SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પ્રિયદર્શિન સાથે [ પંચમ R. S. sept 1928 P. 418 ) આ શાલિ શુક માટે લખે છે કે તે અશોકના પુત્ર કુણાલ ઉર્ફે સુયશાને પુત્ર હતા ( એટલે સંપ્રતિ જ નાને સહેર કર્યો ) અને પછી કેટલીક હકીકત લખીને મૌર્યવંશની બે શાખા પાડે છે. એક પૂર્વની તે મગધદેશની અને તે ઉપર દશરથ રાજા; અને પશ્ચિમની તે અવંત્તિદેશની અને તે ઉપર સંપ્રતિ રાજા. અને એમ લખીને પછી બંને શાખામાં થયેલ ચાર પાંચ નૃપતિનાં નામે આપે છે. પણ તે નામાવલી તેમના જ આલેખનથી એક બીજાની વિરૂદ્ધ જાય છે, જેથી કાપનિક હાઈ બહુ આધારભૂત લેખવી નથી જોઈતી. પશ્ચિમશાખા પૂર્વશાખા સંપ્રતિ દશરથ બૃહસ્પતિ ૯શાલિશુક ૧૫સન દેવધર્મો પુષ્યધર્મા શતધન્હા પુષ્યમિત્ર ( દિવ્યાવદાન પ્રમાણે ) - હવે જુઓ કે; આ વાત તે સિદ્ધ છે કે બૃહદરથને મારીને પુષ્યમિત્ર અવંતિપતિ થયું છે. જે આ બે શાખાની નામાવલી સાચી જ હોય તે બૃહદરથને અવંતિપતિની પશ્ચિમ શાખામાં મૂકવો જોઈએ તેને બદલે તેને પૂર્વની શાખામાં મૂકે છે, તેમજ પુષ્પમિત્ર જે બૃહદરથને મારીને ગાદીએ આવ્યું છે તે પુષ્પમિત્ર ઉપર જ બૃહદરથને ખરી રીતે મૂકવો જોઈએ તેને બદલે પુષ્પમિત્રની ઉપર પુષ્પધર્માને મૂકે છે. આમ ઉલટા સુલટી આ નામાવલી જ જણાય છે. પરિશિષ્ટ जालौकः મહારાજા પ્રિયદર્શિને પોતાના રાજ્યના કેટલાક પ્રાંતવાર વિભાગ પાડીને દરેક ઉપર પિતાને અકેક સૂઓ નીમી રાજ્ય વહીવટ ચલાવવાની યોજના ઘડી કાઢી હતી તે આપણે ઉપર ૫. ૩૫ર માં જોઈ ગયા છીએ. તેમાં એક પ્રાંત કાશિમર અને ગાંધારને ૫ણ હતું અને તેના ઉપર પિતાના એક કુમાર નામે જાલૌકની નીમણૂંક કરી હતી. અન્ય દેશના કોઈ ઇતિહાસીક ગ્રંથમાં આ દેવપુત્ર જાલૌક વિશે કાંઈ હકીકત લખેલી જડી આવતી નથી. પણ રાજતરંગિણિ નામે કામિર દેશને જે માનનીય ઐતિહાસિક ગ્રંથ વર્તમાન કાળે સુલભ્ય છે તેમાં તેને લગતી કેટલીક હકીકત મળી આવે છે. જો કે તેમાં પણ એક બીજાથી વિરૂધમાં જનારી બાબતને સમાવેશ થઈ ગયા છે, છતાં તે એવા આકારે ગોઠવાઈ છે, કે તેમાંથી સત્ય કેટલું તે તારવી કાઢવાને કાંઈ બહુ મુશ્કેલ થઈ પડે તેમ નથી. પ્રથમ આપણે, રાજતરંગિણિમાં લખાયેલું વર્ણન તે ગ્રંથકારના શબ્દોમાં જ એમને એમ ઉતારી લઈશું અને પછી તે ઉપર વિવેચન કરી તેને સાર ખેંચી કાઢી બતાવીશું. Jalaukar the name of this alleged son of Asoka cannot બૃહદરથ. ' ' ( ૯ ) ગર્ગ સંહિતામાં શાલિશુકને અશોકથી ચોથી પેઢીએ થયે હેવાનું લખ્યું છે ( જુએ અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ ૫. ૨૧૪ તથા પૂઃ ૧૯૪ ટી. = “ The fourth successor to Asoka is Salitika”) “ અને તેણે ૧૩ વર્ષ રાજ્ય કર્યું છે. He reigned for 18 years ” (જુઓ પાઈટર રેલ વાયુપસણું) (વાયુપુરાણમાં એમ જે કર્યું છે કે દશરથ અને સંપ્રતિ બને એકજ સાલમાં ગાદીએ બેઠા છે. સંપ્રતિની પહેલા એક વરસે દશરથ મરણ પામે છે: તેને બદલે શાલિશુક એક વરસ પહેલાં મરણ પામ્યા હોય એમ વધારે સંભવનીય છે. ને તેમજ હેય તે સંપ્રતિનું રાજ્ય ૫૪ વર્ષ છે જ્યારે – મ. સં, દશસ્થનું ૨૩૭ થી ૨૭૦ = ૪૦. શલિકનું ૨૭૭ થી ૨૯૯ = ૧૩. રાજ્ય ચાલ્યું ગણાય ૫૩ વર્ષ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy