SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતની [ પ્રાચીન મતભેદ વધી જવા પામ્યો હતો કે શિથિલાચાર પ્રવેશ થવા પામ્યો હતો કે હંમને નિયમો ઠરાવવા અને સંઘનું સંગઠન કરી લેવા જરૂર પડી હતી? તો શું તેમનું બંધારણ એવું કાચાપાયાનું હતું કે શું તેમને ભિક્ષવર્ગ અંદર અંદર સમજી શકે તે હેતે, કે ભગવાન બુદ્ધદેવ જીવંત હતા ત્યાં સુધી બધું દંભી જીવન ચાલ્યા કરતું હતું ? આ બધી વસ્તુસ્થિતિ એકજ વાત ઉપર લઈ જાય છે કે, બુદ્ધ દેવના મેક્ષ પામ્યા પછી જે સ્થિતિ જણાવાતી રહી છે તે યથા સ્વરૂપે લખાઈ નથી અને તેથી જ પ્રશ્નો અને શંકા ઉદભવે તેવી પરિસ્થિતિ ઉભી કરી દેવાઈ છે. વળી કહેવાય છે કે ભગવાન બુદ્ધ, પોતાની જંદગી દરમ્યાન પણ કોઈ કાળે મહાવીરને રૂબરૂમાં મળ્યા નથી. તે આમાં પણ તેમના અનુયાયીઆ કારણ રૂપ હશે કે ! ગમે તેમ છે. પણ વરસ્તુસ્થિતિ ઇતિહાસના પાને જે લખાઈ છે તે પ્રમાણે વંચાય છે. તેમાં સુધારો કરવા ધાર્યો હતો તે તે વખતેજ થઈ શકત. હવે તે તેનાં ફળ ભોગવવાં જ રહ્યાં ગણાય. ઉપરના પાંચમા પ્રશ્નની ચર્ચા કરતાં એક મુદ્દો એવો ઉપસ્થિત થઈ ગયો છે કે ગૌતમબુદ્ધ અને શ્રી મહાવીર, તે એના જ્ઞાન વચ્ચે કે દરજ્જા વિશે કાંઈક ન્યૂનાધિકપણું હોવાની શંકા-કાવે તે તેમની જીવંત અવસ્થામાં તે સ્થિતિ હોય કે તે બનેના નિર્વાણ પામ્યા બાદ તેમના અનુયાયી એએ ચલાવેલ હોય અથવા વર્તમાનકાળે પ્રાપ્ત થતા હેવાલ ઉપરથી તેમ દીસી આવતું હોય; આ પ્રમાણે ગમે તે કારણને લીધે બનવા પામ્યું હોય, પણ શંકાઉભી થાય છે તે ખરીજ. એટલે વળી તેના ઉકેલ માટે, ઉપાય શોધવા તરફ પ્રયાસ કરવો પડે છે. બૌદ્ધ દર્શનમાં તેવો સિદ્ધાંત હશે કે નહીં તેની માહિતી નથી, પણ જૈન દર્શનમાં તે એમ પ્રતિપાદન થયેલું છે કે, પ્રભાવિક પુરૂષ જ્યારે માતાના ઉદરમાં ગર્ભ રૂપે એવે છે, ત્યારે માતાને કેટલાંક સ્વપ્નાં આવે છે. અને તેવાં સ્વપ્નની સંખ્યા ગર્ભમાં આવતા તે પુરૂષોના દરજજા પ્રમાણમાં એક થી માંડીને ચૌદ સુધી આવે છે. અને તેને નિયમ આ પ્રમાણે ઠરાવેલ છે.ઉષ્માધારણ મંડલિક રાજ જ્યારે ગર્ભમાં આવે ત્યારે તેની માતાને એક સ્વપ્ન આવે. પ્રતિવાસુદેવ દરજજાનો જીવ જ્યારે એ ત્યારે ચાર સ્વપ્નાં આવે. વાસુદેવ દરજજાને જીવ હોય તે નવ સ્વMાં આવે, અને રાજકીય પ્રકરણે ચક્રવતી રાજા કે ધર્મની બાબતમાં ચક્રવતી (એટલે જેને જૈન આખાય તીર્થકરના નામથી સંબોધે છે તે) ને જીવ હેય તે ચોદ સ્વMાં દેખે છે. જૈન મતના દરેક સાંપ્રદાયિક ધાર્મિક ગ્રંથમાં (પ્રાચીન કે અર્વાચીન) તેમના દરેક પ્રભાવિકે પુરૂષનાં જીવન સંબંધી ઉલ્લેખ કરતી વખતે આ વાત સ્પષ્ટ પણે જણાવાતી રહી છે. એટલે તે હકીકત વિષે જૈનધર્મ પાળતી પ્રજાની માન્યતામાં લેશમાત્ર ભેદ નથી. હવે બુદ્ધ ગૌતમ જ્યારે તેમની માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા ત્યારે, માતાજીને સ્વપ્નાં આવ્યાં હતાં કે કેમ અને આવ્યાં હતાં તે તેની સંખ્યા કેટલી હતી તે કે પ્રાચીન બૌદ્ધ ગ્રંથમાં જણાવાયું દેખાતું નથી. પણ અર્વાચીન સાહિત્યમાં એક હકીકત એમ જરૂર નજરે પડે છે, કે તેમની માતા માયાદેવીએ એક વેત હસ્તિ પોતાના ઉદરમાં પ્રવેશ કરતો સ્વપ્નામાં જોયો હતો.ઉત્તેસિવાય બીજું કોઇ સ્વપ્ન આવ્યું હોય એમ જરા પણ ઉલ્લેખ થયો નથી. જ્યારે મહાવીરની માતાને ચૌદ સ્વનાં આવ્યાનું જણાવાયું છે. તે આવાં સિદ્ધાંતિક નિયમો આપણને શું અનુમાન ઉપર લઈ જાય છે ? શકાય જે આમજ હોય તો જૈન ગ્રંથની માન્યતાને, (જુઓ ટી. ૧૨ નું વૃક્ષ) આમ સ્વતંત્ર રીતે ટેકો મને કહેવાય. (તથા જૈનધર્મમાંથી બૌદ્ધધર્મનો ઉદ્ભવ થયો છે તે પણ મજબૂત થાય છે). (૭૬) જૈન ધર્મમાં, દિગબર સંપ્રદાય જે છે તે, ચૌદને બદલે સળ સ્વમાં આવ્યાનું લખે છે. (૭૭) આવાખાભાવિક પુરૂષોની સંખ્યા ૬૩ ની માને છે. જુઓ ૫.૧ પૃ. ૪૬ ટી. ૧૦ દેવ, લાલ. કલ્પસૂત્ર (સુબેધિકા સાથે) પૃ. ૬૬ જુએ. (૭૮) ઉપરમાં જુઓ ટી. નં. ૪૪.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy