિકા જેના હાથ તળે રહેતા હેાય તે મહારથિક કહેવાય. આવા મહારથિકનાં દૃષ્ટાંત માટે જીએ પુ. ૨. પૃ. ૨૧૭ ટી. નં. ૩૮; અને આ રથિક, મહારચિકનું પરિવર્તન થઇને રાષ્ટ્રિક અને મહારાષ્ટ્રિક શબ્દા થયા છે. તેવીજ રીતે ભુક્તિ એટલે જેને હાલમાં જીલ્લા કહેવાય છે તેવા એક ભૂમિપ્રદેશ; તેવા પ્રદેશને ભાતા એટલે વહીવટ કરનાર તે ભેાજક; આ ઉપરથી એમ પણ સમજાય છે કે, રાષ્ટ્રિક ( થિક ) અને મહારાષ્ટ્રિક (મહારથિક) તે સૈન્યને લગતા હૈાદાઓ છે; જ્યારે ભાજક તે મુલકી હાદાએ છે. તેવીજ રીતે અસ્મક-અશ્વક એટલે અશ્વા અમલદાર સમજવા. આ પ્રમાણે જો આ આ બધાં નામેા હોદ્દેદારાનાંજ કરે, તે પછી તેમના નિવાસસ્થાન માટે અમુક પ્રદેશજ નિર્મિત કરી શકાય નહીં. વાળા પારિગ્રાફની વિગત જીએ.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy