SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પ્રકાશકોનું નિવેદન આ વખતે પણ આ ભાગનું પ્રકાશન ધાર્યા પ્રમાણે સમયાનુસાર કરી શકાયું નથી એટલે દરજજે ક્ષમા તો જરૂર માંગવી જ રહે છે, પરંતુ વાચકગણ જાણીને ખુશી થશે કે તેમાં અમારો પ્રમાદ કારણભૂત નથી. કેમકે આગળ જણાવ્યા પ્રમાણે હવે ઈંગ્રેજી આવૃતિ બહાર પાડવાનું હાથ ધરાયું છે અને તેને પ્રથમ ભાગ પ્રગટ પણ થઈ ચૂકયો છે. ગુજરાતી વિભાગે પુસ્તકના પાંચ ભાગ થયા છે, પરંતુ ઈંગ્રેજી વિભાગે વતુ તેને તેજ મુખ્યત્વે હોવા છતાં, કેટલાક જરૂરી ફેરફારો કરવાથી ચાર ભાગ થયા છે એટલે હવે તેના ત્રણ ભાગ પ્રગટ કરવા રહે છે. આ ઉપરાંત “સુવાસ” નામનું સર્વ સામાન્ય માસિક કાઢીને સાહિત્યની સેવામાં અમે ઝંપલાવ્યું છે. તેના ત્રણ અંક બહાર પણ પડી ચૂકયા છે. આ બે કારણને લઈને ગુજરાતી પુસ્તકને ત્રણેક મહિના અસુર થઈ છે. વાચકવર્ગને પ્રાર્થના કરીએ છીએ કે તેમના તરફથી સર્વ શકય સહકાર, સહાનુભૂતિ અને સહાય અમારા સાહસમાં તેમના તરફથી મળતી રહેશે. આખાચે પુસ્તકના હવે પાંચ ભાગ થયા છે એટલે ભલે અમને ખર્ચને બોજો વધે છે છતાં જે જે ગ્રાહકેએ પોતાનાં નામો નેંધાવી અમારા સાહસની કદર કરી છે તેમને તે ચાર ભાગની જે કિંમત રાખી હતી તેને તેજ કિંમતે એટલે રૂા. ૨૦) વીસમાં આપવાના છીએ, જે ફેરફાર કર્યો છે તે એટલે જ કે આગળમાં જાહેર કરી ગયા પ્રમાણે વધારાના ભાગની બંધાઈ અને પરચુરણ ખર્ચ મળી નામનો એક રૂપીઓ લેવાનું ઠરાવ્યું છે. એટલે કે પાંચે ભાગ તેમને રૂા. ૨૧) એકવીસમાં મળે છે એમ ગણવું. જ્યારે હવેથી નવા થનાર ગ્રાહક માટે પણ આડું અવળું કઈ ધારણ ન રાખતાં એક જ રીત ઠરાવી છે કે તેમને આ સેટ રૂા. ૨૨ા સાડીબાવીસે આપ; મતલબ કે જેમ ચાર ભાગ હતા ત્યારે છુટક કિંમત રૂા. ૨૫) હતી અને આખો સેટ લેનારને તે ઉપર ૨૦% કમીશનના કાપી આપી રૂા. ૨૦) લેતા હતા તેમ હવે પાંચ ભાગની છૂટક કિંમત રૂા. ૩૦) છે અને ઉપરના હિસાબે ૨૦% કાપી આપતાં રૂા. ૨૪) થાય તેને બદલે રરા માં આખો સેટ આપવાનું ઠરાવ્યું છે. અલબત એટલી સરત સાથે કે, તેઓએ પાંચમે ભાગ પ્રગટ થાય ત્યાં સુધીમાં નામ નેધાવી લેવું જોઈએ; ત્યારબાદ ધોરણ પ્રમાણે રૂા. ૨) ચાવીસ ગણવા રહેશે. આ સિવાય વિશેષ કાંઈ કહેવા પણું નથી. અંતમાં જે જે પુસ્તકને, સાધનને, -વ્યક્તિગત કે સંસ્થાઓની માલિકીના-કિંચિત યા મોટા પ્રમાણમાં આ પ્રકાશન પર ઉપયોગ કરાય છે તે સર્વેને અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ, એજ વિનંતિ. વડોદરા : રાવપુરા સેવકે ૧૯૪ અશાડ સુદ ૯ શશિકાન્સ એન્ડ કુ. ના નેહવાન
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy