SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. ની રાજવ્યવસ્થા ૩૫૩ સમયેપણ નીમવામાં આવ્યા હતા. જેમકે કોલ્હાપુરના પ્રદેશ ઉપર ચુટુકાનંદ મહારથીની, તથા વિદર્ભના પ્રાંત ઉપર રાણી નાગનિકાના પિતા જે એક મહારથી હતા તેની, ઇ. છે. ની નીમણુંક કરાઈ હતી. પણ તે તદ્દન સ્વતંત્ર રહેતા હતા. જ્યારે મૌર્યવંશના આ સૂબાઓ મધ્યવત સરકારને આધીન રહીને વહીવટ કરતા હતા) અને અશોક મહારાજાના સમય સુધી પણ ચાલુ તે હતી જ, પણ હવે તે પ્રથાને કઈ દૂર દૂરને પ્રાંતમાંજ સંકુચિત રાખવાને બદલે, તે વિશેષ વ્યાપક રૂપ આપ્યું હતું. જેથી સારા કે રાજ્યના અમુક વિભાગ પાડી, તેવા તેવા અકેક વિભાગ ઉપર, રાજકુટુંબના લાયક માણસે જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી તેવા, અને નહીં તે નજીકના સગા સંબંધીમાંથી કે અન્ય લાયક પુરૂષને તેના ઉપર મુખ્ય અધિકારી તરીકે નીમ્યા હતા. આ પ્રમાણે હદેદારે નીમવામાં આવે તે અનેક ગુણ હેતુ સચવાશે એમ તેને સ્કરી આવ્યું હતું. અધિક ગુણ હેતુ એ કે તેવા તેવા રાજકુમારોને રાજ ચલાવવાની લાયકાતનું શિક્ષણ મળતું જાય; વળી તેમને તે પ્રકારે આ જીવિકાને રસ્તો પણ મળે, અને એકજ લોહીના હાઈ રાજ્યના ગમે તેવાં ખાનગી કાર્યો સેપિવામાં સંકેચ પણ ન થાય. તેમજ વિકટ પ્રસંગ કવચિત રાજ્ય ઉપર જો ઉતરી આવે છે, તેમની સલાહ અને મદદ ૮ ઘણીજ ઉપયોગી થઈ પડે. વિચારતાં, આવું પગલું તેને વિશેષ હિતકર -પિતાના, રાજ્યના અને પ્રજાના દરેકનાં હિત સાચવનારૂં–લાગતાં, તેને તેણે તુરતા તુરત અમલ કરી દીધા હતા. રાજ્ય વ્યવસ્થાને અંગે આ તેનું બીજું ડહાપણું ભરેલું પગલું હતું. રાજ્યના આવા પ્રાંતિક વિભાગો કેટલા પાડયા હતા અને તે દરેકની રાજધાની કયાં રાખી હતી તથા તેના ઉપર કોને નિમવામાં આવ્યા હતા, તે વિષય તે ખાસ મહારાજા પ્રિયદર્શિનના જીવનનું જ પુસ્તક રચાતું હોય તેમાં જ દાખલ કરવા યોગ્ય છે. છતાં આપણને તેના રાજ્યની વ્યવસ્થાને અને તેની કૃતિઓને ખ્યાલ આવે તેટલા માટે થોડા ઘણા અંશે જાણવાની જે જરૂર છે તેટલું તે જણાવવું જ રહે છે. (૧) સિકકા ચિત્ર ઉપસ્થી (જુઓ સિકકા આંક નં. ૪૭ થી ૫૨) સમજાય છે કે આ ચુટુકાનંદ, મૂળાનંદ વિગેરે નંદવંશના નહી પણ આંધવંશી નૃપતિઓના સરદાર હતા. (૭) વિશેષ વ્યાપક રૂપ એટલા માટે મારે કહેવું પડયું છે કે ચંદ્રગુપ્ત અને અશોકના સમયે તે રાજનગરથી તે પ્રદેશ અતિ દૂર હોવાને લીધે જ ત્યાં સૂબો નિમવાનું સુરસ્ત ધરાતું હતું. જ્યારે સંપ્રતિ મહારાજે તે શું દૂરના કે શું નિકટના, પણ સર્વે પ્રાંતે ઉપર તેવા સૂબા નીમવાનું ધાર્યું હતું કે જેથી Division of labour & responsibility ની વહેચણી થઈ નય તે હેતુ રાખ્યો હતો. (૮) આ એક રાજનીતિનું અંગ છે તેથી અહીં ઉલ્લેખ કરવો પડે છે. વર્તમાન કાળે સર્વ શાસન કરતી પ્રજાનું રાજ્ય બંધારણ નેશે તે આ સુત્રના ધોરણેજ સર્વ રાજદ્વારી તંત્ર ગોઠવાયેલું જણાશે, ૪૫ પછી તેને ફેડરેલ સ્ટેટસ કે યુનાઇટેડ સ્ટેટસનું નામ આપે, કે જુદાં જુદાં સ્થળામાં તેના સત્તાધારીઓ રહેવાને બદલે એકજ સ્થાન ઉપર રહી, જુદાં જુદાં દફતરે સંભાળે અને તેમને પછી પ્રધાનોનાં નામથી ઓળખાવો. પણ અજમે બધા તંત્રનું મૂળ તે એકજ સમજવું; એટલે સત્તાની વહેંચણી અને સજાતિય ( એકજ જાતના વિચાર ધરાવતા ) પુરૂષોનું મંડળ થયું. આ પ્રમાણે હોય તો વ્યવસ્થા પણ જળવાય અને આપત્તિ સમયે અરસપરસ ઉપયોગી પણ થવાય. આ સુત્ર દરેક પ્રકારના વ્યવહારમાં તેમજ વેપારમાં પણ અમલમાં મૂકી શકાય તેમ છે. કેટલાક વેપારીઓનું માનવું એમ છે કે, સગાંવહાલાંને કે સજાતિય બંધુઓને પોતાની સાથે જોડવામાં આવે, તે તેઓ જેટલા બેવફા નીવડી શકે છે અને દગો દઈ હેરાન કરી શકે છે, તેટલે દરજજે અપરિચિત કે વિજાતિય બંધુઓ નથી કરી શકતા, આ બન્ને પક્ષના વિચાર માટે, તરફેણ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy