SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ]. લોકકલ્યાણના માર્ગો ૩૪૮ કારણુ વાચક વર્ગ સમજી ગયા હશે, કે પિતાના પૂર્વભવમાં ભિક્ષુક અવસ્થામાં પિતાને રેટીના એક ટુકડા માટે શું શું કષ્ટ સહન કરવા પડયાં હતાં અને તેમાંથી પિતે શી રીતે પાર ઉતર્યો હતું તેમજ સાધુદાન-સુપાત્રદાન, અને સ્વધર્મ પ્રત્યેની અચળ શ્રદ્ધા, કેવાં ફળદાતાં નીપજે છે, તે બધું જાતિ અનુભવથી જણાયું હતું. એટલે તે સર્વને મૂર્તિમંત–પ્રત્યક્ષ બનાવી, પિતાની સર્વ પ્રજાને બંધ રૂપ નીવડે, તે માટે આ બધી જનાઓ ઘડી કહાડી હતી. ભેજનશાળાના કાર્યમાં તે તે એટલે સુધી મશગુલ બની ગયો હતે, કે સાધુઓને આહાર વહેરાવવામાં તેણે પાછું વાળીને-સારાસાર જવાનો વિચારજ મૂકી દીધો હતું. તે એટલે સુધી કે જનમાગી સાધુઓને રાજપીંડ૮૫ લે કલ્પત નથી, છતાં તેઓ પણ કાળના પ્રભાવે, તેનાથી મુગ્ધ બની જઈ રાજ્યની દાનશાળામાંથી વહેરવા મંડયા હતા. આ શિથિલાચાર પ્રવેશ થતે જોઈ, તેમના ગુરૂમહારાજ શ્રી આર્યસુહસ્તિછના વડીલ બંધુ શ્રી આર્યમહા ગિરિજીને તે સર્વેને ઠપકે ૫ણુ દેવો પડ્યો હતા તેમજ તે પ્રવૃત્તિમાં સરી પડી જતાં અટકાવવા ઉદ્યમ પણ સેવ પડયો હતે. જનકલ્યાણના આવા આવા માર્ગો યોજવામાં જેણે કમર કસી હોય, તે કાંઈ વિદ્યા પ્રચાર જેવા સર્વમાન્ય વિષય તરફ ઝાંખી માત્ર પણ ન કરે, એમ કહપનામાં પણ આવી શકે નહીં. એટલે જો કે તેના કોઈ શિલા કે ખડક લેખમાં આવા પ્રકારની હકીક્ત નજરે પડતી નથી, છતાં સહજ દાનશાળાઓ છુટક છુટક બનાવરાવી હશે જ. અથવા આર્ય મહાગિરિજીને સ્વર્ગવાસ મ. સ. ૨૪૬ ને બદલે (જુઓ પૃ. ૩૨૯ ટી. નં. ૨) તે પહેલાં થયો હતો એમ ગણવું રહે છે. અને તેમ ગણાય તો સમ્રાટ પ્રિયદરિશને પોતાના રાજ્યાભિષેક બાદ આઠમા વર્ષે જે વૃત્તો ગુરૂમહારાજેની સમક્ષ લીધાં હતાં એમ જણાવાયું છે. તેને બદલે એકલા આર્યસૂહસ્તિજી પાસેજ વૃત્ત લીધાં હતાં એમ કરાવવું પડશે. અનુમાન કરી શકાય છે, કે કેળવણીના પ્રદેશમાં પણ તેણે અનેક વિધ સુધારા વધારા કરી સંગવડતાઓ કરી જ આપી હશે. બીજી એક બાબતને અત્ર ખાસ ઉલલેખ૮૭ કરવાની જરૂરિઆત છે, કે રાજ્યનું અને વ્યાપાર કરવાનું ચલણ જે સિકકાઓ ગણાય છે તે અત્યાર સુધી ઢાળેલા-cast coins-બનાવાતા હતા તેને બદલે તેણે હવે ટંકશાળ કાઢીને છાપેલ સિક્કા-die sunk-બનાવવાની શરૂઆત કરી લાગે છે. અને માત્ર રાજવંશી ચિહ્ન જ સિકકા ઉપર જે પાડવામાં આવતું હતું તેને બદલે પોતાનું અંગત સાંકેતિક ચિહ્ન-પાડયું. આમ કરનાર તે પ્રથમ તેમજ છેલ્લો જ હિંદુ રાજા હતા. કેઈએ અત્યાર સુધી પિતાનું ચિહ્ન સિક્કા ઉપર પાડયું હોય એમ મારી જાણમાં નથીજ. આ સાંકેતિક ચિહ્ન તરીકે તેણે “હાથી” પસંદ કર્યો હતો. કારણ કે, જ્યારે તે માતાના ગર્ભમાં અવ્યો-ઉત્પન્ન થયો ત્યારે માતાએ, શુભ (કે શુભ) હસ્તિ૮ પિતાના ઉદરમાં પ્રવેશ કરતે સ્વપ્નમાં દેખ્યો હતો. આ ચિહ્ન તેણે ખુદ અવંતિના પ્રદેશનાજ સિકકામાં છપાવ્યું હોય એમ બન્યું નથી, પણ જે જે મુલકે તેના તાબામાં હતા તેમજ ખંડણી ભરતા હતા તે સર્વે દેશના સિકકા ઉપર હાથીનું ચિન્હ અને તે પણ પિતાના સર્વ ભૌમત્વની કબુલાતમાં સવળી બાજુજ on the obverse પાડવાની ફરજ પાડી હતી. આ ઉપરથી આપણને પણ એક મુદો હાથ લાગ્યો ગણાશે, કે જે જે પ્રદેશમાં૮૯ આવા હાથી ચિહ્નના સિકકા મળી આવે છે તે પ્રદેશ ઉપર મહારાજા (૮૭) ઉજૈનીમાં વેધશાળા પણ એમણેજ ઉભી કરી હશે એમ માનવાનું કારણ મળે છે. સં. જૈઇ. દિ પૃ. ૨૪૭૯-અશકે (પ્રિયદર્શિન જોઈએ ) ઉર્જનકે ભારતકા ગ્રીનીચ બના દિયા થા. (૮) જુએ ભાબા-વિરાટનો ખડક લેખ તથા માયાદેવીનાં સ્વપ્રનું ચિત્ર આકૃત્તિ નં. ૨૮ તથા પૃ, ૧ર૮ ટી. નં. ૨૨ જુઓ. (૮૯) અફગાનિસ્તાનના માણિકપાલના શિલા લેખવાળા સ્થળેથી જે સિકકા મળ્યા છે તેમાં પણ છે. સિરિયા,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy