SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ધર્મશાક ૩૮૯ Aશિ પરિશિષ્ટ ધશેક બિરૂદ ધારક રાજાઓ મગધ નરેશ, નંદ બીજાનું વૃત્તાંત લખતાં આપણે જણાવી ગયા છીએ કે રાજતંરગિણિમાં લખેલ કામિરપતિ અશક તે આ નંદ બીજે ઉફ મહાપદ્મ હતું અને તેને “ધશોક” કહીને સંબોધ્યો છે. પણ વિશેષ વાંચન તથા ગષણ બાદ તે વિચાર મારે ફેરવો પડ્યો છે. હવે લગભગ એમ નિશ્ચય થયો છે કે, રાજતરંગિણિને ધશોક, તે અન્ય કોઈ નૃપતિ નહીં, પણ મૌર્ય સમ્રાટ સંપત્તિ ઉર્ફે મહારાજા પ્રિયદર્શિન જ હતા, અને જાલીક તે બીજો કોઈ નહીં પણ આ સંપ્રતિએ, કાશ્મિર જીતીને ત્યાં પિતાને સૂબે મૂકેલ હતા તે પિતાને પુત્રજ હતે. રાજતંરગિણિકારની કેટલીએ હકીકતે એક બીજાથી ઉલટી જાય તેવી છે તેમજ પ્રથમના ત્રણ તરંગની એટલે કે કર્કોટકવંશની ઉત્પત્તિ થઈ ત્યાં સુધીના સમયની સાલ તે માત્ર યુધિષ્ઠિર -કલિયુગ સંવતસર આધારેજ કલ્પનાથીજ ઉભી કરી હોય એમ બતાવ્યું છે. મતલબ કે બહુ વિશ્વાસપાત્ર તે સાલે ગણી શકાય તેમ નથી; પણ રાજાને લગતું વર્ણન આપણને કાંઈક અંશે–સવશેતે નહીજ–સાચા અનુમાન ઉપર લઈ જવાને હજુ ઉપયોગી થાય તેવું છે ખરું. (અશોક ) શબ્દના ઉચ્ચારણું માત્રથીજ, વાચકનું ધ્યાન તુર્તા તુત “અશોક નામ ધારક વ્યક્તિ તરફ સહજમાં દેરાય છે; અને પ્રાચીન ઇતિહાસમાં આ નામની માત્ર બે વ્યકિતજ (નંદ બીજો અને મૌર્ય અશોક ) અત્યાર સુધી સ્વીકારાયેલી હોવાથી, તે બેમાંથી કોણ આ ધમશોક હેઈ શકે તેનીજ ગણના-કલ્પના, તેમનાં જીવન સંજોગોનું તુલાત્મક દૃષ્ટિએ નિરાકરણ કરવા તરફ પ્રેરાય છે. મારૂં પ્રથમ સ્થાન નંદવંશી મહાપદ્મ તેજ ધમશક હશે એમ માનવા તરફ જે દોરવાયું હતું તે એ હકીકત ઉપરથી કે આ ધર્માશોકના વંશને સ્થાપક અથવા મૂળ પુરૂષ ગાનંદ નામક વ્યક્તિ છે. અને તેના ઉપરથીજ “ નંદવંશ ” નું નામ પણ કદાચ જોડી કાઢયું હોય; પણ તેનો પુત્ર જાલૌક બહુ પ્રરાક્રમી હોવાનું જ્યાં વાંચીએ છીએ, ત્યાંજ આપણે નંદ બીજાને પડતે મૂકવો પડે છે. કારણ કે નંદ બીજાના સાત પુત્રોમાંના છે તે નંદ ત્રીજાથી નંદ આઠમા સુધીના–બધા નામધારી જ રાજાઓ થયા છે. એટલે જાલૌના પિતા તરીકે, નંદ બીજ ઉર્ફે મહાપદ્યને અલગજ રાખ પડ હતે. પણ વળી શંકા એમ થઈ કે, જાલૌક પોતે જ કાં નવમે નંદ હોઈ ન શકે? કારણ કે તે પણ નંદ બીજાનેજ પુત્ર હતું અને મહાપ્રતાપી રાજા હતો. એટલે કદાચ રાજતંગિણિકારે આ પિતા પુત્રની વચ્ચેના, છ નામધારી નંદપુત્રોને રાજકીય મહત્ત્વની દષ્ટિએ છોડી દીધા પણ હોય. પણ ભારતીય ઇતિહાસ જ્યારે એમ કહે છે કે નવમાનંદની રાજગાદી તો મગધ દેશમાંજ હતી. એટલે તેણે જાલૌક તરીકે જે કાશ્મિર ઉપરની જીત મેળવી હોય “ તે પૂર્વથી (૧ ) જુએ. ક. ક્રો. કા. સ્ટાઇન પુ. ૧, પૃ. ૧૩૪, પરિશિષ્ટ ૧; તેમાં આ ધમકનું વર્ણન તે પ્રથમ તંરગમાંજ આપેલું છે; જેમાં પર-રાજાઓને અમલ ગણાવ્યો છે, જેમાં અશોકને ૪૮ મો લખ્યા છે. આ બાવને રાજાને એકત્રિત સમય લૌકિક સં. ૬૨૮=કળિયુગ ૬૫૩ થી માંડીને લૌકિક ૧૮૯૪–ક. સં. ૧૯૧૯ સુધી એટલે ૧૨૬૬ વર્ષને બતાવ્યો છે (તેને જે ઇસ્વીસનની ગણત્રીમાં ફેરવી નંખાય તે-કલિયુગ સંવત ૧ ઇ. સ. પૂ.૩૨૦૧ ના હિસાબે ઈ. સ. પૂ. ૨૫૫૨ થી ૧૨૮૬ સુધી આવે ) આ હકીકત સત્યજ હોય તે અશોકને સમય લગભગ ઇ. સ. ૫. પંદરમી સદીમાં ગણવો પડશે. (૨) જુઓ ઉપરનું જ પુસ્તક વંશાવળીના શિખરે “ ગાનંદ પહેલા ” લખેલ છે,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy