SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સમ સારાસાર તારવી કાઢવાની પદ્ધતિ ખાખતના છે. પહેલી ખબત વિશે એમ ઉત્તર આપવાને કે, ઇતિહાસ કેને કહેવા તે પ્રશ્ન મતમતાંતરના છે. તે વિશે અમારા કેટલાક વિચારા પુ. ૧ ની પ્રસ્તાવનામાં જણાવ્યા છે. વિશેષમાં “પ્રસ્થાન” માસિકમાં ૧૯૯૪ ના કાર્તિક માસના અંકમાં “ઇતિહાસનું પરિશીલન” નામે જે વિદ્વતાપૂર્ણ લેખ અત્રની કોલેજના અધ્યાપક રા. રા. કેશવલાલ હિંમતરામ કામદારે લખ્યા છે તે ઉપર ધ્યાન ખેચવા રજા લઈ એ છીએ. બીજો દોષ જે તેએશ્રીએ મૂકયા છે તે જાણવા તથા વિદ્યાર્થી તરીકે તેમાંથી શીખવા ચેાગ્ય તત્ત્વા ગ્રહણ કરવા, તેઓશ્રીને અમદાવાદમાં જ એક વખતે અમે રૂબરૂ મળ્યા હતા. ત્યારે થાડીક ચર્ચા થઇ હતી તેના સાર એ હતા કે, તેમણે અમારૂ પ્રથમ પુસ્તક તેમજ તેની પ્રસ્તાવના વાંચી નથી; બનવા જોગ છે કે જો વાંચું હાત તેા તેમને દેખાતી તૂટી વિશેનું સમાધાન તેમાંથી મળી રહેત એટલે નિરૂપાયે બીજી વખત સર્વ પુસ્તક સહિત મળવા ઉપર મુલતવી રાખ્યું. તે ખાદ કરાંચી મુકામે તેમના નિવાસસ્થાન ઉપર બે વખત અમે મળ્યા પણ સમયના અભાવે તે મુદ્દાઓ ચર્ચી શકાયા નથી. ત્યાંથી આવ્યાખાટ્ટુ એ ત્રણ વખત પત્રદ્વારા તેના જવાબની ઉઘરાણી કરી પણ છે. પરંતુ ઉત્તર મળ્યો નથી એટલે હવે જ્યારે વળી અને ત્યારે ખરૂ (૩) મુંબઈ સમાચારના એક લેખક શ્રીયુત ઝવેરી-તેમણે લગભગ અઢી ડઝન જેટલા પેાતાના નિર્ણયા જ કેવળ જણાવી દીધા છે. તે નિર્ણયેા ઉપર આવવાને તેમને શું શું કારણેા મળ્યાં હતાં તેના ઉલ્લેખ સરખાચે નથી. બલ્કે પૂ. આ. મ. ઇન્દ્રવિજયસૂરિ મહારાજના જ સર્વ પ્રશ્નો અને નિચે કેમ ઉતાર્યા ન હોય અથવા કેમ જાણે તેમની નિશ્રામાં રહીને જ આખાયે લેખ લખાચા ન હેાય તેવા આભાસ ઉભેા થાય છે. આ સ્થિતિમાં તેમને સ્વતંત્ર જવાબ ન આપતાં, ઈન્દ્રવિજયસૂરિજી માટેના નીચે જણાવેલ ઉત્તર વાંચી જવા વિનતિ છે. (૪) પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિ અમારી કૃતિમાં અપૂર્વ રસ લેતા માલમ પડયા છે. ઈ. સ. ૧૯૩૭ના મે માસ સુધીમાં તેમણે જે પ્રવૃત્તિ આદરી હતી અને તેમાં કયાં કયાં તેમણે ઉંધે રસ્તે વાચકાને દોર્યાં છે તેનું દિગ્દર્શન પુસ્તક વિભાગ ૩ ની પ્રસ્તાવનામાં પૃ. ૧૦ થી ૧૪ સુધીમાં ટૂંકમાં દોરી ખતાવ્યું છે. તે બાદ તેમના તરફથી ત્રણ પુસ્તકો પ્રગટ થયેલ અમે નિહાળ્યાં છે (૧) પ્રાચીન ભારતનું સિંહાવલેાકન (૨) મથુરાના સિંહધ્વજર અને (૩) મહાક્ષત્રપ રાજારૂદ્રદામા, પાછળના બે પુસ્તકો દેખીતી રીતે અમાને સ્પર્શતા નથી પરંતુ અમેએ જાહેર કરેલ માન્યતાના ખંડન માટેના તેમાં વારવાર ઈસારા કરાયલ હેાવાથી તેનાં નામ અત્રે ઉતાયા છે. આ ઉપરથી જે એક બે વિદ્વાનાએ તે સવે જોયાં-વાંચ્યા હશે તેમણે પૃચ્છા પણ ચલાવેલ કે, ડૉ. ત્રિભુવનદાસ ઉપર ઇંદ્રવિજયસૂરિને આટલા બધા વેરભાવ થવાનું કારણ શું ? અમારા કાને તે વાત આવી ત્યારે ત્યારે અમે (૨) સિંહધ્વજ નામ તેમણે શા માટે આપ્યું હશે તે તેઓશ્રીએ કયાંય જાયું નથી. મૂળ શબ્દ । Lion-capital Pillar છે; જેને અર્થે સિંહસ્તંભ થઈ શકે,
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy