SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કેટલાક સુધારા [પંચમ ઉપર જણાવાયું છે કે તે પોતાની જનેતાને વંદન કરવા અને આશિર્વાદ મેળવવા ગયા હતા. આ પાછલી સ્થિતિજ વ્યાજબી છે. અને તે પ્રમાણે સુધારે કરી લેવા વિનંતિ છે ૫. ૨૮૯ ઉપરની સ્થિતિ એ મુદાએ લખાઈ ગઈ લાગે છે કે તેનું વર્ણન લખતી વખતે પ્રિયદર્શિ. નને સ્થાને તેના પિતા કુણાલની જ કલ્પના મગજમાં રમી રહી હશે. અને એટલું તે ખરુંજ છે કે કુમાર કુણાલની માતા (વિદિશા નગરની શ્રેષ્ઠિની પુત્રી) તેના લધુ સહેદરના જન્મ બાદ (જેને આપણે કુમાર દશરથને પિતા હોવાનું સાબિત કર્યું છે) તુરતમાંજ મરણ પામી હતી. અને તે કારણને લીધે, અશોક વર્ધને પિતાના રાજ્યાભિષેક ઉપર પાટલિપુત્રમાં સર્વ બાળબચ્ચાંને તેડાવ્યાં હતાં છતાં તે પોતે જઈ શકી નહોતી. (આ થયેલ ખલના માટે વાચકની ક્ષમા ચાહું છું) પ્રિયદર્શિને જ્યારે અનેક દેશીય સુધારા-દરેકે દરેક ક્ષેત્રમાં, ચાહે તે રાજકીય, સામાજીક-કે વ્યવહારિક એમ હરેક ક્ષેત્રમાં વધારો કર્યે રાખ્યા છે અને ટંકશાળ સ્થાપીને સિક્કા પણ પાડવાનું શરૂ કર્યું છે તે પછી કાં પોતાના રાજપાટ એવા ઉજૈનીથી વેધશાળાના માપની (અક્ષાંશ-રેખાંશ ગણવાની) પદ્ધતિ દાખલ ન કરી હોય અને જેમ તે સમયના સાર્વભૌમ ચક્રવર્તી સમ્રાટ પ્રિયદર્શિને પિતાના પાટનગરથી તે ગણત્રી કરવાનું ઠરાવ્યું હોય, તેમ વર્તમાનકાળની સાર્વભૌમ સત્તાઓ-નામદાર બ્રિટિશ સરકારે-પણ પિતાના પાટનગર લંડનની પાસેના ગ્રીનીચથી તેવી ગણત્રી કરવાનું અનુકરણ કાં ન કર્યું હોય? આવા આવા ખ્યાલથી તે લેખકના વિચારને મેં પુષ્ટિ આપી હતી. પણ કલ્પના કરતાં મૌજુદ સાક્ષીઓ વધારે બળવાન પુરાવા કહી શકાય છે. એટલે જ્યારે પ્રિયદર્શિનના સમય પહેલાં પણ સમ્રાટ ચંદ્રગુપ્ત ના સમયે–વેધશાળાની હૈયાતિના પુરાવા મળે છે, તેમ વળી હવે તે તે હકીકતને- ઈ. સ. પૂ. ૩૭૨ ની પણ અગાઉની એટલે કે ઈ. સ. પૂ. પાંચમી છઠી સદીના સિકકાઓની સાક્ષીથી સમર્થન મળે છે, (જુએ સિકકા ચિત્રો નં. ૨૭ થી ૩૨=તે છ એ સિકકામાં વેધશાળા દર્શાવતું ક્રોસ અને બેલનું ચિહ્ન છે) ત્યારે તે સ્થિતિને અચુક અને વેધશાળા :- પુ. ૩૫૦ ટી. ૮૭ માં જણાવ્યું છે કે, સમ્રાટ પ્રિયદર્શિને જ એટલે કે છે. સ. પૂ. ૨૮૦ આસપાસ વેધશાળા ઉજનીમાં ઉભી કરી હશે. જ્યારે પૃ. ૩૩ ટી. ૭૧ માં એમ હકીકત જણાવી છે કે વરાહમિહિર અને તેમના વડીલ બંધુ શ્રી ભદ્રબાહુ સ્વામીના સમયે (ચંદ્રગુપ્ત મૌર્યવંશના રાજ્ય છે, સ. પૂ. ૩૭૨). વેધશાળાઓ હતીજ; અને કદાચ તે પૂર્વે પણ હોય; તે આ બેમાં કઇ સ્થિતિ વાસ્તવિક હોઈ શકે તે તપાસવું રહે છે. પૂ. ૩૫૦ ની હકીકત જે પુસ્તકના આધારે જણાવાઈ છે તેના લેખકે કોઈ સાક્ષી કે પુરા આપ્યો નથી. પણ મેં એટલા માટે દાખલ કરી છે કે, વાચકને વિચારવાનું એક ક્ષેત્ર ઉભું થાય; અને બીજું એમ ૫ણું કારણ હતું કે, સમ્રાટ પ્રમાણીક તરીકે જ લેખવી રહે છે. મતલબ કે વેધશાળા જેવી સંસ્થાઓ અને તેના નિષ્ણાત હિંદ દેશમાં છે. સ પૂ. છઠ્ઠી સદીમાં હતાજ અને તેમની ગણત્રીનું મુખ્ય સ્થાને ઉજૈનીમાં હતું; કે જે પ્રદેશ ઉપર અવંતિપતિની રાજકુમત ચાલતી હતી.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy