SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] શાલિશુક વિશે સંપ્રતિ નામે કુમાર મ. સં. ૨૨૩=ઈ. સ. પૂ. ૩૦૪માં જન્મ્યો છે. એટલે કે સંપતિના જન્મ સમયે કુમાર કુણાલની ઉમર (૩૩૫-૩૦૩=૩ર વર્ષ બત્રીસની ગણાય. સાધારણ રીતે તે કાળે તેર ચૌદ. વર્ષની ઉમરે લગ્ન થઈ જતા હતા એમ ઈતિહાસ સાક્ષી પૂરે છે. એટલે એમ સમજાય છે કે, કુણાલને પિતાના લગ્ન થયા બાદ લગભગ ૧૭-૧૮ વર્ષ સુધી કાંઈ સંતાન પ્રાપ્તિ થઈ નહોતી–અથવા સંતાન થયું હોય તો તે મરી ગયું હશે કે કેવળ પુત્રીએજ હશે, પણ પુત્ર નહી હોય નહીં તો તે, સમ્રાટ અશોક પિતાના ગાદી વારસ તરીકે યુવરાજ કુણાલની જગ્યાએ તેના પુત્રને જ નીમી દેત. પણ એક બાજુ કુણાલ પિતે અંધ તથા તેને પુત્રને અભાવ, બીજી બાજુ પિતાની વધતી જતી ઉમર, એટલે જે પિતાને દેહાંત થઈ જાય તે પાછળથી કોઈ જાતની ખટપટ કે તકરાર ઉભી ન થાય તે માટે દુરદશી વાપરી કાઈને ગાદી વારસ ઠરાવવા સમ્રાટ અશોકનું ચિત્ત તલપાપડ બની ગયું હોય તે સહજ સમજી શકાય તેમ છે. એટલે ભલે પિતાની ઇચ્છા, કુમાર કુણાલને હક ડુબાવવાને નાતે, છતાં રાજ્યને અને વંશને પિતાની પાછળ કાંઇ હેલના ન પહોંચવી જોઈએ તે ગણત્રીથી પિતાના નાના કુમાર-કુણાલને સહોદર જેને જન્મ આપણે ઉપર જોઈ ગયા પ્રમાણે ઈ.સ પૂ. ૩૨૭ માં થયો હતે-ને કઈ કુમાર પુત્ર હોય તો તેને ગાદી વારસ નીમવાનું મન થયું હોય તેમાં ખોટું નથી. વળી સંભવીત પણ છે કે આ દિલીપ કુમારને તેર વર્ષની ઉમરે એટલે ઇ. સ. પુ. ૩૧૪ માં પરણાવ્યો હોય, તે સંપ્રતિને જન્મ જે ઇ. સ. પૂ. ૩૦૪ માં છે તે બેની વચ્ચેના દશ વર્ષના ગાળામાં, કોઈ પુત્ર પ્રાપ્તિ પણ થઈ હોય. અને તેજ આપણી હાલની ચર્ચાને નાયક કુમાર દશરથ હોય. એટલે તે મહારાજા અશોકને પૌત્ર પણ થાય અને કઈ પણ કુણાલપુત્રની ગેરહાજરીમાં ગાદી માટે શ્રેષ્ઠ હક ધરાવતે પણ કહેવાય. પણ યુવરાજ કુણાલના પુત્ર તરીકે કુમાર સંપ્રતિ ને જન્મ થતાં, તેને હક ગૌણુ થઈ ગયો. અને બીજી બાજુ મહારાજા અશોકે જેને ગાદી વારસ તરીકે એક વખત જાહેર કરી દીધો હોય, તેનું પણ યથા પ્રકારે સન્માન જળવાઈજ રહેવું જોઈએ તે હિસાબે પાછળથી, એક મેટા પ્રાંતના સૂબા પદે કાયમ કરવામાં આવ્યો હોય અને મહારાજા અશોક વાનપ્રસ્થ થતાં એક બાજુ કુમાર સંપ્રતિને અવંતિમાં રાજ્યાભિષેક થયો, તેજ કુમાર દશરથને મગધના સૂબા તરીકે પાટલિપુત્રમાં રાજ્યાભિષેક થયો; પણ જ્યારે રાજા દશરથના સ્વહસ્તાક્ષરે આપણે બરાબર ગુફામાં રાજ્યાભિષેક બાદ=regnal years વાંચીએ છીએ ત્યારે એમ માનવું પડે છે કે, તે તે અવંતિપતિથી સ્વતંત્રજ હશે. જે એટલે કે ઈ. સ. પૂ. ૩૦૪ માં 3 ગાદીપતિ થઈને () ૪ ઇ. સ. પૂ. ૨૭૭ સુધી પોતે હૈયાત હતા એમ નિર્વિવાદ થયું. પણ તે કયારે મરસ પાયે હશે કે તે જાણવાનું સાધન નથી. પણ જ્યારે એમ કહેવામાં આવે છે કે, બંગાળ દેશમાં ગંગા નદીના મુખ આગળ તામ્રલિપ્તિ પ્રિયદર્શિનના આશ્રયમાં સૌરાષ્ટ્રને સૂબો હતો. (૩) સંપ્રતિનો જન્મ ઇ. સ. ૫. ૩૦૪=મ, સં. ૨૨૩ છે; અને તે પછી દશ મહિને જ તે ગાદી વારસ જાહેર થયા છે. પણ રાજ્યાભિષેક તે તેની ઉમર ૧૪ વર્ષ ની થઈ ત્યારે એટલે ઈ. સ. પૂ. ૨૯૦=મ. સં. ૨૩૭ માં થયો છે: આપણે અંહી તે સાલ લેવી રહે છે: બાકી ૩૦૩ થી ૨૯૦=૧૪ વર્ષ તો અશોકે વાલી તરીકે રાજ્ય ચલાવ્યું છે અને ત્યાં સુધી સંપ્રતિ કે દશરથનો બેમાંથી એકેને રાજ્યભિષેક કરાયોજ નથી અને કરાય પણ નહીં. (૪) યુગપુરાણું અને વાયુપુરાણુને આધારે દી. બા. કેશવ હર્ષદ ધ્રુવે લખેલ છે. જુઓ બુદ્ધિ પ્રકાશ ૫ ૭૬ અંક ૩. પૃ. ૮૮ થી ૯૪, સંપ્રતિ અને દશરથ એકજ વર્ષમાં ગાદીએ આવ્યા છે; પણ પહેલા દશરથ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy