SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ પ્રિયદર્શિનની [ ચતુર્થ બૌધ ધર્મ સાથે કશું લાગતું વળગતું જ નથી. તે સર્વે મહારાજા પ્રિયદર્શિન જે ધર્મ પાળતો હતો તે જૈન ધર્મને લગતાં જ છે. બીજી સાબિતી એ છે કે જે મુખ્ય મુખ્ય સ્તંભલેખે છે તેની ટોચ ઉપર સિંહને બેસાડવામાં આવ્યો છે. ૪૩ અને આ સિંહની આકૃતિ એમ સૂચવે છે કે, જેને ધર્મના છેલ્લા તીર્થકર શ્રી મહાવીર કે જેમનું સાંકેતિક લંછન સિંહ છે, તેમના જીવન પ્રસંગેનાં તે સ્થળો છે; અને મહારાજા પ્રિયદર્શિન તે ધમનુયાયી હોવાથી તેમણે તે પ્રસંગેની યાદી તરીકે ઉભાં કરાવ્યાં છે. અને તેમ કરવામાં પણ તેમનો હેતુ એ હતું કે, સ્તંભના દર્શન માત્રથી, દરેક જૈનને તેના પરમ ઉપકારક તીર્થકર ભગવાનના જીવનમાંના તેવા વિકટ પ્રસંગેની તાજી ઝાંખી સ્મરણ પટમાં તરતી થઈ જાય. તેમજ વિચારવા મડે કે અહે, તીર્થકર જેવા પરમાત્માને પણ આવા આવા વિકટ પ્રસંગમાંથી-ઉપસર્ગોમાંથી ૪૪ જ્યારે પસાર થવું પડયું છે ત્યારે તેના મુકાબલે આપણે મનુષ્ય પ્રાણીઓ તે કઈ ગુંજા સમાં ગણાઈએ ? માટે આ મહોદધિ રૂપી સંસારમાંથી તરીને પાર ઉતરવું હોય, તો એકજ માર્ગ છે. અને તે પોતાના જનનું આલંબન યથા શકિત લેવું. હવે સમજાશે કે, તે ઉભા કરવાને હેતુ તેના દર્શન માત્રથી ૪૫ આ પ્રકારની ભાવના ઉભી કરવાનો હતે. ખડકલેખના સ્થળની પસંદગી તેમજ સ્તંભલેખે ઉભા કરવાના સ્થળોની પસંદગી બંને એકજ આશય સંબંધી હતી; અને તે પોતાને પન્મ ફેલાવવા અથવા ફેલાવવામાં મદદરૂપ થઈ પડે તેવા માર્ગોની યોજના ઘડી કાઢવા માટે જ હતી; કે જે પક્ષ માટે તેને ગાડું લાગ્યું હતુંઘેલછા લાગી હતી–ધૂન લાગી પડી હતી. ઉપર જણાવી ગયા છીએ કે, સ્તંભસ્થાને ની જગ્યાએ શ્રી મહાવીરને પોતાના જીવનના કેટલાક વિકટ (શારીરિક વેદના જે ખમવી પડે તેની અપેક્ષાએ ગંભીર) પ્રસંગોમાંથી પસાર થવું પડયું હતું; આવા વિકટ પ્રસંગેને જૈન પ્રથામાં ઉપર ના નામથી સંબોધાય છે. 65 ટકા ત્રણ ડઝન દલીલો આપી છે તેનું વર્ણન: નીચેનું કાંઇ સામત ી. ૨ સરખાયો " છે તેનું વર્ણન: નીચેનું (૪૩) મારૂં ધારવું એમ પણ છે કે ઘણાયેબલ્ક સર્વે P. H. ઉપર સિંહની આકૃતિ બેસારેલ હોવી જોઇએ પણ કાળે કરીને તે ખંડિત થઈ જવાયી ઉતારી લેવાઈ હોય અથવા પડી ગઈ હેય-આ એક અનુમાન;-બીજું અનુમાન એકે જેમ R. B. નાં સ્થાન તીર્થકરના નિર્વાણુ સ્થાન તરીકે તેણે જાળવી રાખવા પ્રયાસ સેવ્યો છે, તેમ P. B. નાં સ્થાન, અન્ય તીર્થકરોનાં, બીજ કલ્યાણકાનાં સ્થાન (પાંચ પાંચ પ્રસંગને જૈનમાં કલ્યાણક ગણે છે. જેમાં કલ્યાણક પ્રસંગે ગણે છે. ઓવન, જન્મ, દીક્ષા, જ્ઞાનપ્રાપ્તિ અને મેક્ષગમન=જે પેથી ઉપર આ પ્રસંગ બને તેને કલ્યા- ણકભૂમિ કહેવામાં આવે છે.) હોય તે જાળવી રાખવા પુરતાં ઉભાં કર્યા હોય; અને તેમ હોય તો જે જે તીર્થકરના લંછન રૂપે તે ચિહ્ન હોય તે તે P, B, ના મથાળે વેષ્ઠિત કરે; જેમ કે સારનાથને P. H.): અને કાંઈ સર્વ તીર્થકરની સર્વ કલ્યાણકભૂમિ ઓળખવા જેવી ન રહી હોવાથી ઓછી સંખ્યામાંજ P. H. ઉભા કરાવાયાં હોય અથવા ઘણા કરાવાયા હોય પણ પાછળથી નષ્ટ થયા હોય. (૪૪) તીર્થકરને જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તેમને “છદ્યસ્થ” અવસ્થામાં પ્રવર્તતા કહેવાય છે. અને આવી અવસ્થામાં, પિતાના પૂર્વ કર્મો ખપાવવા માટે સંકટે જેને ઉપસર્ગ કહેવામાં આવે છે તેવા અનેક ઉપસર્ગ સહન કરવા પડે છે. જે તેઓ શાંતિથી, અને રાગદ્વેષ વિના આત્મનિંદા કરતાં ભેળવીને જર્જરિત કરી નાંખે છે. પ્રાંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા ઉપસર્ગ કેટલા અને કેવા પ્રકારે શ્રી મહાવીરને ભેગવવા પડયા તે વિષય ધાર્મિક હેવાથી અત્રે વર્ણવતો નથી. મુમુક્ષોએ મહારાજા પ્રિયદર્શનનું કે શ્રી મહાવીરનું જીવન ચરિત્ર જોઈ લેવું. (૪૫) સાંપ્રત કાળે પણ આવા પ્રકારના સંસ્મરણો જાળવવા માટે યત્ન સેવાયાજ કરે છે,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy