SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ સંસ્કૃતિ સરણ. [ચતુર્થ છીએ કે, જેમ ખડક લેખ અને શિલાલેખે તથા સ્તૂપ ( Topes ) મહારાજા પ્રિયદશિ. નના તેના પિતાના ધર્મના સંસ્મરણનાં ચિન્હ તરીકેની કૃતિઓ છે તેમ આ પ્રચંડ મૂર્તિઓ પણ તેમણે જ બનાવરાવી છે. અને તે બનાવવામાં પણ તેમને હેતુ પોતાના ધર્મ પ્રત્યેના કોઈ કાર્યની મહત્તાદર્શક જ હે જોઈએ એમ સ્વભાવિક અનુમાન કરાય છે. આટલા ખ્યાલ સાથે, જ્યારે આપણે શ્રવણ બેલગોલની પ્રચંડ મૂર્તિઓની કથા જેડીએ છીએ, ત્યારે આ હકીકત ઉપર વિશેષ પ્રકાશ પડે છે. અને એમ અનુમાન કરવા લલચાઈએ છીએ કે, જ્યારે આ શ્રવણ બેલગોલનું સ્થાન, રાજા ચંદ્રગુપ્ત અને તેમના ધર્મગુરૂ શ્રી ભદ્રબાહુના અંતિમ જીવને સાથે સંકળાયેલું છે, ત્યારે આ મૂર્તિઓ ઉભી કરવામાં પણ તેમનાં જ જીવનના પ્રસંગે કાં નિમિત્ત-કારણ–રૂપ ન બન્યા હોય ? એટલે એજ નિર્ણય ઉપર આવવું રહે છે કે, આ મૂર્તિઓ પણ રાજા ચંદ્રગુપ્તની કે તેમના ગુરૂ શ્રી ભદ્રબાહુની હશે; જે બે મૂર્તિઓ પાસે પાસેનાં સ્થાને છે, તેમાંના એક સ્થળે શ્રી ભદ્રબાહુજીનું સ્વર્ગસ્થાન હોય અને બીજા સ્થાને કદાચ મુનિ શ્રી ચંદ્રગુપ્ત સ્વર્ગે સિધાવ્યાનું બન્યું હોય. (પૃ. ૩૭૭ ઉપર વર્ણવેલી નં. ૧ અને નં. ૨ વાળી મૂર્તિઓ ) જ્યારે નં. ૪ કે નં. ૫ વાળી મૂર્તિ, રાજા ચંદ્રગુપ્ત જે સ્થળે દીક્ષા ગ્રહણ કરી હોય, અથવા તે જે સ્થળે પિત, ગુરૂ મહારાજ પાસે જઈને પિતાને આવેલ સ્વપ્નને ફેટ કરી ઉપદેશ સાંભળ્યો હતો તે સ્થાન હાય. ગમે તેમ હોય પણ એટલું તે ખરૂં હોવાનું માનવું જ રહે છે કે, આ મૂર્તિ એન98 રાજા ચંદ્રગુપ્તએટલે મહારાજ પ્રિયદશિનના પ્રપિતામહ અને તેમના વંશના મૂળ પુરૂષ–જેમણે દીક્ષા લીધી હતી અને જે શ્રવણ બેલગોલ ઉપર સ્વર્ગે ગયા છે, તેમના જીવન પ્રસંગ સાથે જ સંબંધ ધરાવતાં સ્થાને ઉભી કરવામાં આવેલ હોવી જોઈએ. એક બીજી કલ્પના જે છે તે પં. ચાણક્યના સંબંધમાં શુકલતીર્થને ઇતિહાસ ખેંચી કાઢતાં ઉભી થવા પામી હતી અને ત્યાં વર્ણવી બતાવી હતી તે પણ લક્ષમાં લેવા જેવી જ છે. આ કલ્પના જે સત્ય નીવડે તે વળી અન્ય એક વિશેષ અનુમાન એ કાઢી શકાય છે કે, પિતાના કુટુંબ સાથે સંબંધ ધરાવતી જે જે વ્યકિતએ સંસારી અવસ્થામાં મરણ પામી છે તે સ્થાન ઉપર સમ્રાટ પ્રિયદશિને તેનાં સ્મરણ ચિ તરીકે, ખડકલેખ જેવી મનુષ્યના જીવનને ઉપદેશ દેતી વસ્તુ ઉભી કરાવી હતી. જ્યારે જે વ્યકિતએએ સંસાર ત્યાગ કરીને સન્યસ્થ અવસ્થા ગુજારવાનું મન ઉપર લીધું હતું કે દીક્ષા લીધી હતી, તેમનાં તેવાં સ્થાન ઉપર મુનિ અવસ્થાનું સ્મરણ કરાવતી મૂર્તિઓ સ્થાપન કરાવી હતી. ઉપરના પારિગ્રાફમાં આપણે જણાવ્યું છે કે, જે વસ્તુનું પ્રથમ દર્શન થાય તેને અસલ કહેવાય અને તેના જ સદશપણે જે પ્રચંડ કાયમતિએ છે તેને ઉપર ચડાવવામાં શું શું જહેમત ઉઠાવવી પડી હશે અને શું શું ખર્ચ થયો હશે તેનો વિચાર કરશે. તેમજ તે સમયે ઇજનેરી કળા કેટલી વિકાસ પામી હશે તે સરખાવે. સ્તંભ લેખ ઉભા કરવામાં પણ કેવી વૈજ્ઞાનિક સ્થિતિ તે સમયે આવતમાં હતી તે માટેની કલ્પના બાંધવાને તેને લગત પેરેગ્રાફ જે ઉપર લખાઈ ગયા છે તે વાંચે. અને આ બન્ને પ્રકારના જ્ઞાનની તુલના કરી હવે પછી લખવાના “ સંસ્કૃતિના સરણુ” વાલા પારિગ્રાફની સાથે દરેક સરખાવે તથા પોતાના વિચાર ઘડે કે વસ્તુ સ્થિતિ કેવી હોઈ શકે. ( ૭૩ ) સરખા. પૃ. ૨૦૭ નું ટી. નં. ૧૪૬, તથા પૃ. ૨૧૮ ઉપરની હકીકત.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy