SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ ] સિક્કાઓ ४७ દરેક પ્રજાએ, પિતાની હમેશની જરૂરીઆતી વસ્તુ ખરીદવાને, તથા અન્ય સામાન્ય હેતુ લેવડ દેવડ કરવાને તેમજ અને ઉત્પત્તિ વેપાર માટેના સેદાની આપ લે કરવાને, અરે કહો કે સર્વ પ્રકારનો વ્યવહાર સાચવવાને અને સગવડતાથી તેને અમલ કરી શકાય માટે, અમુક પ્રકારનું સાધન વસાવવું જ જોઈએ. જેમ એક પ્રાંતની કે દેશની પ્રજાનું હોય, તેમજ આંતર દેશીય અને આંતર પ્રજાવિશેના વ્યવહારનું પણ સમજવું. સાંપ્રતકાળે તે જતના સઘળા વ્યવહાર સાચવવાને સિક્કાઓ, તથા કાગળ ઉપર છાપેલી નોટો પ્રબળપણે ઉપયોગમાં લેવાય છે. તેમ ટપાલની ટિકિટને પણ ઉપયોગ કરી શકાય છે, પણ તે બહુ જુજ સંજોગમાંજ અને કેવળ મર્યાદિતપણેજ. એટલે પ્રધાનપણે તે સિક્કાઓને અને નોટોનેજ વ્યવહારના સાધન તરીકે લેખવા પડશે. જેમ સાંપ્રતકાળે આ બે વસ્તુઓનો ઉપયોગ કરાય છે, તેમ જે સમયનો ઈતિહાસ આપણે આ ગ્રંથમાં ઉતાર્યો છે, તે સમયે પણ આ બંને વસ્તુએને જ સાધન તરીકે ઉપયોગમાં લેવાતી હતી, કે એકનેજ અથવા તે તે સિવાય કોઈ અન્ય વસ્તુને પણ આશ્રય લેવાતો હો, કે કેમ તે જોવું રહે છે. જ્યાંસુધી પુરાવા અને ઇતિહાસ પ્રાપ્ત થાય છે ત્યાં સુધી તે કાગળની નોટો તે કાળે વપરાશમાં આવી હોય તેમ દીસી આવતું નથી. પણ સિક્કા તે અસલના જમાનાથી પ્રચલિત હોય એમ દેખાઈજ આવે છે. સિક્કાઓ ઉપરાંત એક બીજી વસ્તુ પણ વપરાશમાં હતી, એમ એન ગ્રંથ ઉપરથી માની લેવાને કારણ મળે છે. તેમ ઇરાની ઇતિહાસ પણ તે હકીકતને સ્વતંત્ર રીતે સમર્થન આપે છે. એટલે તે સ્થિતિને સત્ય વસ્તુ તરીકે આપણે સ્વકારવી રહે છે. અને તે એ કે, સેનાની રજGolden dust-અથવા જૈન સાહિત્યમાં જેને તેજંતુરી તરીકે ઓળખાવી છે તે. આમે આપણે સમજી શકીએ છીએ કે અતિ કિંમતી ધાતુને, લેવડ દેવડ પ્રસંગે, અમુક મુલ્યનું ધોરણ નકકી કરવા માટે તેનું અમુક પ્રમાણ ઠરાવી શકાય. પછી જે રહે છે તે એટલું જ કે તેટલા પ્રમાણને, માપી શકાય તેમ ઠરાવવું, કે તાળી શકાય તેમ ઠરાવવું, કે તે પ્રમાણે પૂરતું અમુક સ્વરૂપ આપીને તેનું એક બિબું ઢાળી કાઢવુંઅને પછી તેવાં બિબાંથી ચાલુ વ્યવહાર કર્યો જો, - અતી પ્રાચીન સમયે એટલે ઈ. સ. પૂ. છઠ્ઠા સિકાની અધવચ સુધી કઈ ધાતુનાં બિલાંના આકાર પડાયા હોય, એમ દેખાતું નથી. એટલે તે સમયે માત્ર તેજતુરીનો છુટી વસ્તુ તરીકેજ-ઉપયોગ કરાતો હશે. પછી તે અમુક માપથી ભરીને લેવાતી દેવાતી હોવી જોઈએ. પણ પાછળથી જરૂર પડતાં અમુક ધાતુનાં બિબો પડયો હશે. કયારથી આમ બનવા પામ્યું હશે તે માટે નિશ્ચિતપણે કહેવાને આપણે સામર્થ્ય ધરાવતા નથી પણ શિશુનાગવંશના સિકકા મળી આવે છે તે ઉપરથી એમ અનુમાન કરી શકાય છે, કે જ્યારથી રાજા બિંબિસારે બધે વ્યવહાર સાચવવાને શ્રેણિઓ રચી કાઢી, અને પોતાના શ્રેણિક નામને ધન્ય કરી આપ્યું, ત્યારથી આ બિન-કે જેને આપણે હાલ સિક્કાના નામથી ઓળખીએ છીએ, તેને પડાવવાનું પણ તેનાજ મસ્તિકમાંથી જ ઉદ્દભવ્યું હશે. એટલે કે તેના સમયથી સિક્કાની ઉત્પત્તિ થઈ છે એમ હાલતે કે (૧) જુઓ સાઈરસ અને ડેરીઅસ શહેનશાહ વિષે પુ ૧ લું- પૂ. ૯, ૨૬૪, ૭૨, (૨) જુઓ ૫ ૧ લું પૃ. ૧૩૪. (૩) કો. ઓ. રે. પટ નં. ૮ નં. ૨૦૭, ૨૦૮ E. G. P. I. (હું આ સિક્કાને શિશુનાગ વંશા ઠરાવું છું તે માટે તે સિક્કાનું વર્ણન આ પ્રકરણમાં આગળ જુઓ)
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy